લંડન બાદ દુબઈ પહોંચી કિંજલ દવે, કીર્તિદાન-જીજ્ઞેશ કવિરાજ સાથે મચાવશે ધમાલ – જુવો બધા જ ફોટોસ

 

લંડનમાં પોતાના સૂરની ઝલક બતાવ્યા બાદ કિંજલ દવે કાર્યક્રમ માટે દુબઈ પહોંચી છે. દુબઈમાં 10 ઓગસ્ટે યોજાનાર ડાયરામાં કિંજલ દવે ઉપરાંત કીર્તિદાન ગઢવી અને જીજ્ઞેશ કવિરાજ પણ પરફોર્મ કરશે. લંડનમાં 5-6 ઓગસ્ટનો કાર્યક્રમ પૂર્ણ કર્યાં બાદ કિંજલે લંડનના પ્રખ્યાત સ્થળોએ મજા માણી હતી.

જીત શેઠ અને દેવાંગ શેઠ દ્વારા દુબઈના શેખ રસીદ ઓડિટોરિયમમાં આ ભવ્ય ‘ગુજરાતી લોક ડાયરા’નું આયોજન કરવામાં આવ્યું છે. દુબઈમાં પહેલી વાર ગુજરાતના ત્રણ પ્રખ્યાત ગાયક કલાકારો એક સાથે આ કાર્યક્રમમાં સૂરનો ઝલવો આપશે. ગુજરાતના ત્રણેય કલાકારો આ કાર્યક્રમમાં ભજન, લોકગીતની રમઝટ બોલાવી શ્રોતાઓને ડોલાવશે.

ગુજરાતમાં ‘ચાર ચાર બંગડી’ ગીતથી જાણીતી થયેલી કિંજલ દવે સાથે પિતા લલિત દવે અને ગીતકાર મનુ રબારી પણ વિદેશ પ્રવાસે છે.

 

 

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!