મહાત્મા ગાંધીની હત્યા કરવાવાળા ગોડસેની અસ્થીઓ હજી નથી કરી વિસર્જિત, તેમની અંતિમ ઈચ્છા વાંચીને થઇ જશો દંગ…

0

હિંદુ ધર્મમાં કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, શબને મુખાગ્ની આપવામાં આવે છે અને પછી તે વ્યક્તિની અસ્થીઓને ગંગાજીમાં વિસર્જિત દેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આમ કરવાથી મૃતકના આત્માને શાંતિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પણ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિષે જણાવીશું જેમના મૃત્યુને આજે ૭૦ વર્ષ જેટલો સમય થઇ ગયો છે પણ તેમની અસ્થીઓને હજી સુધી વિસર્જિત કરવામાં આવી નથી. આવો એ વ્યક્તિ કોણ છે તેના વિષે તમને વિગતે જણાવીએ.

શું છે ગાંધીહત્યાપાછળનું કારણ, શું થયું હતું ૩૦ જાન્યુઆરીની રાત્રે, પુણેના બ્રાહ્મણો સાથે, શું હતું સાવરકર અને હિંદુ મહાસભાનું ચિંતન, ગોડસે પછી નારાયણ રાવ આપ્ટે સાથે શું થયું, કેવી ફાંસી આપવામાં આવી હતી…

પાકિસ્તાન તરફથી દિલ્હી ટ્રેન આવી રહી હતી, તેમાં હિંદુઓને માલ સામાનની બોરીઓ મૂકી હોય એવી રીતે ભરવામાં આવ્યા હતા. ટ્રેનના ડબ્બાઓની અંદર મોટાભાગના લોકો મારી ગયેલા હતા, ટ્રેનની ઉપર માથા કાપેલ લોકોને બેસાડવામાં આવ્યા હતા. ડબ્બાઓમાં ફક્ત શ્વાસ લેવાની જ જગ્યા બચેલી હતી. બળદગાડીઓ અને ટ્રક હિંદુઓથી જ ભરેલી હતી, ટ્રેન પણ લખેલ હતું “આઝાદી કા તોહફા” ટ્રેનમાં ભરેલી લાશોની હાલત બહુ ખરાબ હતી તેમને હાથથી ઉપાડવા બહુ મુશ્કેલ હતા, પોલીસ તે બધી લાશોને પાવડાઓની મદદથી ઉપાડીને વાહનોમાં ભરી રહી હતી, એ બધી લાશોને એક નિર્જન જગ્યાએ લઇ જઈને તે શબ પર પેટ્રોલનો ફુવારો મારીને સળગાવી પડતી હતી, ભયાનક દ્રશ્ય, ભયાનક ગંધ… વિચારતા જ કમકમી આવી જાય એવું એ દ્રશ્ય હકીકતમાં બન્યું હતું.

સિયાલકોટથી ખબર આવી રહી હતી કે ત્યાંથી હિંદુઓને કાઢી મુકવામાં આવ્યા છે. તેમના ઘરો, પૈસા, ખેતર, જમીન, સોનું-ચાંદી વાસણ બધા પર મુસ્લિમ લોકોએ પોતાનો કબજો કરી લીધો હતો. મુસ્લિમ લોકોએ કપડા સિવાય કશું જ સાથે નહિ લઇ જવાનું એવું ફરમાન સંભળાવ્યું હતું. કોઈપણ ગાડીઓ અને વાહનોને રોકીને તેમાંથી મહિલાઓ અને બાળકીઓને ઉતારી દેવામાં આવતી હતી, જે પણ મહિલાઓ અને બાળકીઓ તેમની પાસે હોય એ કોઈને પણ બળાત્કાર કર્યા વગર પાછી મોકલવામાં આવતી હતી નહિ, વિચારો બળાત્કાર વગર પરત આવવા દેવામાં આવતી હતી નહિ, જે પણ મહિલાઓ અને બાળકીઓ ત્યાંથી પરત આવી હતી તેમનો બળાત્કાર કરવામાં આવતો હતો, મહિલાઓ અને બાળકીઓ પોતાની ડોકટરી તપાસ કરાવતા પણ ડરતી હતી, ડોકટરે કારણ પૂછતાં તેઓએ જણાવ્યું હતું ” તમને શું જણાવીએ કે અમારી સાથે શું થયું છે…” અમારી પર કેટલા બધા લોકોએ બળાત્કાર કર્યો છે એ પણ અમે નથી જણાવી શકતા…

