મહિલાઓના મેકઅપ અને ફેશનને લઈને ઐશ્વર્યાએ આપ્યું આવળું મોટું નિવેદન….જાણવા જેવું વાંચો

0

પૂરી દુનિયામાં પોતાની સુંદરતાથી પ્રચલિત એવી ઐશ્વર્યા રાઈ બચ્ચને હાલમાં જ મહિલાઓ વીશે એક મોટું નિવેદન આપ્યું છે.જણાવી દઈએ કે, ઐશ આગળના 17 વર્ષોથી કાંસનાં રેડ કાર્પેટ પર સંડોવણી કરી રહી છે. હંમેશાની જેમ આ વખતે પણ ઐશે આ રેડ કાર્પેટ પર સૌથી બેસ્ટ દેખાવા માટે કઈ બાકી નથી રાખ્યું.

ઐશે કાંસ ફિલ્મ ફેસ્ટીવલનાં રેડ કાર્પેટ પર 11-12 મેં નાં રોજ વોક કર્યું હતું. તેના  પછી તે હવે મુંબઈ પરત આવી ગઈ છે. આ દરમિયાન ઐશે મહિલાઓના મેકઅપ અને ફૈશનને લઈને એક મોટું નિવેદન આપ્યું હતું.કાંસમાં આ વખતે તેણે ડિઝાઈનર મિલેશ સીનકોનો પીકોક મોટીફ ગાઉન પહેર્યું હતું અને તે ખુબ જ સુંદર લાગી રહી હતી. મહિલાઓને તેના ડ્રેસ અને મેકઅપ પર આંકવા પર ઐશે મીડિયાને કહ્યું કે, ”આપણે એકબીજાને જજ કરવાથી બચવું જોઈએ, સમાજે આ વિચાર થી ઉપર આવવાની જરૂર છે કે મેકઅપ કરનારી મહિલાઓની પાસે મગજ નથી હોતું.”
ઐશે કહ્યું કે, ”જો મહિલાઓ મેકઅપ લગાવે છે તો તેનો અર્થ એ નથી કે તેઓ મુર્ખ છે અને તેઓમાં સંવેદનશીલતા ની ખામી છે. એક મહિલાના તૌર પર આપણે એક-બીજાની આલોચના કરવી બંધ કરી દેવી જોઈએ. અને મેકઅપ કરવાથી એ સાબિત નથી થતું કે મહિલાઓમાં મગજ નથી કે તેઓમાં વાસ્ત્વિકાની ઉણપ છે, અને તેનો એ પણ અર્થ નથી કે તેઓ દયાળુ નથી”.ઐશે કહ્યું કે, ”ઠીક આવી જ રીતે જો તમે મેકઅપ નથી લગાવી રહ્યા તો તેનો અર્થ એ નથી કે તમે ખુબ જ નીરસ છો કે તમે જીવંત નથી. સાથે જ મેકઅપ લગાવાનો એ પણ અર્થ નથી કે આવી મહિલાઓ ખુબ જ બુદ્ધિમાન છે કે પછી તેઓ ખુબ જ ગંભીર અને ફન લવિંગ વ્યક્તિ છે.જ્યારે સમાજમાં આગળ વધવાની વાત આવે તો લોકોએ આ પૂર્વ ધારણાંઓ ને તોડવી જોઈએ”.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here