રોજ મગફળી ખાવી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, આંખો ફાટી જ રહી જશે 9 ફાયદાઓ વાંચીને …

0

મગફળીમાં આયર્ન, કેલ્શિયમ, જિંક, અને પ્રોટીનનો સ્ત્રોત વિપુલ પ્રમાણમાં રહેલો છે. જે શારીરિક વૃદ્ધિ માટે ખૂબ જરૂરી છે. જો તમે કોઈ કારણસર દૂધ નથી પીતા તો તમારા માટે મગફળી ખાવી જ બેસ્ટ રહેશે.

મગફળી એ શિયાળાની સૌથી લોકપ્રિય વસ્તુ છે. મગફળીમાં શરીરને હેલ્ધી રાખવા માટેનું રાઝ છુપાયેલુ છે. મગફળીને ગરીબોની બદામ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમકે મગફળીમાં એ બધા જ ગુણ રહેલા છે જે બદામમાં રહેલાં છે.
મગફળીની એની પોતાની જ અલગ મીઠાસ છે. પરંતુ ખૂબ ઓછા લોકોને ખ્યાલ છે કે આ મગફળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક અને ફાયદેમંદ છે. મોટાભાગનાં લોકો મગફળીને ખાલી સ્વાદ માટે જ ખાતાં હોય છે. પરંતુ મગફળી ખાવાના ફાયદાઓ આજે જાણશો તો તમારી આંખો ખુલ્લી જ રહેશે.આ ઉપરાંત મગફળી ખાવાથી શરીરમાં શક્તિ પણ મળે છે. આમાં વિટામિન ઈ અને વિટામીન બીનો સ્ત્રોત ભરપૂર પ્રમાણમાં રહેલો છે

1. મગફળીમાં રહેલાં તત્વો પેટ સંબંધી બીમારીમાં રાહત અપાવે છે. તેમજ આના નિયમિત સેવનથી કફની સમસ્યામાં સુધારો પણ થાય છે ધીરે ધીરે મટી પણ જાય છે.

2. મગફળી ખાવાથી શરીરમાં શક્તિ તો મળે જ છે સાથે સાથે પાચનક્રિયાને પણ વધારે મજબૂત બનાવે છે.

3. ગર્ભવતી મહિલાઓ માટે મગફળી ખાવી ખૂબ જ અસરકારક છે. એનાથી ગર્ભમાં બાળકનો વિકાસ વધારે સારી રીતે થઈ શકે છે.

4. ઓમેગા 6 થી ભરપૂર મગફાલી ત્વચાને કોમળ બનાવી ત્વચાની નમી જાળવી રાખવામા મદદ કરે છે. ઘણા લોકો તો મગફળીનો ઉપયોગ ફેસપેક તરીકે પણ કરે છે.5. મગફળી ખાવાથી હૃદય સંબંધી બીમારીઑ ઓછી થાય છે.

6. મગફળીના નિયમિત સેવનથી લોહીની ખામી દૂર થાય છે.

7. વધતી ઉમરને અટકાવવા માટે મગફળીનું સેવન કરવામાં આવે છે. મગફળીમાં રહેલું એન્ટિ ઓક્સિડંટ એ વધતી ઉમરને તો રોકી જ રાખે છે સાથે સાથે ચહેરા પર કરચલીઓ પણ થવા નથી દેતું.

8. આમાં કેલ્શિયમ અને વિટામિન ડીની માત્રા વધારે પ્રમાણમાં હોવાથી હાડકાને મજબૂત કરે છે.

9. મગફળી ઉધરસમાં પણ અસરકારક છે. સાથે સાથે ફેફસાને પણ મજબૂત કરે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here