મહિલાને ઠીક કરાવા માટે ડોકટરે બોલાવ્યો તાંત્રિક, પછી જે કઈ પણ થયું તદ્દન ધ્રુજાવનારૂ છે…..

0

શું થશે તે હોસ્પીટલનું જ્યાં મરીજોનો ઈલાજ કોઈ ડોક્ટર્સ નહિ પણ તાંત્રિક કરતા હોય. મહારાષ્ટ્રના પુણે માં એક એવો જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ જાણકારી એક આગની જેમ ફેલાઈ ગઈ છે.  એક ડોકટરે આઈસીયુમાં ભર્તી એક મહિલાને ટ્યુમરનો ઈલાજ કરાવા માટે તાંત્રિકને બોલાવ્યો હતો. સાંભળીને કદાચ તમને પણ જટકો લાગ્યો હશે. મહારાષ્ટ્રના પુણે માં એક હૈરાન કરી દેનારી ઘટના ‘દીનાનાથ મંગેશકર’ હોસ્પિટલ ની છે. એક રીપોર્ટની જાણકારી અનુસાર અહી ટ્યુમર થી પીડિત એક મહિલાના ઈલાજ માટે ડોકટરે તાંત્રિક પાસે કરાવ્યો છે.

ખુબ તાજ્જુકની વાત છે કે એક ભણેલ ગણેલ માણસ જે તે મુકામ પર પહોંચ્યો છે અને આવળી મોટી લાપરવાહી કરી નાખી. માત્ર એટલું જ નહિ તેની આ લાપરવાહી નાં ચાલતા મહિલાની મૌત પણ થઇ ગઈ હતી. હાલ પોલીસે આરોપી ડોકટરના વિરુદ્ધ કેસ દર્જ કરાવી નાખ્યો છે. 

આ મામલા સાથે જોડાયેલો વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે. વિડીયોમાં આઈસીયુ માં તાંત્રિક મહિલાનો ઈલાજ કરી રહેલો નજરમાં આવી રહ્યો છે. 25 વર્ષની ‘સંધ્યા સોનવણે’ ના પરિવારે આરોપ લગાવ્યો કે ડોકટરે મરીજનો ઈલાજ કરવા તાંત્રિક બોલાવ્યો અને મરીજ્ના શરીર માંથી બુરી આત્માને ભગાવવા માટે કહ્યું.   

જ્યારે સંધ્યા સોનવણે ની છાતીમાં ટ્યુમર હતું. તેના ઈલાજ માંટે તેણે પુણેના લે સ્વાગરેટ ઇલાકામાં સ્થિત ડૉ.સતીશ ચૌહાણ નાં પ્રાઈવેટ હોસ્પિટલ ગઈ હતી. સંધ્યાના રિશ્તેદારોએ દાવો કર્યો કે તે 11 માર્ચના આઈસયું માં હતી. જ્યાં ઈલાજ માટે ડોકટરે તાંત્રિકને બોલાવ્યો હતો. 

તાંત્રિકે અમુક તંત્ર સાધના કરી. પરીવારનો આરોપ છે કે સતીશે એક તાંત્રિકને હોસ્પિટલમાં બોલાવ્યો. તે પૂજા સામગ્રી કાઢીને આઈસીયુ માં મંત્ર પઢવા લાગ્યો. ડોક્ટર દુર ઉભા રહ્યા હતા. પરિવારના સદસ્યએ કહ્યું, અમને તેની પહેલાથી જાણકારી ન હતી, માટે અમે પૂરી ઘટનાનો વિડીયો બનાવી લીધો. સોમવારે સાંજે સંધ્યાની મૌત થઇ ગઈ હતી.    

હવે આ મામલામાં હોસ્પિટલ મૈનેજમેન્ટ પોતાની વાત રાખતા કહ્યું કે આ પૂરી ઘટનામાં હોસ્પીટલના સ્ટાફનો કોઈ જ હાથ નથી. તાજ્જુકની વાત છે જે દીનાનાથ મંગેશકર હોસ્પિટલના એક અધિકારીએ કહ્યું કે,’ન તો સંબંધિત ડોકટર હોસ્પિટલ માં છે, ન તો અમારા સ્ટાફમાં કોઈપણ આ પૂરી ઘટનામાં શામિલ છે”.

લેખન સંકલન: ગોપી વ્યાસ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.