લસણ અને મધનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં કરવામાં આવે જ છે અને તેના ફાયદા પણ આપણે બધા લગભગ મોટાભાગના લોકો જાણતા જ હશે. મધના એન્ટી બાયોટીક અને એન્ટી બેક્ટીરીયલ ગુણો અને લસણમાં રહેલ એલીસીન અને ફાયબરને કારણે આપણને ઘણાબધા પોષકતત્વો મળે છે, પણ શું તમે જાણો છો કે જો આ બંનેને સાથે મેળવીને ખાવામાં આવે તો એ આપણા સ્વાસ્થ્યને બહુ જ ફાયદો આપે છે.
મધમાં ડુબાડીને રાખેલ લસણનું સેવન કરવાથી તમે ઘણીબધી બીમારીઓથી બચી શકો છો. આ એક પ્રકારનું સુપર ફૂડ છે જે એન્ટીબાયોટીકની જેમ કામ કરે છે અને શરીરને ડિટોક્સ કરીને દરેક ઇન્ફેકશનનો નાશ કરે છે. સાથે જ એ તમારી ઇમ્યુનિટી સીસ્ટમને મજબુત પણ કરે છે. જો તમે સતત ૭ દિવસ સુધી મધમાં ડુબાડી રાખેલ લસણ ખાસો તો થોડા જ દિવસમાં તેનો ફાયદો જોવા મળશે. આવો તમને જણાવીએ કે કેવીરીતે આ મિશ્રણ બનાવવામાં આવે છે અને તેનું સેવન કેવીરીતે કરવું વાંચો સાથે તેના ફાયદા પણ.
આ મિશ્રણ બનાવવાની સરળ રીત :
૨થિ ૩ મોટી લસણની કળીઓ લઈને તેને હળવેથી દબાવી લો, પછી તેમાં શુદ્ધ મધ ઉમેરો, થોડીવાર માટે આ મિશ્રણને એમ જ રહેવા દો જેથી લસણમાં પૂરી રીતે મધ ભળી જાય. આ મિશ્રણને સવારે ખાલી પેટે લેવાનું રહેશે. આ પ્રક્રિયા તમારે સતત સાત દિવસ કરવાની રહેશે.
મધમાં ડુબાડેલ લસણ ખાવાના ફાયદા,
મધમાં ડૂબેલ લસણમાં ભરપુર માત્રામાં એવા તત્વો મળે છે જેનું સેવન કરવાથી શરીરને ગરમી મળે છે. આને કારણે તમને શરદી અને ઉધરસ જેવી સમસ્યાથી છુટકારો મળી જશે. આ મિશ્રણને આરોગવાથી શરદી અને ઉધરસની સાથે સાથે સાઈનસ જેવી તકલીફ પણ ઓછી થઇ જશે.
મધ અને લસણના મિશ્રણને આરોગવાથી વજન પણ ઘટે છે. સાથે સાથે તમને સ્થૂળતાથી પણ છુટકારો મળશે. આ બંનેમાં એન્ટીબેક્ટીરીયલ ગુણો હોય છે જે ફંગલ ઇન્ફેકશનને દુર કરે છે. જો તમને વારંવાર ડાયરિયાની તકલીફ છે તો આ પેસ્ટનું સેવન કરવું એ તમારી માટે લાભદાયી રહેશે. આ મિશ્રણને આરોગવાથી તમારું પાચનતંત્ર નિયમિત થઇ જશે. તમને ક્યારેય પેટની કોઈપણ તકલીફ નહિ થાય.
આ પેસ્ટમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ મળે છે. આના સેવનથી તમને ગળામાં થયેલ તકલીફ અને ગળાનો સોજો ઓછો થઇ જશે અને તમને આરામ મળશે. લસણ અને મધની પેસ્ટ એ તમારા હ્રદય માટે પણ ઘણો ફાયદાકારક છે. આના સેવનથી તમારા હૃદયની ધમનીઓમાં જમા થયેલ ફેટ બહાર નીકળી જશે. જેનાથી બ્લડ સર્ક્યુલેશન સરળતાથી થાય છે, જે તમારા હૃદય માટે ફાયદાકારક છે.
આ બંને વસ્તુઓ મિક્ષ કરીને ખાવાથી કોલેસ્ટ્રોલ પણ ઘટે છે અને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત થાય છે, લસણ અને મધનું મિશ્રણ ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તમને અનેક બીમારીઓથી બચાવે છે. આ એક પ્રાકૃતિક ડીટોક્સ છે. આને ખાવાથી શરીર અંદરથી સાફ થઇ જાય છે, જેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. આમાં રહેલ ફોસ્ફરસ એ દાંતને પણ મજબુત બનાવે છે. દાંત સાથે જોડાયેલ કોઈપણ સમસ્યા દુર કરી દેશે. લસણ અને મધમાં રહેલ ગુણ એ કેન્સરના દર્દીઓને પણ સારા કરી શકે છે, આ મિશ્રણ આરોગવાથી કેન્સરનું જોખમ પણ ઘટી જાય છે.
તો રાહ કોની જુઓ છો આટલા બધા ફાયદા છે આટલી બધી બીમારીઓથી તમારું રક્ષણ કરે છે તો આજે જ બનાવો અને કાલથી જ સેવન શરુ કરી દો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks
