માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં આ રાશિઓના પર મહાલક્ષ્મી દેવી કરશે કૃપા, પૈસાની તકલીફો થશે દૂર

0

હાલના સમયમાં દરેક વ્યક્તિન સૌથી પહેલી જરૂરિયાત પૈસા છે, જો વ્યક્તિ પાસે પૈસા નથી તો એ કોઈ પણ કામ પૂરું કરી શકતા નથી. જો તમે કોઈ પણ કામ કરવા જાઓ છો તો તેમાં પૈસાની જરૂર હોય છે. એમ તો લોકો પૈસા કમાવવા માટે સખત મહેનત કરતા હોય છે, પણ ઘણીવાર જોવા મળ્યું છે કે આટલી મહેનત પછી પણ લોકો પર્યાપ્ત પૈસા કમાઈ શકતા નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આમ થવાનું કારણ ગ્રહોની બદલતી ચાલ પણ હોય છે. જેને કારણે લોકોની રાશિઓ પર અસર થાય છે, જેનાથી જીવન પ્રભાવિત થાય છે.

તો આજે એ રાશિઓ વિશે જાણીએ જેમના માટે માર્ચ મહિનાનું પહેલું અઠવાડિયું સારું સાબિત થશે, તેમના નસીબમાં લક્ષ્મીજી આવશે અને તેમની ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે.

મેષ રાશિ
મેષ રાશિના જાતકો પર મહાલક્ષ્મીની કૃપાથી રોજગારના પ્રયાસ સફળ થઇ શકે છે, તમારા જીવનમાં પ્રગતિ માટે ઘણા રસ્તાઓ મળશે. અચાનક પ્રવાસે જવાની યોજના બનશે જે તમારા માટે ફાયદેમંદ સાબિત થશે. ઘર-જમીન ખરીદવાના અવસર આવશે, નોકરી-ધંધામાં સન્માન મળશે અને ઘર-પરિવારમાં મહત્વ વધશે.

સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો પર મહાલક્ષ્મીની કૃપાથી અચાનક ભારે ધનલાભ થવાના યોગ છે. બેરોજગારીને રોજગાર મળશે. કામથી પ્રવાસે જવું પડી શકે છે જે તમારા માટે ફાયદેમંદ સાબિત થશે. નોકરીમાં તમારું મહત્વ વધશે અને કોઈ મોટી સમસ્યાનું નિવારણ થશે, જેના લીધે મન પ્રસન્ન રહેશે, અને મિત્રોને મળવાનું થશે.

કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો પર મહાલક્ષ્મીની કૃપાથી પ્રવાસ દરમ્યાન સારો લાભ થશે, શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. નોકરીમાં પ્રમોશનના યોગ છે, કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો અને તમારા કામમાં ઈચ્છા અનુસાર સફળતા મળશે. ઘર પરિવારનો સહયોગ મળશે. લગ્નજીવન સુખેથી વ્યતીત થશે.

કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોને મહાલક્ષ્મીની કૃપાથી સરકારી કાર્યોમાં આવતી સમસ્યાઓ દૂર થશે, કોર્ટ-કચેરીના મામલે નિર્ણય તમારા હકમાં આવી શકે છે. અધૂરા કર્યો પૂરા થશે, નોકરીના ક્ષેત્રમાં તમને લાભ થશે, રચનાત્મક કાર્યોમાં વૃદ્ધિ થશે. તમે વ્યવહારમાં બદલાવ કરશો તો ફાયદો વધશે.

ચાલો જાણીએ બાકીની રાશિનો કેવો રહેશે સમય 

વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકોએ આવનાર સમયમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે, ખાસ કરીને વિદ્યાર્થીઓને ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં પરેશાની થશે. ઘરમાં માંગલિક કાર્યનું આયોજન થવાની સંભાવના છે. કાર્યસ્થળ પર નવો અવસર હાથ લાગશે. ઘરમાં ખુશીઓ બની રહેશે.

મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોનો આવનારો સમય સામાન્ય રહેશે. તમને તમારી સખત મહેનતનું પરિણામ મળશે, પરંતુ જો તમે કોઈ પ્રવાસે જાઓ તો તમે તમારા સામાનની સંભાળ રાખશો નહીં તો ચોરી થવાની શક્યતા છે. કોઈ ગેરસમજને કારણે વિવાદ ઉભો થઇ શકે છે. તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખવી જરૂરી છે.

કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોને આવનાર સમયમાં વધુ પ્રયત્ન કરવાની જરૂર પડી શકે છે, તો જ તમારું કાર્ય સફળ થશે. સામાજિક કાર્યમાંથી કંઈક નવો અનુભવ મેળવી શકો છો. તમે નવી નોકરી શરૂ કરવા માટે પ્રારંભ કરી શકો છો. રોકાણની તકો આવે તો પરિવારના સભ્યોની સલાહ જરૂર લેવી. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

તુલા રાશિ
તુલા રાશિના જાતકોએ આવનારા સમયમાં તેમના ખર્ચને નિયંત્રિત કરવાની જરૂર છે, નહિ તો તમારે પૈસા ઉધાર લેવા પડી શકે છે. કોઈપણ પ્રકારના વાદ-વિવાદથી દૂર રહો, કામના સ્થળે મોટી સમસ્યા આવી શકે છે જેના કારણે તમે ખૂબ ચિંતિત થઇ શકો છો, કૌટુંબિક તણાવ રહેશે.

વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે આવનારી સમય માધ્યમ ફળદાયી રહેશે. તમે તમારા બાકી રહેલા કામો સફળતાપૂર્વક પૂરા કરી શકો છો. તમારે અચાનક પ્રવાસ કરવાની જરૂર પડી શકે છે, પરંતુ મુસાફરી દરમિયાન તમે તમારા સ્વાસ્થ્યની કાળજી લેતા રહેજો. જે લોકો કાર્યસ્થળે સાથે કામ કરે છે તેઓનો સંપૂર્ણ ટેકો મળશે.

ધન રાશિ
ધન રાશિવાળા લોકોને જીવનસાથી સાથે વિવાદ થવાની સંભાવના બની શકે છે. કામના સ્થળે વધારે પડતા કામના કારણે થાકી અનુભવી શકાય છે. તમારી બધી કિંમતી વસ્તુઓને સાચવીને રાખો. તમારા નાણાકીય પ્રયાસો સફળ થઈ શકે છે. કાર્ય વ્યવસ્થામાં સુધારો થશે, તમે પૈસા મેળવવા માટે કેટલાક સારા રસ્તાઓ મળશે પરંતુ નવા કામની શરૂઆત ટાળજો.

મકર રાશિ
મકર રાશિના લોકો માટે આવનારો સમય ઠીકઠાક રહેશે. શારીરિક સમસ્યાઓમાંથી રાહત મળશે. તમને કાર્યસ્થળમાં વધુ કામ રહેશે, અને કોઈ વ્યક્તિ સાથે વાદ-વિવાદ થવાની સંભાવના છે. કોર્ટ કચેરીના મામલાથી દૂર રહો. પૂજાપાઠમાં મન લાગશે અને વ્યવસાયમાં ભાગીદારોનો સંપૂર્ણ સહકાર મળશે.

મીન રાશિ
મીન રાશિના લોકોએ ભવિષ્યમાં તેમના તમામ કાર્યને વિવેકબુદ્ધિ સાથે કરવા પડશે. વ્યવસાય તમારા માટે સંતોષકારક રહેશે. તમે ઉત્સાહ સાથે તમારું કાર્ય કરી શકશો, પરંતુ કોઈ પણ વ્યક્તિ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરશો નહીં. લગ્નજીવન સારું રહેશે, મિત્રો સાથે ફરવાની યોજના બની શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here