વાંચો એક અદભૂત લવ સ્ટોરી, આ લવ બેલડી સમોસાને ટેસ્ટી બનાવનાર લીલી ચટણીના સ્વાદના કારણે બની શકી લવ બર્ડ….આવી સ્ટોરી તમે ક્યાંય નહી વાંચી હોય એની ગેરેંટી… !!

0

એ સમય એવો હતો કે હું કંઈ બોલ્યા વિના ની ત્યાં થી નીકળી ગઈ. ચૂપ ચાપ કોઈ ને કહ્યા વગર. બોલું પણ શું ?
ત્યાં ઉભેલ લોકો ને ન તો મારી જરૂર હતી અને ન તો મારી કદર હતી. હું ત્યાં ન રહું તો ભી એમને કશો ફરક નહતો પડતો એ સમયે મને પેલી સમોસા માં સાથે આવતી લીલી ચટણી જેવી ફિલીંગ આવતી હતી. જેનું સમોસા સાથે કાંઈ કામ જ નથી હોતું.

જગુ ભાઈ ની ફરસાણ ની દુકાન પાસે થી ચાલતા મને સમોસા ની સુગંધ આવી. મારા થી રહેવાયું નહીં એટલા માટે હું ત્યાં પહોંચી અને 1 પ્લેટ સમોસા નો ઓર્ડર આપ્યો.
ધગધગતા તેલ ની અંદર કાચા સમોસા નાખ્યા અને કાચા સમોસા ધીરે ધીરે કલર બદલતા ગયા અને સુગંધ છોડતા ગયા એ સુગંધ સાથે મને યાદ આવી એ લીલી ચટણી ની જે સમોસા સાથે જગુ ભાઈ આપે છે ,જે બિલકુલ વધારા ની , સમોસા ના સ્વાદ સામે ચટણી ની કાંઈ વેલ્યુ જ નહીં, એટલા માટે લોકો એ ચટણી ને ક્યારેય સમોસા સાથે ખાતા જ નહીં .

મારી સાથે પણ આજે તેવું જ થયું , સમોસુ એટલે રોહન અને લીલી ચટણી એટલે હું. એ વિચાર મને હેરાન કરતો હતો એટલા માટે મારા ખભે લટકતું બેગ મેં ખોળા માં લીધું અને એમાં થી ડાયરી કાઢી.
હું હંમેશા મારી સાથે ડાયરી રાખતી , જ્યારે કોઈ વાત મને પરેશાન કરે ત્યારે એ વાત ને હું તેમાં લખી નાખતી અને મારું મન હળવું થઈ જતું. આજે પણ મેં એમ જ કર્યું.
મેં ડાયરી માં લખવા નું શરૂ કર્યું.

વાત એમ છે કે હું અને રોહન એક જ કોલેજ માં એક જ ફિલ્ડ માં એક જ બેન્ચ પર એક સાથે બેસતા. ત્રણ વર્ષ કોલેજ ના ખૂબ સારી રીતે વીત્યા અને અમારા બંને ની લવસ્ટોરી ખૂબ જોશ માં ચાલી.

મને રોહન ની દરેક વાત ,દરેક આદત સાથે પ્રેમ અને તેને પણ મારી દરેક આદત સાથે. રોહન ની વાતો કરતા કરતા બીજે ધ્યાન પરોવવા ની આદત થી મને ચીડ ચઢતી પણ એ ક્યારેય મને એના થી દુર થવા જ ન દેતો.
અમે , કિંગ કવીન , લવ લવ , હી ઇઝ માઇન , શી ઇઝ માઇન એવા અનેક ટીશર્ટસ ખરીદી અને એક સાથે પહેરી આખા કોલેજ માં ફરતા. એક બીજા ને વાતે વાત પર ચેલેન્જ આપતા , અને એક વખત તો એ ચેલેન્જ ને ચાલતે રોહન એ મને આખા કોલેજ સામે ગોઠણ પર બેસી અને પ્રપોઝ કરી હતી.

અમે બંને એક બીજા માટે પરફેક્ટ છીએ,મતલબ કે હતા. પણ જેમ દરેક વસ્તુ ની એક એક્સપાઈરી ડેટ હોય એવી રીતે અમારા પ્રેમ ની પણ એ ડેટ આવી ગઈ.
કોલેજ પૂરું થયું .

