માં બન્યા પછી પહેલી વાર દીકરા ની સાથે નજરમાં આવી સાનિયા મિર્ઝા, દિલ જીતી લેશે 8 તસ્વીરો….

0

ભારતીય ટેનિસ ટિમ ની પ્લેયર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાન ના બલ્લેબાજ શોએબ મલિક હાલમાં જ માતા-પિતા બન્યા છે. સાનિયા એ 29 ઓકટોમ્બર એટલે કે આગળના મંગળવાર ના રોજ એક સ્વસ્થ દીકરા ને જન્મ આપ્યો છે.
જેના પછી બંન્ને દેશો માં ઉત્સાહ નો માહોલ જોવામાં આવ્યો છે. હવે માં બન્યા પછી સાનિયા પહેલી વાર પોતાના દીકરા ની સાથે નજરમાં આવી હતી.આ તસ્વીર હોસ્પિટલ ની છે. જ્યાં ‘ઇજાન મિર્ઝા મલિક’ પોતાની માં ના ખોળામાં નજરમાં આવી રહ્યા છે. આ તસ્વીર તે સમય ની છે જયારે ભારતીય ટેનિસ સુપરસ્ટાર હોસ્પિટલ થી ઘરે જઈ રહી હતી.
પતિ શોએબ મલિકે ખુદ આ વાતની જાણકારી ટ્વીટર દ્વારા ફેન્સ ને આપી હતી.
પિતા શોએબે લખ્યું કે,’ખુબ ઉત્સુકતા ની સાથે એ કહી રહ્યો છું કે, અમારે દીકરા નો જન્મ થયો છે. મારી સાનિયા હંમેશા ની જેમ અત્યારે પણ સ્ટ્રોંગ છે”. તસ્વીરો માં ખુબ જ ખુશ દેખાતી સાનિયા જલ્દી જ પોતાના કામ પર પાછી જાવા માગે છે. તેણે કહ્યું હતું કે તે 2020 ના ટોક્યો ઓલમ્પિક્સ માં રમવાનો પ્લાન કરી રહી છે.ગર્ભવતી થયા પછી પોતાના કામથી દુરી બનાવી ચુકેલી સાનિયા મોટાભાગે ચર્ચા માં બની રહે છે. ક્યારેય બેબી બમ્પ ની સાથે તેની ફોટો વાઇરલ થઇ જતી હતી તો ક્યારેય પતિ શોએબ ની સાથે સ્પોટ થતી હતી.
સાનિયા ના શ્રીમંત ની તસ્વીરો પણ મીડિયામાં વાઇરલ થઇ હતી.સાનિયાએ વર્ષ 2010 માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. સાનિયા અને શોએબ એ ગર્ભવતી હોવાની ખબર 23 એપ્રિલ 2018 ના રોજ સોશિયલ મીડિયા પર આપી હતી.  Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here