‘માધુરી ને અન્ય પણ કોઈ મળી શકતું હતું તો પછી મેરિડ ‘સંજુ’ જ કેમ, સાળીએ કર્યો આ મોટો ખુલાસો…

0

રાજકુમાર હીરાનીએ સંજય દત્તની કહાનીને પોતાના તરીકાથી સ્ક્રીન પર ઉતારી અને તે કામિયાબ પણ બન્યા છે. દર્શકો ને ‘સંજુ’ ખુબ જ પસંદમાં આવી રહી છે. ફિલ્મે પાંચ દિવસ માં જ 167 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મમાં સંજયની કહાનીના અમુક પાના છુપાવવામાં આવ્યા હતા તો અમુક બતાવામાં આવ્યા હતા.
90 ના દશકમાં સંજય દત્ત અને માધુરી દીક્ષિતનું અફેઇર ખુબ ચર્ચામાં ચાલ્યું હતું જેને આ ફિલ્મમાં બતાવામાં નથી આવ્યું. જાણકારી અનુસાર માધુરીએ ખુદ સંજય ને ફોન કરીને કહ્યું હતું કે ફિલ્મમાં પોતાની સાથે જોડાયેલી એક પણ બાબત દર્શાવામાં ન આવે. માટે ફિલ્મમાં માધુરીને લઈને એક પણ સીન ન હતો.
પણ માધુરી અને સંજયનો પ્રેમ કોઈથી છુપાયેલો નથી. તેની લવ સ્ટોરી સાથે જોડાયેલા અમુક કિસ્સાઓ તો તમે જાણતા જ હશો પણ આજે એક અન્ય કિસ્સો અમે તમારા માટે લઈને આવ્યા છીએ જેમાં સંજય દત્તની સાળી એના શર્મા ને માધુરીને લઈને મોટો ખુલાસો કર્યો છે.
સંજયે 1987 માં રિચા શર્મા સાથે લગ્ન કર્યા હતા. રિચાએ સંજય માટે પોતાનું ફિલ્મી કેરિયર પણ છોડી દીધું હતું. પણ બંનેની લવ સ્ટોરીમાં બ્રેક લાગી ગઈ જયારે રિચાને કેન્સર થયું હતું. રિચા પોતાનો ઈલાજ કરવા માટે 3 વર્ષ માટે યુએસ ચાલી ગઈ હતી.
જયારે તે ફરી આવી તો તેને સંજયના અફેઈર વિશેની જાણ થઇ. રિચા આ વાત જાણીને અંદરથી ખુબ જ તૂટી ગઈ હતી. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ”હું ઇચ્છતી હતી કે સંજય મારા જીવનમાં ફરી આવી જાય, અમે બંને ઘણા સમયથી એક-બીજાથી અલગ રહી રહ્યા છીએ”.
‘મેં સંજય ને પૂછ્યું કે તે મારી પાસે થી તલાક ઈચ્છે છે તો તેણે ના કહ્યું હતું, હું પણ તલાક ઇચ્છતી ન હતી. બસ હું તેને મારા જીવનમાં ફરી લાવવા માંગતી હતી. હું તેને ખુબ જ પ્રેમ કરું છું,અને હું હંમેશા તેની સાથે ઉભી રહીશ’.જયારે એક ઇન્ટરવ્યૂમાં સંજય દત્ત ની સાળી એ પોતાની બહેનના લગ્ન તૂટયા પછી માધુરીને જવાબદાર ગણાવી હતી. તેઓએ કહ્યું હતું કે,”માધુરીમા બિલકુલ પણ ઇન્સાનિયત નથી. માધુરીને કોઈ અન્ય પણ મળી શકતું હતું, તો એક એવા યુવકને શા માટે પસંદ કર્યા જે એક પહેલાથી જ મેરિડ હતા”.”મને ખબર છે કે બંને સારા મિત્રો છે. માધુરી, તેની બહેન અને ભાઈ અમારા ઘરે પણ આવી ચુક્યા છે. અમે સંજયને ક્યારેય આ વાતથી રોક્યા નથી. પણ હવે જે કઈ થઇ રહ્યું છે તે યોગ્ય નથી”.Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here