મહાદેવજીની ભસ્મ આરતી કેમ કરવામાં આવે છે? શું તમે જાણો છો એ હકીકત, સાથે સાથે બીજી રસપ્રદ માહિતી…

0

મહાદેવની ભસ્મ આરતી બહુ ખાસ હોય છે. ભગવાન શંકર દેવોના દેવ કહેવાય છે. ભગવાન શંકરની પૂજા માટે ભસ્મ બહુ વિશેષ અને તેમની પ્રિય સામગ્રી છે. ભગવાન શંકરને ભસ્મ ચઢાવવા માટેની પૌરાણિક કથાઓમાં કહેવામાં આવે છે કે જયારે દેવી સતીએ પોતાના શરીરનો ત્યાગ કર્યો અને ભગવાન શંકર તેમના દેહને પોતાના હાથમાં લઈને માતા સતીના વિયોગમાં ફરતા હતા ત્યારે ભગવાન વિષ્ણુ દ્વારા દેવીના શરીરને છિન્નભિન્ન કરી દેવામાં આવે છે અને જ્યાં જ્યાં દેવી સતીના અંગ પડે છે ત્યાં આજે પણ માતા સતીના શક્તિપીઠ સ્થાપિત છે.

ભગવાનને દેવી સતીના શરીરને ભસ્મમાં પરિવર્તિત કરે છે અને ભગવાન શંકરના શરીર પર લગાવી આપે છે જેને ભગવાન શિવ દેવી સતીની આખરી નિશાની માનીને પોતાના શરીર પર લગાવી લીધી. એ ભસ્મને લઈને એવું પણ કહેવામાં આવે છે કે જે રીતે ભગવાન શંકર વિનાશ અને મૃત્યુના દેવતા છે, વિશ્વની મોહ અને માયાનો ત્યાગ કરવાનો સંદેશ આપે છે અને જીવનમાં અંતે તો બધું રાખ જ થઇ જવાનું છે એવો સંદેશ આપે છે. ભગવાન શંકર વિશ્વંશ અને વિનાશના દેવતા છે અને રાખ પણ એક પ્રકારના વિનાશની એટલે કે અંત દર્શાવે છે, એટલે તેમની ભસ્મ આરતી કરવામાં આવે છે.

શરીર પર ભસ્મ લપેટવાનો એક અર્થ એ પણ છે કે જીવનમાં કોઈએ પણ ઘમંડ કરવો જોઈએ નહિ કારણકે એક દિવસ તો બધું જ ભસ્મ થઇ જવાનું છે. શિવજીના પૂજન દરમિયાન તેમને ભસ્મ અર્પિત કરવાનું વિશેષ મહત્વ છે. બાર જ્યોતિર્લિંગમાંથી એક ઉજ્જૈનમાં આવેલ મહાકાલેશ્વર મંદિરમાં દરરોજ વિશેષ રૂપે ભસ્મની આરતી કરવામાં આવે છે. ભસ્મ આરતી એક રહસ્યમયી, અસ્વાભાવિક અને અસામન્ય અનુષ્ઠાન છે અને પુરા વિશ્વમાં ફક્ત ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં જ કરવામાં આવે છે. જ્યોતિર્લીંગ એટલે કે એ જગ્યા જ્યાં ભગવાન શિવે જાતે લિંગ સ્થાપિત કરી હતી.

શિવપુરાણ અનુસાર સૃષ્ટિનો સાર ભસ્મ છે. એક દિવસ આખું વિશ્વ રાખના સ્વરૂપમાં પરિવર્તિત થઇ જશે. આ સૃષ્ટિનો સાર ભસ્મ એટલે કે રાખને શિવજીએ હંમેશા ધારણ કરેલ છે. આનો અર્થ એ જ થાય ચ્જે કે એક દિવસ સંપૂર્ણ વિશ્વ શિવમાં વિલીન થઇ જશે. વાત એમ છે કે મહાકાલની આરતી ભસ્મથી થવા પાછળ એવી માન્યતા છે કે મહાકાલ સ્મશાનના સાધક છે અને અહિયાં તેમનો શૃંગાર અને આભુષણ છે. અને અહિયાં દરરોજ સવારે જગાડવાની આ વિધિ છે. એટલા માટે ભસ્મ આરતી સવારે ૪ વાગે થતી હોય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here