આઝાદી કા તોહફા…

જે જગ્યાએથી લોકો જવા માટે ના કહેતા હતા ત્યાં સ્ત્રીઓની નગ્ન યાત્રા કાઢવામાં આવી હતી, બજાર લગાવી ને જાણે દુકાન ખોલી હોય તેવી રીતે તે સ્ત્રીઓની બોલી બોલવામાં આવી હતી, લોકો તેમની દાસીઓની જેમ ખરીદી કરતા હતા, ૧૯૪૭ પછી ૪ લાખ બેઘર હિંદુઓ દિલ્હી આવ્યા હતા અને હિંદુઓને જે રીતે અહિયાં મોકલવામાં આવ્યા હતા એ જોવા છતાં પાકિસ્તાનને ૫૫ કરોડ રૂપિયા આપવાનો આગ્રહ ગાંધીજીનો જ હતો. કારણ કે ભારતનો એક તૃતીયાંશ ભાગ પાકિસ્તાન અલગ થયો હતો એટલે ખજાનામાંથી એટલો ભાગ તો તેમને મળવો જ જોઈએ.

વિધિ મંડલે વિરોધ કર્યો હતો, પૈસા આપણે નહિ આપીએ. પછી બિરલા ભવનના આંગણામાં ગાંધીજી એ અનશન પર બેસી ગયા હતા. પૈસા આપી નહિ તો મારી જઈશ… એક બાજુ હિંસામાં નહિ માનવાવાળા ગાંધીજી બીજી તરફ હિંસા કરી રહ્યા હતા, તેઓ તેમની માટે અનશન કરી રહ્યા હતા શું આ હિંસા ના કહેવાય.. અહિંસક આતંકવાદની આડમાં દિલ્હીમાં આવેલ ૪ લાખ હિંદુઓ માટે રહેવાની કોઈપણ વ્યવસ્થા નહોતી. આનાથી પણ ખરાબ વાત તો એ હતી કે જયારે દિલ્હીમાં હિંદુઓએ ખાલી પડી રહેલ મસ્જિદમાં આશરો લીધો ત્યારે ગાંધીજીએ બિરલા ભવન પર ભાષણમાં દિલ્હી પોલીસને કહ્યું હતું કે કોઈપણ હિંદુઓને મસ્જીદમાં રહેવા દેવામાં આવે નહિ. મસ્જિદમાં આશરો લઇ રહેલ હિંદુઓને ત્યાંથી બહાર કાઢવામાં આવે. કારણ કે ગાંધીજીની નજરમાં જીવ ફક્ત મુસ્લિમ લોકોમાં જ હતો, હિંદુઓમાં તો જીવ રહ્યો જ ના હોય એવું તે માનતા હતા.. જાન્યુઆરીની ઠંડીમાં મહિલાઓ અને નાના બાળકોને હાથ પકડી પકડીને મસ્જીદમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. એક રીતે તેઓ કહેવા માંગતા હતા કે તમે ગટર પાસે રહો પણ છત નીચે નહિ કેમ કે તમે હિંદુ છો…

૪ લાખ હિંદુઓ ભારતમાં આવ્યા હતા કેમ કે તેઓ માનતા હતા કે ભારત આપણો દેશ છે… આ બધા લોકો ગાંધીજીને મળવા માટે બિરલા ભવન જાય છે તો ત્યાં ગાંધીજી માઈકમાં તેઓને કહે છે કે કેમ અહિયાં આવ્યા છો ત્યાનું બધું વેચીને, અહિંસક આંદોલન કરીને ત્યાં રહેવું હતુંને.. આ અપરાધ થયો છે તમારાથી તમે અત્યારે જ પરત ચાલ્યા જાવ, આવું કહેવાવાળા ગાંધીજી કઈ આશા પર ૫૫ કરોડ રૂપિયા આપવા માટે તૈયાર થઇ ગયા હતા.

૩૫ લાખ હિંદુઓનો નરસંહાર,
૨ કરોડથી વધુ હિંદુઓએ મુસ્લિમ ધર્મ અપનાવ્યો, આ આંકડો પછી થી ૧૦ કરોડ સુધી પહોચ્યો હતો.
૨૦ લાખથી વધુ મહિલાઓને જબરદસ્તી મુસ્લિમ બનાવવામાં આવી અને તેમના ઘરોમાં રાખવામાં આવી, અનેક શારીરિક અને માનસિક યાતનાઓ પણ આપવામાં આવતી હતી.
આવા ઘણા બધા સવાલ અને રહસ્યો છે ૧૯૪૭ના જે એ સમયના વડીલોએ તેમની બીજી પેઢીથી છુપાવી રાખ્યા હતા.

