આ 6 પાપોને કદી માફ નથી કરતા મહાદેવ, સુખી જીવનની કામના કરતા હોવ તો દૂર રહો આ બધાથી 

0

ત્રિદેવોમાં સર્વશ્રેષ્ઠ મહાદેવ છે, જેમની પૂજા આખું જગત કરે છે. ભગવાન શિવ જયારે પ્રસન્ન હોય છે ત્યારે તેઓ ભોલેનાથ હોય છે અને જો તે ગુસ્સે થાય તો વિનાશ આવે છે. તેથી જ વ્યક્તિએ હંમેશા એ જ કામ કરવું જોઈએ જે સાચા અર્થમાં સાચું કામ હોય અને જેમાં પાપ થોડું પણ ન હોય, નહીંતર મહાદેવ ક્યારેય માફ નથી કરતા. શાસ્ત્રોમાં કેટલીક વાતો જણાવવામાં આવી છે કે જે કામ પાપમાં ગણવામાં આવે છે અને તે કામ કરવાની મનાઈ હોય છે. મહાદેવ આ પાપોને કદી માફ કરતા નથી અને જો તમે મહાદેવના ક્રોધથી બચવા માંગતા હોવ તો આ પાપોને પોતાના જીવનમાં ન કરો. નહીં તો તમારા સુખી જીવનને નર્કમાં ફેરવાતા વાર નહિ લાગે. શિવ જેટલા ભોળા છે એટલા જ પ્રલયકારી પણ છે. દરેક વ્યક્તિને એક દાયરામાં રહેવું જોઈએ કે તેઓ કોઈ પાપ કરે નહીં, તેઓએ પોતાના પાપનું ફળ નુકસાનથી ભોગવવું પડે છે.

આ પાપોને મહાદેવ ક્યારેય નથી કરતા માફ

શિવ પુરાણમાં, કાર્ય, વાત-વ્યવહાર અને સમજી વિચારીને કરવામાં આવેલા પાપોનું વર્ણન છે, જે શિવ ક્યારેય માફ નથી કરતા. આવા વ્યક્તિ હંમેશા શિવના ક્રોધનો ભોગ બની જાય છે અને ક્યારેય પણ સુખી જીવન નથી જીવી શકતા. તમે મનમાં જે વિચારી રહ્યા છો તે ભગવાનથી છુપાતું નથી, એટલે ભલે તમે વાત કે વ્યવહારથી કોઈને નુકશાન ન પહોંચાડ્યું હોય, પરંતુ મનમાં કોઈના પ્રત્યે પણ ખરાબ ભાવના લાવ્યા હોય તો તેને પાપ જ ગણવામાં આવે છે. તો જાણીએ એક એવા કાયા પાપો છે જે ભગવાન શિવને પસંદ નથી અને પુરાણોમાં તે નિષેધ ગણાય છે.

1. બીજાના પતિ કે પત્ની પર કુદ્રષ્ટિ કરવી કે તેમને મેળવવાની ઈચ્છા રાખવી એ સૌથી મોટું પાપ છે, અને પુરાણોમાં તેને સૌથી ખરાબ કામ કહેવામાં આવ્યું છે.

2. બીજાનું ધન પ્રાપ્ત કરવું કે તેને પોતાનું બનાવવાની ઈચ્છા રાખવાવાળા પણ ભગવાન શિવની નજરમાં અક્ષમ્ય અને અપરાધિક હોય છે. બીજાના ધનને માટી સમાન જ ગણવું જોઈએ.

3. કોઈ પણ નિર્દોષ કે કમજોરને કષ્ટ આપવું, તેને નુકશાન પહોંચાડવું કે તેનું ધન લૂંટવું, તેના કામોમાં અડચણો લાવવાની યોજના બનાવવી કે આવા વિચારો રાખવાવાળા પણ ભગવાન શિવની નજરોમાં પાપી હોય છે અને તેને કદી માફી નથી મળતી.

4. સારી વાતો ભૂલીને ખરાબ રસ્તે ચાલવાવાળા પણ પાપના ભાગીદાર હોય છે અને તેઓ ભગવાન શિવ માફીને કાબિલ નથી સમજતા.

5. ક્યારેય પણ સ્ત્રી પાર કુદ્રષ્ટિ ન રાખવી જોઈએ કારણેક આવું ખરાબ કરવાવાળા ક્યારેય સાંસારિક ભોગ નથી મેળવી શકતા કે ધનથી પણ સંતુષ્ટ નથી રહી શકતા.

6. માતા-પિતાને નુકશાન પહોંચાડવાવાળા કે પછી તેમને તકલીફ આપવાવાળા માટે ભગવાન શિવની નજરમાં ક્યારેય ન કરવાનું પાપ હોય છે. આવું કરવું ભગવાનને દુઃખી કરવા બરાબર છે જે મનુષ્યએ ન કરવું જોઈએ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here