મહેન્દ્રસિંહ ધોની 15 વર્ષ પહેલા આવા દેખાતા હતા. જુઓ તસ્વીર….ઓળખી પણ નહિ શકો

0

દોસ્તો ભારતીય ક્રિકેટ ટીમમાં કેટલાક ચહેરાઓ એવા છે કે જેઓ પોતાની ક્રિકેટ રમવાની શૈલી થઈ લાખો લોકોને પ્રભાવિત કરે છે. ક્રિકેટ આજકાલ ખૂબ જ પ્રચલિત ખેલ બની ગયો છે અને બાળક હોય કે વૃદ્ધ હોય ક્રિકેટ જોવું બધાને પસંદ હોય છે. જ્યારે પણ ક્રિકેટનું નામ આવે છે ત્યારે બધાના મોઢા પર મહેન્દ્રસિંહ ધોનીનું નામ તો આવે જ છે. જ્યારે હેલિકોપ્ટર શોર્ટથી ફેમસ થનાર માહી ક્રિકેટ મેદાનમાં ઉતરે છે ત્યારે સામેની ટીમને પરસેવો આવી જાય છે. સામેની ટીમ વિચારમાં પડી જાય છે. તમને જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોનીએ વર્લ્ડ બેસ્ટ ફિનિશર પણ કહેવામાં આવે છે. મહેન્દ્રસિંહ ધોની માત્ર ભારતમાં જ નહીં પણ આખા વિશ્વમાં પ્રખ્યાત છે. ધોની ત્યાં સુધી પ્રયત્ન કરે છે જ્યાં સુધી સામેની ટીમ હારી ન જાય !

મહેન્દ્રસિંહ ધોનીએ ભારતીય ક્રિકેટ ટીમને એટલી ઉંચાઈ સુધી લઈ ગયા છે, જેની કોઈએ અપેક્ષા નહોતી રાખી. મહેન્દ્રસિંહ ધોની નિર્ણય લેવામાં પાક્કા છે. ધોની ભારતના પૂર્વ કપ્તાન અને ખુશ મિજાજી માણસ પણ છે. એમને કુલ કપ્તાન પણ કહેવામાં આવે છે. તમને આ લેખના માધ્યમથી અમે જણાવીશું મહેન્દ્રસિંહ ધોનીના જીવનની કેટલી તસ્વીરો, જેને જોઈને આપ પણ કહી ઉઠશો કે ધોની જેવું આ દુનિયામાં કોઈ નથી. આપને તો ખ્યાલ હશે કે જ્યારે કોઈ મોટો નિર્ણય લેવાતો હોય છે, ત્યારે ખૂબ વિચાર મંથન થાય છે અને એવો નિર્ણય કે જે તમારો સમય બદલી નાંખે. આવી પરિસ્થિતિમાં મોટાભાગના લોકોની ઊંઘ ઉડી જતી હોય છે પણ દુનિયામાં ઘણાં લોકો એવા મળે છે કે જેમને આવી પરિસ્થિતિઓથી કંઈ લેવા દેવા નથી હોતો અને એમને કંઈક ફરક પડતો હોય તો એ એમના ચહેરા પર લાવતા નથી અને આમાંથી જ એક મહેન્દ્રસિંહ ધોની છે.

મહેન્દ્રસિંહ ધોની એક નાના શહેરથી નીકળીને મોટી મોટી ઊંચાઈઓ સુધી પહોંચવા માટે ખૂબ સંઘર્ષપૂર્ણ યાત્રા કરવી પડી હતી. મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના મક્કમ ઇરાદાઓથી ઘણી વાતોને સરળ બનાવી દીધી હતી. પોતે જે નક્કી કરે છે એ કરીને જ રહે છે. એમના સફરની શરૂઆતમાં આ બધુ સરળ નહોતું.

તમને જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોનીનો જન્મ ઝારખંડના રાંચી જિલ્લામાં 7 જુલાઈ, 1981 માં થયો હતો. એમના બાળપણ પહેલા એમના પિતા વિશે જણાવીએ તો મહેન્દ્રસિંહ ધોનીના પિતાનું નામ પાનસિંહ અને પોતે અલ્મોડા જિલ્લાના તલાસલામ નામના ગામમાં રહેતાં હતા. પાનસિંહના વિવાહ નૈનિતાલમાં રહેતી દેવકી દેવી સાથે 1969 માં થયા હતાં.

તમને જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોનીનું ગામ અલ્મોડા સુંદર પહાડીઓ વચ્ચે આવેલું છે અને ત્યાં સુધી જવા આવવા માટે કોઈપણ પ્રકારનો રોડ નથી. એટલે દુર્ગમ પહાડીઓમાં ચાલીને જ ગામમાં જઈ શકાય છે. પાનસિંહના માતા-પિતા ગામમાં ખેતી કરતાં હતાં અને પાનસિંહ થોડું ભણેલા હોવાથી નોકરીની શોધ માટે લખનઉ આવ્યા હતાં.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here