જાણો, મહાશિવરાત્રિ ક્યારે 13 કે 14 ફેબ્રુઆરી? ક્યા દિવસે વ્રત કરવાથી મળશે ફળ

1/7મહાશિવરાત્રિનું વ્રત ક્યા દિવસે કરવું?
શિવભક્તોનો સૌથી મોટો તહેવાર એટલે મહાશિવરાત્રિ. આ દિવસની શિવભક્તો વર્ષ દરમિયાન રાહ જોતા હોય છે. બાબા ભોળનાથની કૃપા મેળવવા માટે લોકો સવારથી જ શિવ મંદિરોમાં ભેગા થવા લાગે છે.

2/7મહાશિવરાત્રિ ક્યારે 13 ફેબ્રુઆરીએ કે 14 ફેબ્રુઆરીએ?
ત્યારે આ વર્ષે ભારતીય તિથિ કેલેન્ડર પ્રમાણે આવતા આ તહેવારને લઈને શિવભક્તોમાં સૌથી મોટી સમસ્યા હોય તો એ છે કે મહાશિવરાત્રિનો તહેવાર ક્યા દિવસે મનાવવો. 13 ફેબ્રુઆરી કે પછી 14 ફેબ્રુઆરી? પરંતુ આવું થવા પાછળનું કારણ આ છે.

3/7ફાગણ કૃષ્ણ ચૌદશને દિવસે ઉજવાય છે આ તહેવાર
મહાશિવરાત્રિ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશના દિવસે ઉજવવામાં આવે છે. 13 ફેબ્રુઆરીએ પૂર્ણ દિવસ દરમિયાન તેરસ છે. પરંતુ મધ્યરાત્રિએ 11 વાગીને 35 મિનિટે ચૌદશ શરુ થાય છે. જ્યારે 14 ફેબ્રુઆરીએ સમગ્ર દિવસ અને રાતના 12 વાગીને 47 મિનિટ સુધી ચૌદશ છે.

4/7જ્યોતિષના આ ગ્રંથમાં અપાયો છે જવાબ
ત્યારે લોકો એ દુવિધામાં છે કે મહાશિવરાત્રિ 13 ફેબ્રુઆરીએ મનાવવી કે પછી 14 ફેબ્રુઆરીએ. આવા સ્થિતિમાં શું કરવું જોઈએ તેનો જવાબ ધર્મસિંધુ નામના જ્યોતિષના એક ગ્રંથમાં આપવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘જો બીજા દિવસે રાતના મધ્યભાગમાં થોડાક જ સમય માટે ચૌદશ હોય અને તેના આગલા દિવસે પૂર્ણ દિવસ દરમિયાન હોય તો પહેલા દિવસે જ વ્રત કરવું જોઈએ.’

5/7ભારતના મોટાભગાના વિસ્તારોમાં 13મીએ જ મહાશિવરાત્રિ
જે ભારતના મોટાભાગના શહેરોમાં 13 ફેબ્રુઆરીના રોજ વધુ સમય માટે છે. ત્યારે શાસ્ત્રાનુસાર ઉજ્જૈન, મુંબઈ, કર્ણાટક, તામિલનાડુ, નાગપુર, ચંડીગઢ, ગુજરાતમાં 13 ફેબ્રુઆરીના રોજ જ મહાશિવરાત્રિ ઉજવવામાં આવશે.

6/7પૂર્વના રાજ્યોમાં 14મીએ ઉજવાશે મહાશિવરાત્રિ
આવું એટલા માટે કે અહીં 13 તારીખે જ ચૌદશ તિથિ નિશિથકાળ(રાત્રિનો મધ્યભાગ) દરમિયાન રહે છે. તો ભારતના પૂર્વ રાજ્યો કે જ્યાં સ્થાનિક સમય તફાવતના ભેદના કારણે ચૌદશ 14 ફેબ્રુઆરીએ મધ્યરાત્રે 12.47 વાગ્યે પૂર્ણ થાય છે ત્યાં 14 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી મનાવવામાં આવશે.

7/7આ મહાસંયોગ આપે છે અદભૂત ફળ
શાસ્ત્રોમાં કહેવાયું છે કે મહાશિવરાત્રિનું વ્રત જો મંગળવાર, રવિવાર અને શિવયોગમાં આવે તો આ વ્રત અતિશય શુભ માનવામાં આવે છે. ત્યારે જ્યાં 13 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ છે તેમના માટે આ વ્રત અતિશય શુભકારી રહેશે.

Source

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!