90’s મશહૂર વિલન મહેશ આનંદ ની મૃત્યુ પર ચોંકાવનારો ખુલાસો, પ્રાથમિક જાંચ માં સામે આવ્યું મૃત્યુ નું સાચું કારણ….

0

બોલીવુડમાં 80 થી 90 ના દશકમાં અમિતાભ બચ્ચન ની ફિલ્મો ના વિલેન મહેશ આનંદ ની મૃત્યુ ની પ્રાથમિક જાંચ માં ઘણી વાતો સામે આવતી રહી છે. ફેમસ વિલેન મહેશ આનંદ આગળના દિવસોમાં પોતાના ઘરે જ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. તે 57 વર્ષના હતા. મહેશ ની ડેડબોડી ને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર મહેશ આનંદ નું નિધન ત્રણ દિવસ પહેલા જ થઇ ગયું હતું. પાડોશના લોકોને ઘરની અંદર થી ખરાબ વાસ આવવા લાગી હતી જેના ચાલતા તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસ દરવાજો તોડીને ઘરની અંદર દાખલ થયા તો તેઓને મહેશ મૃત અવસ્થા માં મળી આવ્યા. મહેશ આનંદ મુંબઈ ના વરસોવા માં એકલા રહેતા હતા. મહેશ ની મૃત્યુ નું પહેલું કારણ હાર્ટ એટેક ને ગણવામાં આવી રહ્યું છે.
મહેશ ની પત્ની એ જણાવ્યું કે,”મને આ બાબત વિશે ની કોઈ જ જાણકારી નથી”. વર્ષ 2002 થી જ અમારી વચ્ચે કોઈપણ પ્રકારની વાતચીત નથી થતી. વસરોવા પોલીસ એ દુર્ઘટનાવશ મૃત્યુ નો મામલો દર્જ કર્યો છે. હાલમાં જ તેમણે ગોવિંદા ની ફિલ્મ રંગીલા રાજા થી ફિલ્મ થી ફરીથી એન્ટ્રી લીધી હતી. મહેશ આનંદ એ શહેનશાહ, મજબુર, સ્વર્ગ, થાનેદાર, ગુમરાહ, બેતાજ બાદશાહ, વિજેતા અને કુરુક્ષેત્ર જેવી હિટ ફિલ્મોમાં ખાસ અભિનય થી પોતાની ઓળખાણ બનાવી હતી. આગળના 18 વર્ષ થી મહેશ ને ફિલ્મોમાં કામ ન મળવાને લીધે તેની આર્થિક સ્થિતિ પણ યોગ્ય ન હતી, જેના ચાલતા તેને દારૂ પીવાની લત પણ લાગી ગઈ હતી. આ ખુલાસો અભિનેતા શક્તિ કપૂર એ કર્યો હતો.કામ ન મળવાને લીધે મહેશ ખુબજ ડિપ્રેશનમાં રહેવા લાગ્યા હતા અને તેણે દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું. મોટાભાગનો સમય તે નશામાં જ રહેતા હતા. નશામાં તે લોકોને ફોન પણ કરી દેતા હતા. હાલમાં જ રીલિઝ થયેલી ગોવિંદા ની ફિલ્મ રંગીલા રાજા ના ક્લાઈમેક્સ માં ડાયરેક્ટર પહેલાજ નિહલાની એ તેને અમુક મિનિટ માટેનો રોલ આપ્યો હતો.શક્તિ કપૂર એ કહ્યું કે,”મહેશ આનંદ એ ફિલ્મોમાં રોલ ખુબ જ સુંદર રીતે નિભાવ્યા છે. જયારે ફિલ્મ ની શૂટિંગ ના દરમિયાન પહેલાજ જી એ તેને દારૂ પીવા માટેની ના પાડી હતી છતાં પણ તે માન્યા ન હતા. મેં પણ તેને ઘણીવાર વધારે દારૂ ના પીવાની સલાહ આપી હતી, કેમ કે અમુક વર્ષ પહેલા કે બૉલીવુડ અભિનેઆ ગેવિન પૈકાર્ડ ની પણ દારૂ ની ખરાબ આદત ને લીધે મૃત્યુ થઇ ગઈ હતી. Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here