મહિલાના પેટ માંથી એવું નીકળ્યું કે જોઈને ડોક્ટર પણ ડરી ગયા – વાંચો પૂરો મામલો

0

ડોક્ટર્સ હંમેશા આપણને એ સલાહ આપતા હોય છે કે બહારથી લાવવામાં આવેલા શાકભાજી માં જાત-ભાતના જીવાણુઓ અને કીડાઓ હોય છે માટે હંમેશા તેને ધોઈને જ ઉપીયોગમાં લેવા જોઈએ. આવું ન કરવાથી કીડા ખોરાકના માધ્યમથી શરીરમાં પહોંચી જાય છે અને શરીરને નુકસાન પહોંચાડે છે. એવો જ એક મામલો ઉત્તરપ્રદેશના ચંદૌલીનો સામે આવ્યો છે.અહીં એક મહિલાના પેટ માંથી હેરાન કરી દેનારી ચીજ મળી છે, જેના વિશે જાણીને તમને વિશ્વાસ નહીં આવે. દર્દ ની ફરિયાદ પછી 22 વર્ષની નેહા બેગમના પેટ માંથી એક નહીં પણ પુરા 150 કીડા નીકાળવામાં આવ્યા છે. હેરાન કરી દેનારી વાત તો એ છે કે પ્રત્યેક કીડાની લંબાઈ 10 ઇંચ હતી અને તેમણે મહિલાના પેટને ચારે બાજુ થી જકડી રાખ્યું હતું.
ડોકટરોની નજરમાં આ મામલો ગયેલા મહિને આવ્યો હતો. આગળના મહિનાથી પેટના દર્દથી દુસ્તર એક મહિલા તેની પાસે ઈલાજ માટે આવી હતી, જ્યા પર ડોક્ટરને તે મહિલાના પેટ માં 150 કીડા જીવિત અવસ્થામાં મળી આવ્યા હતા. કેજી નંદા હોસ્પિટલ માં થયેલા આ ઈલાજ દરમિયાન આ બધું જોઈને ડોક્ટર્સ પણ હેરાન રહી ગયા હતા.
હોસ્પિટલમાં મહિલાનો ઈલાજ કરનારા ડોક્ટર આંનદ તિવારીએ કહ્યું કે મને આ જોઈને ખુબ જ હેરાની લાગી છે. આ એક અસામાન્ય ઘટના હતી. જો કે ત્રણ-ચાર કીડા મળવાના મામલા તો સામે આવતા જ રહે છે પણ આટલી મોટી સંખ્યામાં પેટમાં કીડા મળવા સામાન્ય ઘટના નથી.ઈલાજ કરવા માટે પહોંચી નેહા ના આધારે તે દર્દ ને લીધે રાતથી ઊંઘી શકી ન હતી. તેને ખુબ જ ઉલ્ટી અને દર્દ થઇ રહ્યું હતું. પણ હવે તે ડોક્ટર્સ ને આભાર પાઠવતા કહે છે કે તેઓએ મારો જીવ બચાવીને મારી સૌથી મોટી સમસ્યાનું સમાધાન કર્યું છે.

ડોકર્ટસના આધારે સ્વચ્છતા પર ધ્યાન ન દેનારી જીવનશૈલી ને લીધે મહિલાના પેટમાં આટલા કીડાનો જન્મ થયો હતો. આવા કીડા શાકભાજીઓના માધ્યમથી પેટમાં પ્રવેશ કરી જાય છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here