માછીમારને મળ્યો આ દુનિયાનો સૌથી મોટો ‘પથ્થર’ રાતોરાત અબજોપતિ બની ગયો – અહેવાલ વાંચો…

0

તમે અત્યાર સુધી ઘણા પ્રકાર ના મોતીઓ ને જોયા હશે પણ શું તમે ક્યારેય દુનિયાનું સૌથી મોટું મોતી જોયું છે. ફિલિપાઈન્સ માં અત્યાર સુધી નું સૌથી મોટુ અને વિશાળ મોતી મળ્યું છે. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર માં લગભગ 10 કરોડ ડોલર(670 કરોડ રૂપિયા) જણાવામાં આવી રહી છે.ફિલિપાઈન્સ ના પાલાવાન દ્વીપ ના એક માછીમાર ને 10 વર્ષ પહેલા આ બેશકિંમતી મોતી મળ્યું હતું. પણ તે સમયે તેઓએ એક સામાન્ય ચીજ સમજી ને મૂકી દીધી હતી. આ મોતી 2.2 ફૂટ લાંબો અને 34 કિલો નો છે અને તે 6.4 કિલો વજનના ‘પર્લ ઓફ અલ્લાહ’ થી અનેક ગણો મોટો છે. પર્લ ઓફ અલ્લાહ અત્યાર સુધીનું સૌથી મોટું મોતી હતું જેની કિંમત 4 કરોડ ડોલર(260 કરોડ રૂપિયા) છે.એક વાર તે માછીમારે આ મોતી ને એક ફિલિપાઈન્સ ના એક ટુરિસ્ટ ઓફિસર ને દેખાડ્યું, તેના પછી તેના રહસ્ય થી પળદો ઉઠી ગયો છે. હવે ફિલિપાઈન્સ ના અધિકારી ઉમ્મીદ કરી રહ્યા છે કે આ વિસ્તારમાં મોતી રાખવાથી વધુ માત્રા માં ટુરિસ્ટ તેને જોવા માટે આવશે. એક રિપોર્ટ ના આધારે, તે દુનિયા નું સૌથી મોટું મોતી થઇ શકે છે. તેના પહેલા રેકોર્ડ બનાવનારૂ મોતી થી તે પાંચ ગણું મોટું છે.

2006 માં હોળી ની નીચે મળ્યું:

2006 માં એક દિવસ સમુદ્ર તટ પર એક માછીમાર ને હોળી નીચે કઈક અટકેલું જણાયું. તેને જાણ થઇ કે લંગર ની નીચે એક વિશાળકાય મોતી ફસાયેલું છે. તે આ મોતી ને પોતાની ઘરે લઇ આવ્યો. જો કે, તેને મોતી વિશે કઈ ખાસ જાણકારી ન હતી. તેણે તેને એક ભાગ્યશાળી પથ્થર સમજી ને પોતાના બેડ નીચે મૂકી દીધો હતો.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!