રોહન અને મેં અમારી ફેમિલી ને બધી વાત જણાવવા નું નક્કી કર્યું, આમ તો મારી ફેમિલી ને લગભગ બધી વાત ની જાણ હતી જ તો ભી અમે ફોર્મલિટી કરી અને એમણે રોહન ને સ્વીકારી લીધો.
રોહન એ પણ તેની ફેમિલી સાથે વાત કરી અને તેની મોમ મને મળવા ઇચ્છતી હતી.એ દિવસે પેહલી વખત મારો અને રોહન નો નાનો ઝઘડો થયો.
વાત બીજી કાંઈ નહતી બસ રોહન એમ ઇચ્છતો હતો કે હું સાડી પહેરી અને તેની મમ્મી ને મળવા આવું , અને મારું કામ થોડું મન મોજીલા જેવું.

મારુ કહેવું બસ આટલું હતું કે જો હું એવી છોકરી છું જ નહીં જે જીવનભર સાડી પહેરી અને જીવી શકે તો હું મારી પેહલી ઇમ્પ્રેશન શા માટે એવી પાડું.

અને એ સમયે રોહન એ જે વાત કહી હતી એ મને ખૂંચી આવી હતી પણ ખુશી નો મોકો હતો એટલે મેં ઓવર રીએક્ટ ન કર્યું.એને અંતે સમાધાન પર આવી મેં ડ્રેસ પહેર્યો અને હું રોહન ની મમ્મી ને મળવા પહોંચી.એ વાત નાની જ હતી બસ હું અને એ બંને ઝુકવા નહતા માંગતા.
મારી પેન હજુ એ ફુલસ્ટોપ પર અટકેલ હતી પણ મારી આંખો ડાયરી ના એ પેજ પર થી હટી ગઈ હતી , હું રોહન ની યાદો માં ખોવાઈ ગઈ હતી.
ત્યાં જ મારી આંખો સામે સમોસા ની પ્લેટ આવી અને તેને પકડેલ એ અઢારેક વર્ષ નો છોકરો બોલ્યો , “બેન ડાયરી હટાવો એટલે પ્લેટ મુકું.”

હું અચાનક થયેલ એ વાક્ય થી થોડી થોથવાઈ , અને મેં આમ તેમ કરી ડાયરી બંધ કરી પણ પેન મારા હાથ માં જ રહી ગઈ. એ સમોસા ની પ્લેટ મૂકી અને ચાલ્યો ગયો.

અને મેં પેન અંદર મુકવા ડાયરી ફરી ખોલવા ની બદલે તે ડાયરી ની ઉપર જ પેન બંધ કરી અને રાખી દીધી.

મારી સામે સમોસા ની એ પ્લેટ પડી હતી અને તેની પાસે લીલી ચટણી. હું થોડી ક્ષણો સુધી એ લીલી ચટણી સામે જોતી રહી.
ત્યાં જ મારી પાછળ ના ટેબલ પર થી અવાજ આવ્યો , “લીલી ચટણી વિના આ સમોસા અધૂરા છે નહીં ?”
હું અચાનક પાછળ ફરી.એને મારી સામે સ્માઇલ કરી. મેં આંખો ઝીણી કરી અને એ માણસ ના ચેહરા સામે જોવા લાગી.એ ફરી હસ્યો અને બોલ્યો , “શું જુએ છે ?”

“આ ચેહરો ઓળખીતો છે કંઈક.” હું વગર વિચાર્યે બોલી પડી.”ઓળખીતો જ હોય ને, સ્કૂલ ના બે વર્ષ તારી પાછળ બેસી ને જ વિતાવ્યા હતા.” એ ફરી એક સ્માઇલ સાથે બોલ્યો.
એની એ સ્માઇલ અને એ સ્માઇલ સાથે જ તેના ગાલ પર પડતા એ ડિમ્પલ જે આછી દાઢી ને કારણે ઝાંખા દેખાતા હતા તેના પર મેં ફોકસ કર્યો.
“સ્કૂલ ના બે વર્ષ મારી પાછળ બેસતો.” હું વિચાર કરતા ગણગણી.”ઓહ અવિનાશ…” હું જોર થી બોલી પડી.

