લોકોને 33 કોટી દેવી-દેવતાઓ પણ ઓછા પડ્યા, એટલે જ તો બનાવ્યા આ 9 સેલીબ્રીટીસના મંદિરો…

0

ભારતમાં ‘રાય’ અને ‘ચાઈ'(ચા)થી પણ એક બીજી વસ્તુ વધારે ચાલે છે. જે વસ્તુ છે ‘ધર્મ’, આપણે દરેક વસ્તુને ધર્મ સાથે જોડી દેતા હોઈએ છીએ. પછી તે ક્રિકેટ મેચ હોય કે પછી દિવાળીના ફટાકળા, આજે ખુબ ઓછી વસ્તુ બચી છે કે જેને આપણે ધર્મ સાથે જોડી ન હોય. થોડા સમયમાં કદાચ બાકી વધેલી વસ્તુને પણ ધર્મ સાથે જોડી દેવાશે.

‘ધર્મ’ છે તો પૂજવા માટે ભગવાનની પણ જરૂર પડે. આપણા ‘ધર્મ’ પ્રતિ આકર્ષણને સમજતા કુદરતે આપણને પૂજવા માટે 33 કરોડ દેવી-દેવતાઓ આપેલા છે, પણ આજના જમાના પ્રમાણે લાગે છે કે લોકોને પૂજવા માટે આ 33 કરોડ ભગવાન પણ ઓછા પડે છે. કદાચ એટલા માટેજ લોકોએ હવે પોલીટીશિયન, એક્ટર્સ અને ક્રિકેટરોના મંદિર બનાવ્યા છે અને તેમનું પૂજા પાઠ કરવાનું પણ શરુ કરી દીધું છે.

જો કે અમારો ઉદેશ્ય કોઈની આસ્થા પર સંદેહ કરવાનો નથી. તમે ખુદ પોતેજ આ મંદિરોને જુઓ અને જણાવો કે આવી રીતે સેલીબ્રીટીસનાં મંદિર બનાવવા ઉચિત છે કે નહિ?

1. સચિન તેંદુલકર:

સચિન તેંદુલકરે ક્રિકેટમાં આપેલા યોગદાનને લીધે તેને ક્રિકેટના ભગવાન માનવામાં આવે છે. પણ અમુક લોકોએ આ વાતને થોડીક વધારે પડતીજ સીરીયસ લઇ લીધી છે અને બિહારમાં સચિનનાં ગામમાં તેમનું મંદિર બંધાવવામાં આવ્યું છે.

2. મહાત્મા ગાંધી:

મહાત્મા ગાંધીએ દેશની આઝાદી માટે એક મહત્વ યોગદાન આપ્યું હતું. પ્રેમથી બધા તેમને બાપુ કહે છે. જાણકારી પ્રમાણે સમ્બલપુર, ઓડીસામાં તેમનું મંદિર બનાવવામાં આવ્યું છે. જ્યાં સવાર સાંજ બન્ને ટાઇમ આરતી પણ કરવામાં આવે છે.

3. સોનિયા ગાંધી:

ભલે જ દેશમાં કોંગ્રેસની હાલત ખરાબ ચાલી રહી હોય. પણ તેનાથી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનાં ફેમમાં કોઈ કમી નથી. આંધ્રપ્રદેશના કરીમનગરમાં સોનિયા ગાંધીનું પણ મંદિર બનાવવામાં આવ્યું છે. જેમાં ઇંદીરા ગાંધી, રાજીવ ગાંધી અને રાહુલ ગાંધીની તસ્વીરનો પણ સમાવેશ કરવામાં આવેલો છે.

4. નરેન્દ્ર મોદી:

ભારતના પ્રધાનમંત્રી મોદી જી નાં ભક્તોની સંખ્યા ખુબ વધુ છે. તેમના ભક્તો દ્વારા રાજકોટ, ગુજરાતમાં તેમનું મંદિર પણ બનાવવામાં આવેલું છે. ત્યાં પૂરી શ્રદ્ધાની સાથે મોદી જી ની પૂજા કરવામાં આવે છે.

5. અમિતાબ બચ્ચન:

સદીના મહાનાયક અમિતાબ બચ્ચન 75 વર્ષની ઉમરમાં પણ પળદા પર પોતાનો કમાલ બતાવી રહ્યા છે. અમિતાબ બચ્ચનનાં ફૈન્સને પણ ભાવુક થઈને સાઉથ કોલકતામાં તેમનું મંદિર બનાવેલું છે.

6. રજનીકાંત:

66 વર્ષનાં રજનીકાંત જેના જલવા એ સમયે બોલીવુડના ત્રણેય ખાનના પણ નથી. રજનીકાંતની ફિલ્મ જયારે રીલીઝ થાય છે તો તેના પોસ્ટરને દૂધથી નવળાવવામાં આવતું હતું, તેની પૂજા કરવામાં આવતી હતી. એવામાં રજનીકાંતનું મંદિર હોવું સ્વાભાવીક છે. રજનીકાંતનું મંદિર Kotilingeshwara, કર્ણાટકમાં બનાવવામાં આવ્યું છે.

7. MGR:

તમિલ એકટર, ડાયરેક્ટર અને તમિલનાડુ ના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય  MGR(મારુંદુર ગોપાલન રામચંદ્રન) ને પણ ચેન્નાઈમાં લોકો ખુબ માને છે. તેમનું Thirunindravoor, ચેન્નાઈમાં મંદિર બનાવેલું છે.

8. ખુશ્બુ:

સાઉથની આ મશુર એક્ટ્રેસ પણ એટલી ફેમસ છે કે તેના ફૈન્સને Thiruchirapalli, તમિલનાડુમાં મંદિર બનાવી રાખ્યું છે.

9. કરુણાનિધિ:

પાંચ વાર તમિલનાડુનાં મુખ્યમંત્રી બની ચુકેલા કરુણાનિધિએ ત્યાના લોકો ખુબજ માં સન્માન આપે છે. આજ કારણ છે કે તમિલનાડુની વેલ્લોર જીલ્લામાં તેમનું મંદિર બનાવેલું છે.

Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.