ગુજરાતનાં આ ગામમાં છે મહિલાઓનું રાજ, નથી આ ગામમાં ગંદકી કે નથી પાણીની સમસ્યા……!! ગામમાં એક પણ ગુટકાની દુકાન નથી

0

આજકાલ સરકાર પોતાના રાજયમાં દરેક ગામને આદર્શ ગામ બનાવવાના પ્રયત્નો કરી રહી છે. સ્વચ્છત ભારત અંતર્ગત દરેક ગામને સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત કરવા માતે સાંસદો અને ધારાસભ્યો પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના જ ગીર સોમનાથ જીલ્લાના બાદલપરા ગામની વાત કરીએ તો આ ગામમાં સ્વચ્છતા અને ચોખ્ખાઈની સાથે સાથે પ્રદૂષણ મુક્ત અને આધુનિક સુખ સગવડતાથી સજ્જ છે. આ ગામમાં ઇન્ટરનેટની સગવડતા મળી રહે એટ્લે વાઇ ફાઈ સુવિધા પણ ઉપલબ્ધ છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે આ ગામમાં ગઘરથી લઈને ગ્રામ પંચાયત સુધી બધે જ માત્ર મહિલાઓનું જ રાજ છે.
બાદલપરા ગામની ખાસ વિશેષતા એ છે કે આ ગામના પ્રથણ તો સમરસ મહિલા બોડી બનેલી છે. ગામના સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો ઉપરાંત તલાટી મંત્રી પણ મહિલા ઉમેદવાર જ છે. આ ગામમાં ઠેર ઠેર કચરાપેટી મૂકવામાં આવી છે ને આ ગામમાં કોઈપણ જગ્યાએ તમને ગંદકી જોવા મળશે નહી. કે આ ગામમાં પાણીની પણ સમસ્યા નથી. ગામડું છે પણ શહેર જેવી સુખ સગવડથી સજ્જ છે આ ગામ.
બાદલપરા ગામના બધા જ પુરૂષો પણ મહિલાઓના દરેક કામમાં પોતાની સમોવડી ગણીને સાથ આપે છે ને એમના લીધેલા નિર્ણયને માથે ચડાવી અપનાવે છે. આ ગામમાં જે પંચાયત આવી છે એ ગ્રામ પંચાયત નો બધો જ વહીવટ પણ મહિલાઓ જ કરે છે.આ ગામમાં તમને કોઈપણ દુકાનમાં ગુટખાના પેકેટ જોવા નહી મળે. એટલું જ નહી આ ગામને તેની ચોખ્ખાઈના કારણે કેટલાય ઍવોર્ડ પણ મળ્યા છે. આ ગામની મહિલાઓએ સમાજને નવી દિશા આપી છે ને નારી શક્તિનો પરિચય આપ્યો છે.
નારી શક્તિના ઉદાહરણને સાચું પુરવાર કરતાં આ ગામના મહિલા સરપંચ ભાવનાબહેન બારડ કહે છે કે,આખું વિશ્વ જ્યારે ટેક્નોલૉજી ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે તો પછી અમારું આ બાદલપરા ગામ થોડું પાછળ રહે. આ ગામમાં દર 10 કિલોમીટરે એક સી.સી.ટીવી કેમેરો મૂકવામાં આવ્યો છે. તેમજ આ ગામમાં ઘરે ઘરે વાઈફાઈ સુવિધ્યા ઉપલબ્ધ છે. જેના કારણે એકપણ ઘર ઇન્ટરનેટના ઉપયોગ થી વંચીત ન રહે. આ ગામને આદર્શ ગામ અને નિર્મળ ગામના અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે. આ ગામમાં જો કોઈપણ વ્યક્તિ ગુટખા ખાય છે તો એને 500 રૂપિયાનો દંડ ભરવો પડે છે.
સરસ્વતી અને કપિલા નદીને કાંઠે વસેલા આ ગામને આ બને નદીના કિનારે એક સુંદર નૌકા વિહાર માટેનું રમનીય સ્થળ બનાવ્યું છે. અને બાળકો માટે એક સુંદર ક્રીડાંગણ પણ બનાવવામાં આવ્યું છે. જેમાં રમત ગમતના બધા જ સાધનોથી તે સજ્જ છે. અને તેની દીવાલે આકર્ષક ને પ્રેરણાદાયી પેઈન્ટ કરેલું છે. જે જોઈને બાળકો પણ કશું ક નવું શીખી શકે. આ ગામમાં વીજળીની સુવિધા પણ ઉપલબ્ધ છે અને જાહેરમાં સૂચનાઓ પણ મોટા મોટા સ્પીકરો દ્વારા આપવામાં આવે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here