“ઓળખી ગઈ હો બાકી.” એ તેની જગ્યા પર થી ઉભો થતા બોલ્યો.હું પણ ઉભી થઇ એને ગળે મળી અને બોલો , “કેમ ન ઓળખું , મારું હોમવર્ક હંમેશા તો તું જ કરી આપતો અને મારા કારણકે કેટલી વખત તને પનીશમેન્ટ મળી હશે.” હું જૂની બધી વાતો બોલતી રહી અને તે જૂની વાતો યાદ કરતો થોડો શરમાયો.

“બેસી ને વાત કરીએ.” મને વચ્ચે ટોકતા બોલ્યો.મેં એક સ્માઇલ સાથે હામી ભરી અને અમે બંને બેઠા . હું કંઈ બોલું એ પેહલા એ બોલી પડ્યો , ” તો એ વાત કઈ હતી ?”

પેહલી જ વખત આ પ્રશ્ન સાંભળી મને કંઈ સમજાયું નહીં , કઈ વાત વિસે આ વાત કરે છે , બસ એ જ વિચારતી હતી હું , મારા ચેહરા પર ની કન્સ્યુઝન ની લકીર જોઈ એ સમજી ગયો એ અને તેને તેની આંખ મારી પાસે પડેલ ડાયરી તરફ કરી, અને ઈશારા વડે મને સમજાવ્યું.હું હજુ કન્ફ્યુઝ હતી , મતલબ કે મેં જે ડાયરી માં લખ્યું એ અવિનાશ એ વાંચી લીધું ? હું મારા મન માં બોલી અને જાણે તેને સાંભળી ન લીધું હોય તેમ એ તુરંત બોલી પડયો , ” હા મેં વાંચી લીધું , સોરી , પણ શું કરું ?

તું તારી ડાયરી માં લખવા માં આટલી બીઝી હતી અને આટલી પરોવાઈ ને લખતી હતી કે મારા થી રહેવાયું નહીં, મારી આતુરતા આટલી બધી ગઈ કે મેં વાંચી લીધું.” અવિનાશ એક શ્વાસ માં બોલી ગયો , એની આંખો અને શબ્દો એનો એ નિર્દોષ ભાવ મને દેખાડતા અને સાંભળવતા હતા.

“આમ કોઈ ની પર્સનલ વાતો એમની મંજૂરી વિના વાંચવી ખોટી વાત છે.” હું તેને વધુ ગિલ્ટ ફિલ કરાવવા બોલી હોઉં અવિનાશ આવું વિચારે એ પેહલા મેં તુરંત બીજું વાક્ય બોલી અને વાત વાળી લીધી ,”પણ તને છૂટ છે , તે મને સ્કૂલ માં કેટલી વખત ભૂલ હોવા છતાં પનીશમેન્ટ થી બચાવી હતી , તો તને પણ આ એક ભૂલ માફ.” કેહતા હું ખોટે ખોટે હસી પડી.
એને પણ મારું મન રાખવા એક ફેક સ્માઇલ આપી દીધી. પણ પોઇન્ટ પર ફરી આવતા એને મને ફરી એ જ પ્રશ્ન બીજી વખત પૂછ્યો.

“જવાબ આપવો જરૂરી છે ?” મેં અવિનાશ ને વળતો પ્રશ્ન કર્યો , અને તેને ફક્ત મોઢું હલાવી અને હા પાડી.હું તેને ના ન કહી શકી , એમાં સ્વાર્થ મારો પણ હતો. હું પણ એ વાત કોઈક સાથે શેર કરવા માંગતી હતી .

અમુક વાતો એવી હોય છે જે આપણને અંદર થી આટલી પરેશાન કરતી હોય છે કે જ્યાં સુધી એને કોઈ બીજી વ્યક્તિ સાથે શેર ન કરીએ ત્યાં સુધી અંદર થી શાંતિ ન મળે. અહીંયા તો અવિનાશ એ સામે થી જ એ વાત વિસે પૂછ્યું તો હું કહ્યા વિના ન રહી શકી.

