માં લક્ષ્મી નુ વાહન ઘુવડ આવી રીતે બનાવે છે માલામાલ….વાંચો ઘુવડ સાથે જોડાયેલી પ્રચલિત માન્યતાઓ

અત્યારના સમયમાં ઘુવડ પક્ષી ખુબ જ ઓછું જોવા મળે છે. માનવામાં આવે છે કે ઘુવડ ની આંખો માં જોવાથી વ્યક્તિ ના પગ જકડાઈ જાય છે. તે પોતાની જગ્યા પરથી હલી પણ નથી શકતો. માનવામાં આવે છે કે ઘુવડ માં મોહિત કરવાની અદ્દભુત કળા પણ હોય છે. અમુક લોકો તો તેની હરકતો થી ખુબ જ ડરી પણ જાતા હોય છે.જો કે ઘુવડ વિશે ની પ્રચલિત માન્યતા એ છે કે, ઘુવડ મૂર્ખતા નું પ્રતીક છે તે પુરી રીતે અલગ છે. ઘુવડ ધન ની દેવી લક્ષ્મી નું વાહન છે અને પ્રાચીન યુનાની કથાઓમાં તેને એક બુદ્ધિમાન પ્રાણી બતાવામાં આવ્યું છે. પ્રાચીન યુનાન ના ધર્મ ગ્રંથો માં ઉલ્લેખિત છે કે બુદ્ધિ ની દેવી, એથેન વિશે કહેવામાં આવે છે કે તે ઘુવડ નું રૂપ લઈને પૃથ્વી પર આવી હતી. ભારતીય સમાજમાં ભલે ઘુવડ ને અપશુકુન ના રૂપે જોવામાં આવે, પણ તંત્ર શાસ્ત્ર માં તો ઘુવડ વિશેષ મહત્વ રાખે છે. પ્રાચીન કાળમાં મોસમ નો હાલ જાણવા માટે પણ ઘુવડ નો ઉપીયોગ કરવામાં આવતો હતો.

હિન્દૂ માન્યતાઓ અનુસાર ગૌતમ ઋષિ એ તીર્થનગરી માં ઉલુક તંત્રનું સંરચન કર્યું હતું. તે કોઈપણ પ્રકારથી કોઈ માટે અશુભ નથી હોતા. જો કે આ અંધવિશ્વાસ સદીઓથી ફેલાવવામાં આવી રહ્યું છે કે ઘુવડ એક અનિષ્ટ પક્ષી છે.પૌરાણિક માન્યતાઓ પર વિસ્તારથી બ્લેક મેજીક કરનારા લોકો આ રીતે ઘુવડ ની બલી આપે છે. તે માને છે કે આવું કરવાથી ધનની દેવી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે, પણ જો કે તે સાચું નથી. આ પ્રકારની કોઈપણ બલી માં લક્ષ્મી પ્રસન્ન નથી થાતી.

ઘુવડ સાથે જોડાયેલી પ્રચલિત માન્યતાઓ:

1. સવારે પૂર્વ દિશામાં વૃક્ષ પર બેઠેલા ઘુવડ ને જોવા અથવા તો તેનો અવાજ સાંભળવાથી ધનની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિ અચાનક માલામાલ થઇ જાય છે.

2. જો રાતના સમયે ઘુવડ ચારપાઈ કે ખાટલા પર આવીને બેસી જાય, તો તે પરિવારમાં જલ્દી જ કોઈના લગ્ન થવાના છે.

3. કોઈ ગર્ભવતી મહિલા પ્રસવ માટે જવાના સમયે ઘુવડ ને જોઈ લે, તો તેઓને જુડવા બાળકો જન્મે છે.

4. જો ઘુવડ ઉડવાના સમયે કોઈ ગંભીર રોગી ને સ્પર્શ કરીને નીકડી જાય, તો તેનો અર્થ છે કે તે રોગી ખુબ જ જલ્દી જ ઠીક થઇ જાય છે.

ઘુવડ સાથે જોડાયેલા અંધવિશ્વાસ:

1. ઘુવડ ની સાથે-સાથે તેના પંજા, ખોપરી, હાડકા, પાંખો અને માંસ ની તાવીજો પણ બનાવામાં આવે છે.
2. શકુન શાસ્ત્ર ના અનુસાર જો ઘુવડ ઘરની છત પર બેસીને બોલે છે, તો તે ઘરમાં કોઈની પણ અસામયિક મૃત્યુ થાય છે.
3. ઘુવડ નું ડાબી બાજુ બોલવું અને જોવા મળવું શુભ રહે છે, જમણી બાજુ જોવું કે બોલવું અશુભ માનવામાં આવે છે.

4. જો કોઈના દરવાજા ઉપર ઘુવડ ત્રણ દિવસ સુધી લગાતાર રોતા રહે, તો તેઓના ઘરમાં ચોરી થવાની સંભાવના વધુ રહે છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!