દરરોજ કરો મધ નું સેવન અને મેળવો તેના જોરદાર ફાયદાઓ, એક વાર વાંચશો તો રોજ ખાસો

મધ હંમેશા થી રસોઈ માં ઉપયોગ થતો એક સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થ છે, આ સાથે તે એક મહત્વપૂર્ણ ઔષધિ ના રૂપ માં પણ ઉપયોગી છે. આખી દુનિયા માં આપણાં પૂર્વજો મધ ના લાભ થી સારી રીતે પરિચિત છે. એક ઔષધિ ના રૂપ માં તેનો સૌથી પહેલો ઉપયોગ સુમેરી માટી ની ટેબલેટો માં મળે છે. જે 4000 વર્ષ જૂના છે. લગભગ 30 વી સદી માં સુમેરી ચિકિત્સા માં મધ નો ઉપયોગ જોવા મળે છે. ભારત માં મધ સિધ્ધ અને આયુર્વેદ ચિકિત્સા નું મહત્વપૂર્ણ અંગ છે. આજે ચિકિત્સા સમુદાય મધ પર ઘણી શોધો કરે છે, જે આપણાં પૂર્વજો એ કરેલ પ્રયોગો ની તપાસ કરી તેને પુષ્ટ કરે છે. ચાલો તો તેમાથી થોડાક ફાયદા વિશે જાણીશું.

મધ લોહી માટે ખૂબ સારું છે.મધ નો ઉપયોગ જુદી-જુદી રીતે કરવા થી તેનો અલગ-અલગ ફાયદા થાય છે. જો મધ ને થોડા ગરમ પાણી સાથે પીવા માં આવે તો તે લોહી ની લાલ કોશિકાઓ ની સંખ્યા માટે લાભદાયક છે. મધ અને ગરમ પાણી નું મિશ્રણ લોહી માં હિમોગ્લોબિન નું સ્તર વધારે છે, જેનાથી એનીમિયા અને લોહી ની ઉણપ માં લાભ થાય છે. મધ લોહી ની ઑક્સીજન લઈ જવા ની ક્ષમતા ને વધારી તેની સમસ્યાઓ ને ઓછી કરે છે. આ રીતે મધ એ લોહી ની કોશિકાને ઑક્સીજન પહોચાડતું હોવાથી સ્ત્રીઓ માં એનીમિયા ની તકલીફ પુરુષો કરતાં વધુ હોય છે. આથી મહિલાઓ એ મધ નું સેવન કરવું ખૂબ લાભદાયક છે.

પાચન શક્તિ
મધ ની અંદર વિપુલ પ્રમાણ માં ફાઈબર રહેલો છે, જે શરીર ની ડાઈજેશન સિસ્ટમ ને બરાબર કરે છે. જે લોકો ની પાચન શક્તિ ખરાબ હોય તેમણે દરરોજ જમ્યા પછી એક ચમચી મધ ખાવું જોઈએ.

કબજીયાતકબજીયાત ની તકલીફ હોય તો તેઓ એ દરરોજ રાતે સૂતા પહેલા થોડા ગરમ પાણી માં મધ ભેળવી ને પીવું. જેનાથી સવાર સુધી માં પેટ સાફ થઈ જાય છે.

ઇન્ફેકશનમધ ની અંદર એન્ટિ બેકટરીયલ ગુણ હોય છે, જે શરીર ને કોઈપણ પ્રકાર ના ઇન્ફેકશન થી દૂર રાખે છે. આથી મધ નું સેવન એ શરીર ના સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે.

બ્લડ પ્રેશરમધ ની અંદર એન્ટિ-ઓક્સિડેંટ ગુણ રહેલા છે. જે શરીર માં બ્લડ પ્રેશર ને સંતુલિત રાખે છે. દરરોજ પાણી માં એક ચમચી મધ ભેળવી ને પીવા થી બીપી ની સમસ્યા થતી નથી.

એનર્જીજ્યારે પણ શરીર માં કમજોરી જેવુ અનુભવ થાય, ત્યારે એક ગ્લાસ થોડા ગરમ પાણી માં એક ચમચી મધ ભેળવી ને પીવું. કારણ કે મધ માં વિટામિન સી હોય છે જે શરીર ને એનર્જી પ્રદાન કરે છે.

શ્વાસ ની દુર્ગંધ

મધ ની અંદર એન્ટિ-બેકટરીયલ ગુણ હોવા ના કારણે તે હંમેશા શ્વાસ ને તાજી રાખે છે અને મોઢા ની અન્ય બીમારીઓ ને પણ દૂર કરે છે.

વજન ઓછું કરે છેથોડા ગરમ પાણી માં મધ ભેળવી ને તેનું દરરોજ સેવન કરવું. જેનાથી શરીર ના મૈટાબોલિજ્મ તેજ થાય છે. અને શરીર નું વજન ઓછું કરવા માં મદદ મળે છે.

ચામડી ને ચમકદાર કરે છેપાણી ની અંદર લીંબુ નો રસ અને મધ ભેળવી ને પીવા થી ત્વચા ખૂબ જ હાઈડ્રેટ થાય છે અને તેનાથી ત્વચા માં નિખાર પણ આવે છે. ચામડી ની ચમક પણ વધે છે.

ઇમ્યુનિટી

મધ નું સેવન કરવા થી શરીર ની રોગ પ્રતિકારક ક્ષમતા ખૂબ વધે છે અને તેના થી શરીર ને ઘણા પ્રકાર ની બીમારીઓ સામે રક્ષણ મળે છે. શરીર થી બીમારી પણ દૂર રહે છે.

હાર્ટ (હ્રદય) પ્રોબ્લેમ

દરરોજ થોડા ગરમ પાણી માં મધ ભેળવી ને પીવા થી કોલેસ્ટ્રોલ કંટ્રોલ માં રહે છે. જેનાથી હ્રદય સ્વસ્થ રહે છે અને હાર્ટ એટેક થવા ની સંભાવના પણ ઓછી થઈ જાય છે.

આમ મધ નો ઉપયોગ દરેક ઘર માં થાય છે. મધ ના સેવન થી શરીર ને ઘણા પ્રકાર ના ફાયદા થાય છે. દરરોજ સવારે ગરમ પાણી માં મધ ભેળવી ખાલી પેટે પીવા થી વજન ઓછું થાય છે. આ ઉપરાંત મધ માં રહેલ ન્યુટ્રિએંટ્સ શરીર ને ઘણી બીમારીઓ થી બચાવે છે. આ છે મધ ના ખૂબ જ ફાયદાકારક પ્રયોગો જેના પ્રયોગ થી શરીર ને ઘણો આરામ મળે છે.

લેખન. સંકલન : માધવી આશરા ‘ખત્રી’

મિત્રો, આપ સૌને આ કેવો લાગ્યો  ? કોમેન્ટમાં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ

 

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!