“રિયા , શું વિચારે છે ?” અવિનાશ મને વિચાર ના વંટોળ માંથી બહાર લાવવા મને હચમચાવી ને બોલ્યો.
હું થોડું હસી અને બોલી , ” પ્રેમ માં જ્યારે સ્ટેટ્સ કે પછી પરિવાર નું નામ અને લેવલ ની વાત આવે ને ત્યારે એ પ્રેમ ફિક્કો પડી જાય છે.

રોહન એ બસ મને એ દિવસે આટલું જ કહ્યું હતું કે રિયા આ અમારા પરિવાર ના સ્ટેટ્સ ની વાત છે. તું ત્રિવેદી પરિવાર ની વહુ બનવા જઈ રહી છે , તો તારે બદલવું પડશે. તારું લેવલ થોડું ઊંચું લાવું પડશે.હવે થોડી હાઇ કલાસ મેન્ટાલિટી ડેવલપ કર.” કેહતા મેં અવિનાશ સામે જોયું અને વધુ માં બોલી પડી.

“અવિનાશ પરિવર્તન જરૂરી છે હું માનું છું પણ એ પરિવર્તન વિચારો નું હોવું જોઈએ. આમ કપડાં અને બહારી દેખાવ ના પરિવર્તન મને મંજુર નથી.

હા , જો એ જ વાત એને મને અલગ અંદાજ માં સમજાવી હોત તો શાયદ મને આટલું દુઃખ ન થાત. પણ હવે મને એમ વિચાર આવે છે કે જ્યારે અમે કોલજ માં હતા ત્યારે એને એ જ રિયા સાથે પ્રેમ થયો હતો તો શું એ રિયા બદલાય જશે તો શું એ જૂનો પ્રેમ એવો ને એવો જ રહેશે ?

એ રિયા માં ફક્ત બહારી પરિવર્તન તો થશે જ નહીં , કપડાં ની જેમ સમય જતાં વિચારો પણ બદલાય જ જશે. એ વખતે રોહન જ એમ કહેશે કે , રિયા તું ઘણી બદલાય ગઈ છો ,તો એ સમયે હું કોને દોષ આપીશ ?એને કે સમય ને ?”
મેં ઊંડો શ્વાસ લીધો અને સરખી બેસતા બોલી , ” આવા કેટલાય વિચારો દરરોજ મને અંદર ને અંદર સતાવે છે.
આ બધા વિચારો થી ઉપર મેં રોહન અને એના પ્રેમ ને સમજ્યો. એ મને જેમ કહેતો ગયો એમ હું કરતી રહી.
તો ભી ક્યાંક ને ક્યાંક કંઈક ઓછું પડતું. આજે એના ઘર માં નાનું ગેટ ટુ ગેધર હતું. ત્યાં રોહન અને તેના મોમ મને તેમના ગેસ્ટ સામે ઇન્ટ્રોડ્યુસ કરતા થોડા શરમાતા હતા. મને માપ માં બોલવા અને હસવા માટે પહેલે થી કહેવા માં આવ્યું હતું.એ પાર્ટી માં હું જ્યુસ નો ગ્લાસ લઈ અને સાઈડ માં એકલી ઉભી હતી.

અને પછી સહન ન થયું એટલે છોડી ને આવતી રહી.” હું એક શ્વાસે બધું બોલી ગઈ .

હું બોલતી હતી અને અવિનાશ મારી પ્લેટ માંથી સમોસા ખાતો હતો. હું બોલતા અટકી ત્યાં એણે મને તુરંત પૂછ્યું , ” છોડી ને આવતી રહી ? એ ગેટ ટુ ગેધર ને કે રોહન ને ?” કેઝ્યુઅલી અવિનાશ એ હાથ માં સમોસુ પકડી ને મને પૂછ્યું.

“બંને ને.” એને આમ જોઈ હું પણ કેઝ્યુઅલ રિએક્શન રાખી ને એક જ શબ્દ બોલી વાત ક્લિયર કરી નાખી .એ હસ્યો અને બોલ્યો , ” આજ કી નારી સબ પે ભારી. પ્રાઉડ ઓફ યુ રિયા.”

અને ફરી સમોસુ ખાવા લાગ્યો.

