લોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી ખાન, જાણો કેટલો ખર્ચો કરે છે

0

સૈફ અલી ખાન અને અમૃતા સિંહ ની દીકરી સારા અલી ખાન પોતાની સુંદરતાની સાથે સાથે પોતાના સાદગી ભરેલા અંદાજ માટે પણ જાણવામાં આવે છે. સારા અભિષેક કપૂર ની ફિલ્મ ‘કેદારનાથ’ થી બૉલીવુડ માં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મ માં સારા ની સાથે સુશાંત સિંહ રાજપૂત પણ નજરમાં આવવાના છે.એ તો બધા જાણે જ છે કે સારા અલી ખાન સૈફ ની પહેલી પત્ની અમૃતા સિંહ ની દીકરી છે. આ હિસાબે સારા પટૌદી ખાનદાન ની વારસદાર પણ છે. સારા ઘણા હદ સુધી પોતાની માં અમૃતા સિંહ જેવી જ દેખાય છે. સારા અલી ખાન એ હાલમાં જ એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે તે ખુદ ને નવાબ કહેવું નહીં પણ ખુદને ફકીર કહેવું વધુ પસંદ કરે છે.
સારા એ કહ્યું કે,”મને મોંઘા કપડાનો બિલકુલ પણ શોખ નથી. હું હજાર રૂપિયા કરતા વધારે શોપિંગ ક્યારેય પણ નથી કરતી. મારી શોપિંગ દિલ્લી ના શંકર માર્કેટ થી થાય છે. હાલમાં જ હૈદરાબાદ ગઈ ત્યારે પોતાની માં ની સાથે મીના બજાર ગઈ હતી. મને એ સમજમાં નથી આવતું કે લોકો કપડા પર આટલા વધુ પૈસા ખર્ચ શા માટે કરે છે”.સારા કહે છે કે, ”મારા પેરેન્ટ્સ ના છૂટાછેડા થયાના 12-14 વર્ષ વીતી ચુક્યા છે. હું ત્યારથી મારી માં ની સાથે જ રહું છું. મારી સિંગલ માં એ મને અને ઇબ્રાહિમ ને ખુબ સારી રીતે સંભાળ્યા છે. તેણે અમને બિલકુલ પણ બગડવા દીધા ન હતા, તેમણે ક્યારેય પણ અમને એ વાત નો અનુભવ થવા ન દીધો કે અમે નવાબ ખાનદાન ના વારસદાર છીએ. તેમણે મને હંમેશા સિમ્પલ રહેવા માટેની જ સલાહ આપી છે.સારા કહે છે કે-”માટે મને અલગ-અલગ શહેરોમાં જાવું, લોકોને મળવું, વાતો કરવી, નાની-નાની દુકાનોમાં ચાલ્યું જાવું, ગલીઓમાં ફરવું આ બધા માં ખુબ મજા આવે છે. આ દરેક ચીજો ખુબ જ એન્જોય કરું છું. હું ઇચ્છુ છું કે મને લોકો અમૃતા સિંહ ની દીકરી ના સ્વરૂપે જ જાણે કેમ કે તેની અંદર ઘણી ખૂબીઓ છે”. Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here