આ 5 ગામ ને કારણે થયું હતું મહાભારત નું યુદ્ધ ,હવે આવો છે એમનો હાલ

આ પાંચ ગામ ને કારણે થયું હતું મહાભારત નું યુદ્ધ ,હવે આવો છે એમનો હાલ એમને કારણે અટકી શકતું હતું યુદ્ધ લાલચ , સ્ત્રી નું અપમાન ,જેવી ઘણી વસ્તુઓ નો પરિણામ હતું મહાભારત નું યુદ્ધ. જમીન અને રાજ્ય નો બટવારો પણ આ કારણો માનું એક હતું.

જમીન ની લાલચ માં કૌરવો એ ઘણા ષડ્યંત્રો રચ્યા. પાંડવો ને મારવા ના પ્રયાસો પણ કર્યા. અને ભરી સભા માં એનમી કુળવધુ દ્રૌપદી નું ચીરહરણ કરી અને અપમાનિત પણ કરી. એના પછી પણ યુધિષ્ઠિર યુદ્ધ નહતા ઇચ્છતા , કારણકે કે એ જાણતા હતા યુદ્ધ થી એના બધા વંશજો બરબાદ થઈ જશે.

એટલે તેમણે પાંચ ગામ ન બદલે યુદ્ધ ન કરવા નો પ્રસ્તાવ રાખ્યો. જો દુર્યોધન આ પ્રસ્તાવ નો સ્વીકાર કરી લેત તો ઇતિહાસ નું સૌથી મોટું યુદ્ધ અટકી જાત.

અંતે શું છે આખો કિસ્સો ? કયા કયા હતા એ 5 ગામો ? આજે એ ક્યાં છે ?આવો જાણીએ. શ્રીકૃષ્ણ લઈ ને ગયા હતા પ્રસ્તાવ યુધિષ્ઠિર ના નિવેદન પર સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ ,પાંડવો તરફ થી શાંતિદુત બની ને કૌરવો પાસે ગયા હતા.

હસ્તિનાપુર પહોંચ્યા પછી શશ્રીકૃષ્ણ એ પાંડવો નો સંદેશ આપતા કહ્યું કે કૌરવો એમને માત્ર પાંચ ગામો પ્રદાન કરી દે તો નહીં થાય યુદ્ધ.

દુર્યોધન એ કર્યું ઇનકાર પાંડવો નો પ્રસ્તાવ સાંભળી ને ધૂતરાષ્ટ્ર એમનો સ્વીકાર કરવા ઇચ્છતા હતા પણ, દુર્યોધન એ એમના પિતા ને ભડકાવતા કહ્યું કે આ એમની ચાલ છે. એ જાણે છે કે એ લોકો આપણી વિશાળ સેના સામે ક્ષણભર પણ નહીં ટકી શકે એટલા માટે આ ચાલ રમે છે. યુવરાજ બની શકતા હતા.  દુર્યોધન શ્રીકૃષ્ણ એ દુર્યોધન ને ફરી સમજાવતા કહ્યું કે પાંડવો યુદ્ધ થી નથી ડરતા બસ એ લોકો કુળ નો નાશ થતા નથી જોઈ શકતા.

જો પાંડવો ને અડધું રાજ્ય સોંપી દો તો યુદ્ધ અટકી શકે છે. સાથે જ પાંડવો દુર્યોધન ને યુવરાજ તરીકે સ્વીકારી લેશે. ન માની કોઈ ની વાત. ધૃતરાષ્ટ્ર, ભીષ્મ પિતામહ, ગુરુદ્રોણ બધાએ દુર્યોધનને સમજાવવા ની ઘણી કોશિશ કરી. ત્યાંસુધી કે ગંધારીએ પણ દુર્યોધનને પાંડવો નો પ્રસ્તાવ સ્વીકાર કરવાની વિનંતી કરી, પરંતુ હઠી દુર્યોધને કોઈ ની વાત ન માની. પરિણામ સ્વરૂપ યુદ્ધ માં પૂરા કૌરવ વંશ નો નાશ થઈ ગયો. આ હતા મહાભારત ના તે રોમાંચક કિસ્સા, જેમાં પાંચ ગામો નો ઉલ્લેખ કર્યો હતો. ચાલો હવે તમને બતાવીએ ક્યા હતા તે પાંચ ગામો અને આજે કયા નામ થી ઓળખાય છે.

