માં ના ઘરેણાં ચોરી કરવા વાળા ચોર ગેટ પર થી બહાર નીકળે ત્યાં જ બની જાય છે પથ્થર, વાંચો ઇતિહાસ

0

કુમારખંડ પ્રખંડમાં આવેલ લક્ષ્મીપુર સ્થિત માતા ચંડીસ્થાન મંદિરમાં જો કોઈપણ વ્યક્તિ સાચા માંથી પૂજા અર્ચના કરે છે તો તે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે. વર્ષો પહેલા ગામના લોકોએ મળીને આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિરના આંગણામાં માતા ચંડીના સેવક જેમાં બે સગા ભાઈએ બુધાય અને સુધાય અને આશારામ મહારાજની એક એક મૂર્તિ આવેલ છે. આ મંદિરમાં વિરાજિત માતા ચંડીની ખ્યાતી બહુ દુર દુર સુધી ફેલાયેલ છે. નવરાત્રીના દિવસોમાં અહિયાં લાખો ભક્તોની ભીડ જામે છે. માન્યતા છે કે આ મંદિરમાં સાચા મનથી અને શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે તો જે મિત્રો નિસંતાન છે તેમને પણ સંતાનની પ્રાપ્તિ થાય છે.

ખોદકામ દરમિયાન મળ્યો બરડ પદાર્થ, એ પદાર્થમાં આવવા લાગ્યો બદલાવ.

લક્ષ્મીપુરના રહેવાસી અમુક ઘરડા લોકો આ જગ્યા વિષે જણાવે છે કે જયારે આ જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે મજુરોને એક બરડ એટલે કે કડક પદાર્થ મળ્યો હતો એ લોકો તેને બહાર લાવવાનો પ્રયત્ન કરતા હતા પણ અચાનક એ પદાર્થ એ વસ્તુ એ તેની જાતે જ મોટી થવા લાગી હતી અને તે બહુ વિશાળ બની ગઈ હતી. ગામના લોકોએ આ વસ્તુને માતાનું સ્વરૂપ માનીને એમને એમ રહેવા દીધું હતું સાથે સાથે એ જ જગ્યાએ માતાનું મંદિર પણ બનાવી દીધું હતું. જયારે પણ ગામમાં કોઈ ગાય કે ભેસ એ દૂધ આપવાનું બંધ કરે કે પછી કોઈ માતાનું દૂધ બંધ થઇ ગયું હોય તો માતાની પૂજા કરવામાં આવે તો તેમને જરૂર ફાયદો મળે છે. માતાની પૂજા કરીને ભસ્મ લગાવવાથી અનેક બીમારીઓ પણ દુર ભાગે છે.

મંદિરના ગેટની બહાર આજે પણ પથ્થર સ્વરૂપે છે ચોર

ગામના અમુક ઘરડા લોકોનું કહેવું છે કે થોડા વર્ષો પહેલા મંદિરમાં ચોરી કરવાના ઈરાદાથી અમુક લોકો એ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. જયારે તેઓ ચોરી કરીને નીકળે છે ત્યારે મંદિરની બહાર આવતા જ તેમની આંખોમાં તેજ અજવાળું ચાલ્યું જાય છે તેના કારણે તેઓ દાગીના ત્યાં મુકીને જ બહાર ભાગવા જાય છે પણ બહાર આવતાની સાથે જ તેઓ પત્થર બની ગયા હતા. આજે પણ આ મંદિરના ગેટની સામે મોટા પત્થરના સ્વરૂપમાં આ ચોર રહેલ છે. એક વાત એવી પણ છે કે જયારે માતા સતીના શરીરને ૫૧ ભાગમાં કાપવામાં આવ્યું હતું ત્યારે તેમના શરીરનો કોઈ ભાગ એ આ જગ્યાએ પડ્યો હતો એટલા માટે જ અહિયાં આવેલ આ સ્થળનું નામ ચંડી પાડવામાં આવ્યું હતું.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here