ઘણી બધી ગર્લફ્રેન્ડ હોવા છતાંય કેમ ન થયા સલમાનના લગ્ન? પિતા સલીમ ખાને કર્યો હતો ખુલાસો -માં ની આ ભૂલને લીધે ન થઇ શક્યા સલમાન ના લગ્ન….

0

પિતા સલીમ ખાને વર્ષ 2009 માં સલમાન ના લગ્ન ન થવાનું અસલી કારણ જણાવ્યું હતું. સલીમ ખાને ફરાહ ખાન ના શો ‘તેરે મેરે બીચ મૈં’ માં આ વાત નો ખુલાસો કર્યો હતો.જેમાં સલમાન પોતાની માં સુશીલા ચરક ની સાથે પહોંચ્યા હતા.સલમાન ના પિતા અને બૉલીવુડ ના ઘણા યાદગાર ફિલ્મોના રાઇટર સલીમ ખાન એ પોતાનો 24 નવેમ્બર ના રોજ પોતાનો 83 મોં જન્મ દિવસ ઉજવ્યો હતો. સલીમે એક્ટર ના રૂપે તીસરી મંજિલ, સરહદી લુટેરા, દીવાના, વફાદાર જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
સલીમ ખાન એ જાવેદ અખ્તર ની સાથે શોલે, જંજીર, દીવાર જેવી 24 ફિલ્મો ની પટકથા પણ લખેલી હતી. સલીમ ખાને સુશીલા ચરક સાથે પહેલા લગ્ન કર્યા હતા. જયારે હેલેન સાથે તેમના બીજા લગ્ન છે. સુશીલા અને ચરક ના ત્રણ દીકરા છે સલમાન, અરબાઝ અને સોહેલ ખાન. જ્યારે એક દીકરી અલવીરા ખાન પણ છે.
ફરાહ ના શો માં સલીમ ખાન ને જયારે સલમાન ના લગ્ન પર સવાલ પૂછ્યો તો તેમણે મજાકના મૂડમાં કહી દીધું હતું કે-માતા ની ભૂલ ની સજા તેમના બાળકો એ ભોગવવી પડે છે’ સલીમ ખાન એ જણાવ્યું કે સલમાન ને પ્રેમ પોતાની કો-એક્ટ્રેસ સાથે થાય છે.
સલીમ કહે છે કે સલમાન પછી તે એક્ટ્રેસ માં પોતાની માં ને શોધે છે, જે ક્યારેય નથી મળતી. તેના જીવનમાં સમસ્યા પણ આજ કારણ ને લીધે આવી રહી છે કે પહેલા તો તેને હિરોઈન પસંદ માં આવી જાય છે પણ તેના પછી તે તેનામાં  પોતાની માં ની જલક ને શોધે છે.
સલીમ ખાન ના બીજા લગ્ન પછી એક ઇન્ટરવ્યૂ માં સુશીલા એ કહ્યું હતું કે આ લગ્ન ને લીધે તે ખુબ જ ડિપ્રેશન માં રહેવા લાગી હતી. જેને લીધે સલમાન, સોહેલ અને અરબાઝ હેલન સાથે વાત પણ કરતા ન હતા.
Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here