મહિમા ચૌધરીએ આજે કહ્યું એની કેરિયરની બરબાદીનું કારણ, કાશ આ ભૂલ હોત તો….વાંચો અંદરની વાત

0

મહિમા ચૌધરી બોલીવુડની એ ઍક્ટ્રેસેસમાંની એક છે જેને બૉલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. પરંતુ ટૂંક સમયમાં જ પડદાથી ગાયબ થઈ ગઈ હતી, 1997 થી 2002 સુધી મહિમાનું કારકિર્દી જોરદારરહી. આ સમયગાળામાં તેણે ‘પરદેસ’, ‘દોગ: દ ફાયર’, ‘ધડકન’ અને ‘કુરુક્ષેત્ર’ જેવી ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ પછી તેના મોટાભાગની ફિલ્મો ફ્લોપ રહી અને 2006 પછી તો તે લગભગ સ્ક્રીન પરથી ગાયબ જ થઈ ગઈ હતી. તેની અભિનય કારકીર્દિ બરબાદ થવા પાછળનું કારણ ખુદ મહિમાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું.

મહિમાએ કહ્યું હતું કે, “હું સિંગલ મધર હતી અને મારે પૈસાની જરૂર હતી. એક છોકરી સાથે ફિલ્મોમાં કામ કરવું મારા માટે ખૂબ મુશ્કેલ હતું, કારણ કે ત્યાં ઘણો સમય જોઈએ. તેથી મે ટીવી શોને ગાઈડ કરવાનું અને કોઈ ફકશનમાં જઈને રીબીન કાપવાનું શરૂ કર્યું. કેમકે તે મને સરળ લાગ્યું.હતું. આનાથી મને ખૂબ ઝડપથી પૈસા મળ્યા. પરંતુ, જ્યારે હું પાછું વળીને જાઉં છુ ત્યારે મને લાગ્યું કે તે એસેનિમેન્ટ્સએ મારી એક્ટિંગ કારકિર્દીનો ખલાસ જ કરી દીધી.

તે આગળ જણાવે છે કે , 2006 માં બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા પછી 2007 માં મહિમાએ એક દીકરીને જન્મ આપ્યો હતો.

તેના લગભગ 4 વર્ષ પછી એટલે કે 2011 માં મહિમા અને બોબી સેપરેટ થઈ ગયા. 2013 માં તેમની તલાક પણ થઈ. મહિમા ને ‘ટિકિટ ટુ બૉલીવુડ’ જેવા કેટલાક રીઅલિટી શોઝમાં કામ કર્યું છે.

લીએંડર પેસ સાથેના બ્રેકઅપથી તે વધારે મેચ્યોર બની ગઈ હતી :

કહેવાય છે કે લીએંડર પેસ ચકકરમાં મહિમાએ પોતાની ફિલ્મી કારકિર્દી દાવ પર લગાવી દીધી હતી. જોકે, 2005 માં બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું. મહિમાએ પેસ સાથેના સંબંધો વિષે એક ઇન્ટરવ્યૂ માં ખુલ્લી રીતે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ” લીએંડર પેસે મને દગો આપ્યો હતો. તે એક સારા ટેનિસ ખેલાડી છે, પણ એક વ્યક્તિ તરીકે બિલકુલ યોગ્ય નથી.” જ્યારે મને ખ્યાલ આવ્યો કે તેના જીવનમાં બીજી પણ વ્યક્તિ છે તો હું હેરાન પરેશાન થઈ ગઈ હતી. તેના જવાથી મારી લાઈફમાં કોઈ ફર્ક ન પડ્યો પરંતુ હું વધારે સમજદાર બની ગઈ હતી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here