બાપુની હત્યા

સાંજનો સવા પાંચ વાગ્યાનો સમય હતો, ગાંધીજી પોતાના અનુયાયીઓ સાથે બિરલા હાઉસના પ્રાર્થના સ્થળ તરફ જઈ રહ્યા હતા, ગાંધીજીની આસપાસ ઘણીબધી ભીડ હતી ત્યારે ભીડમાંથી નથુરામ ગોડસે નામનો વ્યક્તિ તેમની સામે આવે છે અને પહેલા તો બાપુને નમન કરે છે પછી પોતાની પિસ્તોલથી એક પછી એક એમ ત્રણ ગોળીઓ બાપુના શરીરમાં ઉતારી દે છે.

ગોળીઓના અવાજથી ત્યાં અફરાતફરી મચી ગઈ, કોઈ કશું સમજી શકે તે પહેલા ગાંધીજી આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. ગાંધીજીની હત્યાના સમાચાર સાંભળીને આખા બિરલા હાઉસમાં બધા પરેશાન થઇ ગયા હતા કે અચાનક આ બધું શું બની ગયું અને કેવીરીતે થઇ ગયું…

સમાચાર અનુસાર એ સમયે બિરલા હાઉસમાં જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઇ પટેલ, મૌલાના આઝાદ, અંગ્રેજ ઓફિસર લોર્ડ માઉન્ટબેટન પણ હતા. બિરલા હાઉસની બહાર બધા આ ઘટના વિષે વાત કરી રહ્યા હતા ત્યારે બહાર ઉભેલી ભીડને નહેરુજીએ જણાવ્યું હતું કે બાપુ હવે નથી રહ્યા.

આજ સુધી ગોડસેની અસ્થીઓ સાચવીને રાખી છે.

ગોડસે વિષે એક વાત જાણીને તમને નવાઈ લાગશે કે હજી સુધી તેમની અસ્થીઓ સાચવીને રાખી મુકવામાં આવી છે. તેમની અસ્થીઓ આજે પણ પુણેના શિવાજીનગર એરિયામાં એક બિલ્ડીંગના એક રૂમમાં સુરક્ષિત છે. તે રૂમમાં તેમના અસ્થી કળશની સાથે તેમના પહેરેલા કેટલાક કપડા, તેમના હસ્તાક્ષરવાળી કેટલીક નોંધ પણ રાખવામાં આવી છે.

નથુરામ ગોડસેની ભત્રીજીને તેમના અસ્થી સાચવી રાખવાનું કારણ પૂછવામાં આવ્યું તો એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે ગોડસેના શબને પણ તેમના પરિવારને દેખાડવામાં આવ્યું નહોતું. સરકારે જાતે જ તેમના અંતિમ સંસ્કાર ધગધર નદીના કિનારે કરી દેવામાં આવ્યું હતું. ત્યાર પછી તેમના અસ્થીઓને એક ડબ્બામાં ભરીને તેમના પરિવારને આપવામાં આવ્યું હતું. કારણકે ગોડસેએ તેમના પરિવારને પોતાની અંતિમ ઈચ્છા જણાવી હતી એટલા માટે આજ સુધી તેમની અસ્થીઓને વિસર્જિત કરવામાં આવી નથી.

ગોડસેની છેલ્લી ઈચ્છા,

તેમની અંતિમ ઈચ્છા હતી કે તેમની અસ્થીઓને ત્યાં સુધી વિસર્જિત ના કરવામાં આવે જ્યાં સુધી સિંધુ નદીએ સ્વતંત્ર ભારતમાં ગણાય નહિ અને ફરીથી અખંડ ભારતની સ્થાપના ના થાય. જયારે આવું થઇ જાય ત્યારે મારી અસ્થીઓને સિંધુ નદીમાં વિસર્જિત કરજો. બસ આ કારણ છે કે તેમની અસ્થીઓને આજ સુધી તેમના પરિવારે વિસર્જિત કરી નથી.

મિત્રો પોસ્ટનો આશય કોઈની લાગણી દુભાવવાનો નથી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here