પહેલુ ગામ – ઇન્દ્રપ્રસ્થ

મહાભારતમાં ઇન્દ્રપ્રસ્થ ને શ્રીપત ના નામ થી જણાવ્યુ છે. જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે મતભેદ થવા લાગ્યા હતા, ત્યારે ધૃતરાષ્ટ્ર એ યમુના કિનારે સ્થિત ખાંડવપ્રસ્થ ક્ષેત્ર પાંડવો ને આપી ને, રાજ્ય થી અલગ કરી દીધા હતા. તે જગ્યા પર દરેક બાજુ જંગલ જ જંગલ હતા. ત્યારે પાંડવો એ રાવણ ના સસરા અને મહાન શિલ્પકાર માયાસુર ને ત્યાં મહેલ બનાવવા વિનંતી કરી. પાંડવો ના કહેવા પર માયાસુરે ત્યાં સુંદર નગરી બનાવી અને તે જગ્યા નુ નામ ઇન્દ્રપ્રસ્થ રાખ્યુ. આજે દિલ્હી નો દક્ષિણ એરિયો મહાભારત કાળ નુ ઇન્દ્રપ્રસ્થ માનવામાં આવે છે.

બીજુ ગામ – વ્યાઘર્પ્રસ્થ

વ્યાઘર્પ્રસ્થ એટલે વાઘો ને રહેવાની જગ્યા. મહાભારત કાળ નુ વ્યાઘર્પ્રસ્થ આજે બાગપત કહેવાય છે. મોગલકાળ થી તે જગ્યા ને બાગપત ના નામ થી ઓળખાય છે. આજે તે જગ્યા ઉત્તરપ્રદેશમાં છે. કહેવાય છે કે આ જગ્યા પર દુર્યોધને પાંડવો ને મરાવવા માટે લાક્ષાગૃહ નુ નિર્માણ કરાવ્યુ હતુ.

ત્રીજુ ગામ – સ્વર્ણપ્રસ્થ ।

સ્વર્ણપ્રસ્થ નો મતલબ છે ‘સોના નુ શહેર’. મહાભારત નુ સ્વર્ણપ્રસ્થ આજે સોનીપથ ના નામ થી ઓળખાય છે. આજે તે હરિયાણા નુ એક પ્રસસિદ્ધ શહેર છે. સમય ની સાથે તેનુ નામ પહેલા ‘સોનપ્રસ્થ’ થયુ અને પછી સોનીપત.

ચોથુ ગામ – પાંડુપ્રસ્થ

હરિયાણા નુ પાનીપત મહાભારત ના સમયે પાંડુપ્રસ્થ તરીકે ઓળખાતુ. કુરુક્ષેત્ર, જ્યાં મહાભારત નુ યુદ્ધ લડાયુ હતુ, પાનીપત પાસે જ સ્થિત છે. નવી દિલ્હી થી લગભગ 90 કિલોમીટર દૂર સ્થિત આ જગ્યા ને ‘સિટી ઓફ વીબર’ એટલે કે ‘બુનકરો નુ શહેર’ તરીકે ઓળખાય છે.

પાંચમું ગામ – તિલપ્રસ્થ

મહાભારત કાળ માં તિલપ્રસ્થ ના નામ થી પ્રસિદ્ધ આ જગ્યા આજે તિલપત બની ગઇ છે. તે હરિયાણા ના ફરીદાબાદ જિલ્લા માં સ્થિત એક કસબો છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!