માં બન્યા પછી કરીના કપૂર ખાન એ મેન્ટેન કર્યું છે ઝીરો ફિગર, અધધધ આટલા લાખની ડ્રેસ એ વધારી દીધી સુંદરતા…

0

બૉલીવુડ ની બેબો હાલના દિવસો માં પોતાના જબરદસ્ત ડ્રેસિંગ સેન્સ અને ફિટનેસ ને લઈને દરેક દિવસ ચર્ચા માં બની રહે છે. સોશિયલ મીડિયા પર તેનો એક લુક હટતો નથી કે બીજો લુક ટ્રેન્ડ કરવા લાગે છે, પણ દરેક લુક માં કરીના શાનદાર નજરમાં આવે છે. હાલમાં જ ડિજિટલ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થનારી ફિલ્મ ‘મોગલી’ ના પ્રીમિયર પર બોલ્ડ અંદાજ માં સ્પોટ થઇ હતી.
કરીના ની એન્ટ્રી ની સાથે જ તેમણે શો ની દરેક મહેફિલ લૂંટી લીધી હતી. દરેક કોઈની નજરો તેના પરથી હટતી ન હતી. આ દરમિયાન તેમને મૈટલિક ફ્રન્ટ સ્લિટ ટ્યુબ ડ્રેસ પહેરી રાખી હતી, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. તેણે આ ડ્રેસ ને એટલા ગ્રેસ ની સાથે કેરી કર્યું હતું કે તેને જોઈને એવું લાગી રહ્યું હતું કે આ ડ્રેસ માત્ર તેના માટે જ બની છે.ન્યૂડ લિપસ્ટિક અને સ્મોકી આંખો ની સાથે કરીના એ પોતાના લુક ને પૂર્ણ કર્યું હતું. ચપ્પલ ની વાત કરીયે તો તેમણે ડ્રેસ ની સાથે મેચિંગ હિલ્સ પહેરી રાખ્યા હતા. સોશિયલ મીડિયા પર કરીના ની આ તસ્વીરો ખુબ વાઇરલ થઇ રહી છે અને લોકોને તેનો આ લુક ખુબ જ પસંદ માં આવી રહ્યો છે.કરીના ની આ ડ્રેસ ફેમસ ડિઝાઈનર  mary katrantzou કલેક્શન માંથી છે. જેટલી સુંદર આ ડ્રેસ છે તેટલી જ તે મોંઘી કિંમત ની પણ છે. આ ડ્રેસ ની કિંમત $2790 એટલે કે 2 લાખ રૂપિયા છે. જણાવી દઈએ કે કરીના કપૂર એ ફિલ્મ ‘મોગલી:લીજેન્ડ ઓફ દ જંગલ’ માં પોતાનો અવાજ આપ્યો છે. તેમણે ‘કા’ ના કેરેક્ટર ને પોતાનો અવાજ આપ્યો છે.જણાવી દઈએ કે તેની પહેલા કરીના નો એક લુક સામે આવ્યો હતો જેના માટે તેને ખુબ જ ટ્રોલ કરવામાં આવી હતી. જેમાં તેમણે ઓવરસાઈજ રફલ શર્ટ ની સાથે થાઈ સ્લિટ ફિટ સ્કર્ટ પહેરી રાખ્યું હતું, જે મિસમેચ લાગી રહ્યું હતું. શર્ટ ની સાથે ગોલ્ડન સ્કર્ટ નું કોમ્બિનેશન થોડું વિચિત્ર લાગી રહ્યું હતું. જેને લીધે લોકોએ તેના આ લુક નો ખુબ જ મજાક પણ ઉડાવ્યો હતો.વધુ ફોટોસ 

જણાવી દઈએ કે રેડિયો શો પ્રસ્તુત કરતા ના રૂપ માં નવી શરૂઆત કરવા જઈ રહેલી કરીના કપૂર ખાન એ જણાવ્યું કે લોકો એ તેને કહ્યું હતું કે લગ્ન પછી તેનું કેરિયર પુરી રીતે ખતમ થઇ જાશે. સૈફ અલી સાથે ખુશહાલ જીવન વિતાવી રહેલી કરીના એ મંગળવાર ના રોજ ઇશ્ક 104.8 એફએમ પર ‘વટ વુમેન વોન્ટ વિદ કરીના કપૂર ખાન’ ની સાથે કદમ રાખ્યો હતો. એ પૂછવા પર કે એક મહિલા હોવાને લીધે તે પોતાના જીવનમાં શું ઈચ્છે છે, તો તેમણે કહ્યું કે, ”હું તેમાંની એક છું જે પોતાના દિલ નું સાંભળે છે. જયારે હું લગ્ન કરવા જઈ રહી હતી ત્યારે લોકોએ કહ્યું હતું કે લગ્ન ના કર તેનાથી તારું કેરિયર બરબાદ થઇ જાશે. કોઈપણ પ્રોડ્યુસર તને ફિલ્મ માં લેશે નહિ અને તને કોઈ જ કામ નહિ મળે”.  પણ કરીના એ કહ્યું કે,”લગ્ન પછી મારી પાસે એટલા કામ છે કે ઘણીવાર હું ખુદ કહું છું કે હું આટલું વધુ કામ કરવા નથી માગતી”. કરીના એ કહ્યું કે,” હું તેમાંની એક છું તે તેજ કરે છે જે ખુદ ને પસંદ હોય. હું એ નથી જોતી કે લોકો શું કહે છે. હું પહેલાની તુલનામાં હાલ વધુ કામ કરું છું. હું તેને યથાવત જ રાખીશ અને મને ઉમ્મીદ છે કે હું હંમેશા પોતાના દિલ નું જ સાંભળીશ અને હું પણ તે જ ઇચ્છુ છું”.

રેડિયો માં આવવા પર પૂછવા પર કરીના એ કહ્યું કે,”જયારે મારી પાસે ઇશ્ક 104.8 એફએમ નો પ્રસ્તાવ આવ્યો તો હું હેરાન જ રહી ગઈ હતી કેમ કે તેની પહેલા મેં રેડિયો શો માં કામ કર્યું ન હતું. હું ખુબ નર્વસ હતી, પણ મેં જયારે શો નો કોન્સેપ્ટ સાંભળ્યો તો મને લાગ્યું કે આવું કઈક કરવા માટે આ મારા માટે બેસ્ટ સમય છે”.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here