આજે વાંચો કચ્છની દેવી મા આશાપૂરાનો ભવ્ય ઇતિહાસ અને દંતકથા …વાંચો અને શેર કરો

0

કચ્છમાં આવેલ ભૂજા મથકથી આશરે એંસી કિલોમીટર દૂર માતાના મઢના નામે પ્રસિદ્ધ મા આશાપૂરા માતાજીનું સ્થાનક છે. જ્યાં હાલ પણ હજારો દર્શનાર્થીઓ પોતાની આસ્થા અને ભક્તિ સાથે દર્શન કરવા માટે આવી રહ્યા છે. આ આશાપૂરા માતાનો મઢનવરાત્રી દરમ્યાન તો હજારો લોકોની આસ્થા અને શ્ર્દ્ધાનું કેન્દ્ર બની ગયો છે. લોકો ગામોગામથી ચાલી ચાલીને માતાના દર્શન કરવા આવે છે.
એવું કહેવાય છે કે મંદિરની મુર્તિ સ્વયંભૂ છે. તેમજ લગભગ ચૌદમી સદીમાં આ મંદિર બનાવવામાં આવ્યું હતું. આશરે 600 વર્ષ પહેલા લાખો ફુલાની નામના રાજના રાજ દરબારના મંત્રીએ આ મંદિર બંધાવ્યું હતું , આ મંત્રીઓ પોતે વાણિયા હતા અને બે સગા ભાઈઓ હતા એક નું નામ અજ અને બીજાનું નામ કરડ. આ બને ભાઈઓને માતા આશાપૂરા પર ખૂબ શ્રદ્ધા હોવાથી લગભગ 14 સદીમાં જ આ જ્ગ્યાપર ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું. જે 1819મા આવેલ ભૂકંપમાં ખંડિત થયું ને ત્યારબાદ, કચ્છના જ સુંદર શિવજી અને વલ્લભજીએ આ મંદિર ફરી બંધાવ્યું ત્યારબાસ 2001 મા આવેલ ભૂકંપમા મંદિરનો ધૂમટ તૂટી જાય છે ને ફરી મંદિર બંધાવવામાં આવે છે, આમ જોત જોતામાં જ આ મંદિર અત્યારે વિશાળ પટાંગણમાં ઊભું છે, આ મદિર અઠાવન ફિટ લાંબુ વિશાળ છે. આ મંદિરમાં રહેલી મા આશાપૂરની મુર્તિ પૂરા છ ફિટ લાંબી અને પહોળી છે.
આ મંદિરમાં બિરાજમાન મા આશાપૂરા જમાનગરના જાડેજા ના કુળદેવી છે. આ મંદિરમાં હજી પણ રાજાશાહી જ જોવા મળે છે. આ મંદિરના મુખ્ય પૂજારી ને પણ રાજાબાવાથી જ ઓળખવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે જ્યારે કચ્છના રાજા મહારાજાઓ આ મદિરમાં દર્શને જતાં ત્યારે રજાઓ નીચે બેસતા ને અહીના રાજા બાવા તેમના સિંહાસન પર બેસતા. આજે પણ આ પ્રથા અકબંધ છે.
કચ્છના જ એક ફોજદાર ફતેહમામદે આ માતાના મઢમાં એકાવન વાતની ચાંદીની દીપમાળા ભેટ આપી છે, જેનું વજન આશરે બે કિલો જેટલું હશે.

તેમજ નવરાત્રીના નવ દિવસ અહીંયા પદપાત્રીઓથી મહેરામણ ઉમટી પડે છે. અનેક ભક્તો અહીંયા પોતાની મનોકામના પૂર્ણ થયે આખા ભારતભરમાંથી ચાલીને આવે છે.
આશા પૂરી કરનાર દેવીથી પ્રસિદ્ધ મા આશાપૂરાના દર્શને આવનાર યાત્રીઓને પણ કોઈ અડચણ ન આવે એટ્લે કચ્છીભાંડુઑ પણ ઠેર ઠેર ચેક સૂરજબારેથી માતાના મઢ સુધી ભક્તોની સેવા માટે ટેન્ટ લગાવવામાં આવે છે. જેમાં પદયાત્રીઓ વિસામો લઈ શકે છે. બીમાર થાય તો ઈલાજ પણ કરાવી શકે છે ને તેમના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. જેથી કોઈ પદયાત્રીને અડચણ ન પડે.

આમ દર વર્ષે આસો નવરાત્રિ દરમ્યાન માતાના મઢે બિરાજમાન મા આશાપૂરના દર્શને લાખો લોકો ઉમટી પડે છે. તેમજ આઠમના દિવસે ભવ્યયગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં કચ્છ અને જમાનગરના રાજવી પરિવારો મુખ્ય યજમાન પદે બિરાજે છે. અને તેમના હાથે જ માતાને જાતરનો ચઢાવો ચડે છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here