શું તમે જીવનમાં ખુશ નથી? તો આ 10 ટિપ્સ વાંચ્યા પછી તમારી ઝીંદગી બદલાઈ જશે

0

How to change your life (બદલો તમારી જીંદગી)
નમસ્કાર દોસ્તો, આ આર્ટીકલ એ વિષય માં છે કે કેવી રીતે તમે તમારી લાઈફ ને વધારે સારી બનાવી શકો છો. આ આર્ટીકલ માં હું તમને આવી દસ આદતો વિશે કહીશ કે જેને અપનાવ્યા પછી તમારી લાઈફ એક પોઝીટીવ મોડ પર આવી જશે. અને તમે તમારી જીંદગી ને સારી રીતે એન્જોય કરી શકશો. તો ચાલો મિત્રો શરુ કરીએ. 1. ઘણું બધું કહી દે છે તમારું ફર્સ્ટ ઇમ્પ્રેશન –
-એક જૂની કહેવત છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઈઝ લાસ્ટ ઇમ્પ્રેશન. જયારે તમે કોઈ વ્યક્તિ ને પહેલી વાર મળો છો ત્યારે તે સામે વાળી વ્યક્તિ ની નજર માં સૌથી પહેલા એ બાબત આવે છે એ તમારી ડ્રેસીંગ સ્ટાઈલ એટલે કે તમે શું પેર્યું છે અને કેવી રીતે પેર્યું છે? હું તમને એમ નથી કેહતો કે તમે મોટી મોટી બ્રાન્ડ ના જ મોંઘા કપડા પહેરો , પરંતુ બસ એ પહેરો કે જે તમને સારું લાગે , સુટ થાય. 2.ખરાબ આદતો ને કહો ” ના”-
-એ તો ભૂલી જ જાવ કે તમારી ખરાબ આદતો ને પણ કોઈ સારી કેહશે. આલ્કોહોલ , સ્મોકિંગ ,પાન -મસાલા ….આ બધી બાબતો તમારી ઈમેજ તો ખરાબ કરશે જ સાથે સાથે તમારા શરીર ને પણ ખુબ જ નુકશાન કરશે.તો જે ચીજો કોઈ ના પણ માટે સારી ન હોઈ આવી ચીજો શું કામ કરવી…? 3.પોતાને રાખો વ્યસ્ત –
-મોટી મોટી સેલીબ્રિટીઓ ની એક આદત મને ખુબ જ પ્રભાવિત કરે છે …એ આદત એ છે કે એ લોકો તેમનો મિનીટ ટૂ મિનીટ નો કાર્યક્રમ નક્કી કરી ને જ કામ કરે છે.તમે પણ તમારી જાત માટે એક સેલિબ્રિટી જ છો ને ..?તો આ આદત તમે પણ કેમ નથી અપનાવતા? પોતાને સારા બનાવવામાં એટલો સમય લગાવી દો કે કોઈ નું ખરાબ કરવાનો તમારી પાસે સમય જ ન રહે.
4. એ જ કરો જ તમારું દિલ કહે –
-દિલ માંથી નીકળેલો અવાજ તમને ક્યારેય ખોટી સલાહ નહી આપી શકે. સલાહ બધા ની લ્યો…પણ પછી એક વાર શાંત મને બેસીને વિચારો કે શું ખરેખર એ ચીજ તમારા માટે સાચી છે…શું એનાથી આપને ભવિષ્ય માં કોઈ ફાયદો થશે? જો પછી તમારા મન ને સાચું લાગે તો કરી નાખો એ કામ . 5.સંબંધો નો રાખો ખાસ ખ્યાલ –
-એ સૌથી મોટી વાત છે કે આજ ના આ આધુનિકતા ના યુગ માં આપણે વાસ્તવિક સંબંધો થી દુર થતા જઈએ છીએ.સંબંધો ઓછા રાખો પણ શ્રેષ્ઠ અને સારા રાખો …તમારૂ વર્તન સર્વશ્રેષ્ઠ હોવું જોઈએ …કોણ કહે છે કે સંબંધો ને ભૂખ નથી લગતી…ક્યારેક પ્રેમ પીરસી ને તો જોવો.
6.કાલ ને કહો “ના” – કોઈ પણ કામ હોઈ એને કાલ કરશું આવું ક્યારેય ન કરો.કબીરજી નો એક સરસ દોહો છે તેમાં એમણે કહ્યું છે કે “કાલ કરવાનું હોઈ એ આજ કર , અને આજ કરવાનું હોઈ એ અત્યારે જ કર.”આપણી એ સૌથી ખરાબ આદત છે કે આપણે દરેક બાબત ને કાલ પર એવી રીતે ટાળી દઈએ છીએ કે કાલ નો દિવસ આપણે જોવાના જ હોઈ…તો જે વિચાર કરીએ એ તરત જ અમલ માં પણ મૂકી દો.

7.બનાવો તમારી કંઈક અલગ જ આદતો- -દરેક માણસ એવું ઈચ્છે છે કે બધા તેને કંઈક અલગ જ નજર થી જ જુએ..મતલબ એની કંઈક અલગ જ આગવી ઓળખ હોઈ જે એને બીજા માણસો થી અલગ જ રીતે રાખે..તો એના માટે તમે કોઈક આદતો એ વી તમારા માં રાખો કે જે બધા થી અલગ જ હોઈ.જે આદતો માત્ર તમારી જ હોઈ બીજા કોઈ ની ન હોય .
8. બની જાવ હાઈ- ટેક -આજ નો જમાનો ટેક વર્લ્ડ નો જમાનો છે …એવા માં જો તમે તમારા જુના વિચારો લઇ ને આગળ ચાલશો તો બધા માટે મજાક નું કેન્દ્ર બની જાશો ..તો એનાથી તો એ સારું છે કે તમે જમાના ની સાથે ચાલો અને પોતાની જાત ને હાઈ – ટેક કરી લો….
9.નોલેજ બેંક પણ કરો અપડેટ – દરેક નવી જાણકારીઓ થી પોતાની જાત ને અપડેટ રાખો …દેશ જ નહિ પરંતુ દુનિયા વિષે પણ જાણકારી મેળવવાની કોશિશ કરો….તમારા મગજ ને એ તરફ દોડાવો કે વધુ ને વધુ જાણકારીઓ તમે પ્રાપ્ત કરી શકો.. 10. સેલ્ફ રીસ્પેક્ટ અને ઈગો પણ જરૂરી –
-સ્વાભિમાન આપણી સૌથી મોટી પુંજી છે અને આપણે એ કોઈ પણ કીમત માં ખોવી ન જોઈએ.પણ એની સાથે આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે આપણા સ્વાભિમાન ના ચક્કર માં બીજા ના સ્વાભિમાન ને ