લવનો ઓપ્શન “ક્રશ” આ વેલેન્ટાઈન એ જાણો તમારી જીંદગીના એક અનોખા સંબંધ વિશે. તમારી ડાયરીના છેલ્લાં પાનાં પર લખેલા એ નામ અને તમારા વચ્ચેના સંબંધ વિશે જાણો આ લેખમાં.

0

છેલ્લા પાને ચિતરેલું નામ(ક્રશ):

કદાચ ઉપરની લાઈન વાંચીને દરેકને પોતાના હૃદયનાં ખૂણામાં ધરબી રાખેલા એ નામને ફરી એકવાર ખોલીને જોઈ લીધુ હશે. પ્રેમમાં હોઈએ ત્યારે અથવા પ્રેમમાં હતા ત્યારે આપણાં સૌનું મનગમતું કામ આ જ હતું છેલ્લા પાનાંઓ પર આપણાં પ્રિય પાત્રનું નામ ચિતરવાનું અથવા તો એ નામ ને જ ઘૂંટ્યા કરવાનું. વર્ષના અંતે ભરાઈ ગયેલા અને કબાટના ખાનાઓમાં પડેલી એ ડાયરીઓના છેલ્લા પાનાંઓએએ એવા કેટલાંય નામોને પોતાની ઉપર સાચવીને રાખ્યા છે. આજેય એ નામ અને તેના માટેનો પ્રેમ એટલો જ અકબંધ છે.

ઈમાનદારીપૂર્વક સ્વીકારવાની વાત છે મિત્રો પરંતુ સત્ય તો એ જ છે કે જ્યારે જ્યારે માણસ માત્ર એ પ્રેમ કર્યો ત્યારે ત્યારે એણે એના પ્રિય પાત્રનું નામ કયાંકને કયાંક લખ્યું છે એ પછી ડાયરીનું છેલ્લું પાનું હોય, ઝાડની છાલ હોય કે ગુલાબનું ફૂલ હોય. હા, એ વાત પણ સાચી છે કે ડાયરીઓના પાનાંઓ પર લખાયેલા એ દરેક નામ લગ્નની કંકોત્રી કે વેડિંગકાર્ડ પર સાથે નથી પણ લખાયા દરેક પ્રેમ પોતાની મંજીલ નથી મેળવી શકતો અને કદાચ એટલે જ આજની પેઢીએ લવ કે પ્રેમનાં ઓપ્શનમાં એક બીજો શબ્દ નીકાળ્યો છે “ક્રશ”.

ક્રશ એટલે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ક્ષણભર માટે, થોડા કલાકો માટે, થોડા દિવસો માટે કે થોડા મહિનાઓ માટે થતું આકર્ષણ. પરંતુ વાંચકમિત્રો આ આકષર્ણનો સંબંધ કેટલો રસપ્રદ હોય છે એ વિચારવા જેવી વાત છે. સંબધોના બંધન વગરનો કોઈ પણ કારણો અને ખુલાસાઓ વગર એક વ્યક્તિ બસ આપણને ગમતી હોય છે. આપણને એ વ્યક્તિ ગમે છે એ વાતની જાણ કરવાની પણ આપણને ઈચ્છા નથી થતી. ના તો કોઈ કબુલાત કરવી હોય છે ના કોઈ પ્રકારની અપેક્ષા. આ સંબંધમાં કોઈ પણ પ્રકારના ટર્મ્સ એન્ડ કન્ડીશન્સ નથી હોતા એ વ્યક્તિ પર આપણું પોતાનું કોપીરાઈટ હોય છે. એ વ્યક્તિ સાથેનો આપણો પ્રેમ બિનશરતી હોય છે. એ વ્યક્તિને જોવાથી જ આપણો દિવસ બની જાય છે. આ સંબધની સૌથી સારી વાત એ હોય છે કે એ વ્યક્તિ આપણને જાણતી નથી હોતી અને એટલે જ કદાચ એ વ્યક્તિ પાસે આપણને દુઃખી કરવાનો અધિકાર પણ નથી હોતો. આ સંબંધ માત્ર સુખ જ આપે છે પછી એ ભલે થોડા સમયનું જ કેમ ન હોય.

આપણને બધાને દિવસ દરમિયાન અથવા તો કેટલીયવાર આવા ક્રશ થતા હોય છે અને સંબધોના લાંબા લિસ્ટમાં એક આ જ સંબધ હોય છે જેમાં ના તો કોઈ બંધન હોય છે ના તો કોઈ મુક્તિ, ના તો કોઈ અપેક્ષાએ હોય છે ના કોઈ સપનાઓને. સંબંધની આ એક એવી રમત છે જેમાં હ્દયની રેતી પર નામ લખી અને ભૂંસી દેવાનું હોય છે. આજની આ જનરેશન માટે પ્રેમનાં ઓપ્શનમાં રહેલો આ ક્રશનો સંબંધ વધુ મજબૂત અને વધુ રસપ્રદ હોય છે. કલ્પનાઓની દુનિયમાં જીવવાનો આ અનોખો સંબધ એટલે ક્રશ.

વેલેન્ટાઈન ડે આવી રહ્યો છે આમ તો પ્રેમનો કોઈ ચોક્કસ દિવસના હોય પણ લોકોના બનાવેલા આ દિવસે તમે પણ તમારા આવા કોઈ સ્પેશીયલ ક્રશને યાદ કરી આ દિવસને વધુ ખાસ બનાવો.

હું અને મારી વાતો, ખ્યાતિ ઠકકર
સફર

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here