મધુબાલા ની સુંદરતા જોઈ ને પાગલ થઈ ગયો હતો આ ડોન, મધુબાલા ન મળી તો શોધી કાઢી એની હમશકલ….

બૉલીવુડ ની દુનિયા ચમક ધમક થી ભરેલ હોય છે,એના વિશે લગભગ બધા જાણે છે. આ દુનિયા ની ચમક ધમક જોઈ ને ઘણી વખત લોકો એની તરફ આકર્ષિત થઇ જાય છે. ત્યાં ની ચમક ફક્ત સામાન્ય માણસો ને જ નહીં પરંતુ અંડરવર્લ્ડ ડોન ને પણ એની તરફ આકર્ષિત કરી ચુકી છે. જી હા બૉલીવુડ અને અંડરવર્લ્ડ નો ખુબ જૂનો સંબંધ છે. બૉલીવુડ ખૂબસૂરતી ની આગળ અંડરવર્લ્ડ ડોન એ એનું દિલ ખોઈ નાખ્યું. જો કે એમાં થોડા સફળતા મળી જ્યારે કોઈ એ આવી જ રીતે સંતોષ કરવો પડ્યો. આજે પણ ઘાયલ છે લોકો મધુબાલા ની ખૂબસૂરતી ઉપર.જેમ આ દુનિયા માં બધા લોકો એક જેવા નથી હોતા ,ઠીક એવી જ રીતે બધા ડોન પણ એક જેવા નથી હોતા.
આજે અમે તમને એક એવા જ અનોખા ડોન વિસે જણાવવા જઇ રહ્યા છીએ, જેને એક અભિનેત્રી સાથે પ્રેમ થઈ ગયો હતો. એ બૉલીવુડ અભિનેત્રી ની ખૂબસૂરતી પર એટલી હદ સુધી પાગલ થઈ ગયો હતો કે એ અભિનેત્રી ના ન મળવા પર એની હમશકલ ગોતી ને લાવ્યો. બૉલીવુડ અભિનેત્રી મધુબાલા ની ખૂબસૂરતી વિસે કોઈ ને કાઈ જણાવવા ની જરૂર નથી. મધુબાલા ની ખૂબસૂરતી થી લોકો આજે પણ ઘાયલ છે.

પાગલો ની જેમ દિવાનો હતો હાજી મસ્તાન.મધુબાલા એ આ દુનિયા ને માત્ર 36 વર્ષ ની ઉંમર માં છોડી ને ચાલ્યી ગઈ. એમની ખૂબસૂરતી ની તુલના આજે પણ કરવા માં આવે છે. મધુબાલા આટલી ખુબસુરત હતી કે એ સમય એ એના ઘણા દિવાના હતા. એમાં નો જ એક હતો અંડરવર્લ્ડ નો ડોન હાજી મસ્તાન. હાજી મસ્તાન વિસે કેહવા માં આવે છે એને મધુબાલા પ્રત્યે એક તરફ નો પ્રેમ હતો.ફક્ત એટલું જ નહીં હાજી મસ્તાન મધુબાલા માટે પાગલો ની જેમ દિવાનો હતો . હાજી મસ્તાન ની દીવાનગી એ હદ સુધી હતી કે એ એની સાથે લગ્ન કરી ને એની બનાવવા ઇચ્છતો હતો.

પેહલી વખત જોઈ હતી એની પ્રોડક્શન હાઉસ ની ફિલ્મ માં.જો કે હાજી મસ્તાન મધુબાલા પાસે એનો પ્રેમ નો ઇઝહાર કરે એ પેહલા જ મધુબાલા આ દુનિયા ને છોડી ને ચાલ્યી ગઈ. મધુબાલા ની મૃત્યુ પછી હાજી મસ્તાન ને ઘણો ઊંડો ધક્કો લાગ્યો હતો. એમને એ સમય ની મધુબાલા ની હમશકલ અને સ્ટ્રગલિંગ એક્ટ્રેસ સોના સાથે લગ્ન કરી લીધા. જ્યારે ફિલ્મો માં સોના ની એન્ટ્રી થઈ તો એક ક્ષણ સુધી બધા ને એમ થયું કે મધુબાલા પાછી આવી ગઈ. બંને ના મોઢા જ નહીં પરંતુ હાવભાવ પણ એક જેવા જ હતા. હાજી મસ્તાન એ સોના ને પેહલી વખત એના પ્રોડક્શન હાઉસ ની એક ફિલ્મ માં જોઈ હતી. એ સમય એ જ એને સોના થી પ્રેમ થઈ ગયો અને એની સાથે લગ્ન કરવા નો નિર્ણય લઈ લીધો હતો.

હાજી મસ્તાન ના મૃત્યુ પછી શરૂ થઈ ગયા સોના ના ખરાબ દિવસો.હાજી મસ્તાન એ સોના સાથે લગ્ન કરવા નો નિર્ણય કરી લીધા બાદ , એ લગ્ન નો પ્રસ્તાવ લઈ અને સોના ના ઘરે પંહોચ્યો. ત્યાં એની મા સાથે વાત કરી. સોના ને હાજી મસ્તાન નો પ્રસ્તાવ પસંદ આવ્યો અને એને લગ્ન માટે હા કહી દીધી. જો કે હાજી મસ્તાન પહેલે થી જ પરણેલ હતો પણ એનો અસર સોના અને હાજી ના સંબંધ પર ક્યારેય પડ્યો નહતો . લગ્ન ના થોડા વર્ષો પછી હાજી મસ્તાન ની મૃત્યુ થઈ ગઈ.એ પછી સોના ના ખરાબ દિવસો શરૂ થઈ ગયા. સોના ના આટલા ખરાબ દિવસો આવી ગયા કે એ બે સમય ની રોટલી મેળવવા પણ બેહાલ હતી. હાજી મસ્તાન ની મૃત્યુ પછી એનો પરિવાર સોના ની જાન નો દુશ્મન બની ગયો હતો.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!