એને આમ જોઈ મને વિચાર આવ્યો કે મેં જે કર્યું એ બરાબર કર્યું. વાત જ્યારે સેલ્ફ રિસ્પેક્ટ ઉપર આવે ને ત્યારે બધું છોડી ને એને પહેલી પ્રાયોરિટી આપવી જોઈએ.
બસ સેલ્ફ રિસ્પેક્ટ અને ઈગો વચ્ચે નો ફરક ખબર હોવો જોઈએ.હું બસ હજુ આ વિચારતી હતી ત્યાં પેલો અઢારેક વર્ષ નો છોકરો ફરી સમોસા ની પ્લેટ હાથ માં પકડી ને ઉભો હતો.

એને એ પ્લેટ મારી સામે રાખી . મેં આવી અવિનાશ સામે જોયું એને મારી સમોસા ની પ્લેટ સફાચટ કરી નાખી હતી .
એ બસ મારી સામે જોઈ ને હસ્યો અને મારી પાસે પડેલ બીજી સમોસા ની પ્લેટ પોતાની તરફ ખેંચતા બોલ્યો , “સમોસા બૌ મસ્ત છે નહીં ?”
હું ફક્ત હસી અને પ્લેટ માંથી એક સમોસુ ઉઠાવવ્યું ત્યાં જ ઊંચા અવાજ સાથે અવિનાશ બોલ્યો , “ભાઈ લીલી ચટણી તો આપ.”

હું આશ્ચર્ય માં તેની સામે જોતી રહી . મને આમ જોતાં જોઈ એ બોલી પડ્યો , “શું ….?આ લીલી ચટણી વિના સમોસા નો સ્વાદ અધુરો છે.”

પેલા છોકરા એ પ્લેટ માં લીલી ચટણી નાખી.મારા થી રહેવાયું નહીં એટલે હું બોલી પડી , ” સમોસા ના સ્વાદ સામે આ લીલી ચટણી નું કાંઈ મહત્વ નથી અવિનાશ , અહીંયા આવતા કોઈ માણસ ને લીલી ચટણી ની કાંઈ પડી ન હોય.”

મારુ બોલવા નું પૂરું થયું ન થયું ત્યાં એ તુરંત બોલી પડ્યો , ” બીજા ની મને નહીં ખબર પણ મારી માટે સમોસા નો સ્વાદ આ લીલી ચટણી વિના અધુરો છે રિયા.” કહેતા એને સમોસુ લીલી ચટણી માં ડૂબાવ્યું અને મારા હોઠો પાસે એ સમોસુ રાખ્યું.
હું પણ એની વાતો માં ખોવાયેલ એ ચટણી વાળા સમોસા ને મારા એ બે હોઠો વચ્ચે થી પસાર થવા દઈ અને એ તીક્ષ્ણ દાંતો દ્વારા સમોસા નો 1/4 ભાગ ને તોડ્યો અને મારી જીભ ને સ્પર્શ કરાવતા એ સમોસા ને મારા ડાબા જબડા તરફ ધકેલી અને દાઢ દ્વારા એ સમોસા ના 1/4 ભાગ ને પીસી દીધો અને સ્વાદ માણવા લાગી.

અને એના એ સ્વાદ ને કારણે મારી આંખો આશ્ચર્ય થી મોટી થઈ ગઈ અને મારા મોઢા માંથી ઉદગાર નીકળ્યો , ” વાહ.”

“તો પછી.” અવિનાશ હસ્યો અને બોલ્યો , ” નેવર અન્ડરએસ્ટીમટ ધ પાવર ઓફ અ લીલી ચટણી.” શાહરુખ ના ડાયલોગ ને મોડિફાઇડ કરી બોલ્યા બાદ એ હસી પડ્યો અને એને હસતા જોઈ હું હસી પડી.

પણ ખરેખર એ દિવસે મને લીલી ચટણી નું મહત્વ ખબર પડી. ખબર પડી કે કોઈક માટે એકલા સમોસા નું મહત્વ છે અને કોઈક માટે એ સમોસા લીલી ચટણી વિના અધૂરા છે .એ લીલી ચટણી ને કારણે આજે હું અને અવિનાશ સાથે છીએ.

લેખક : મેઘા ગોકાણી

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here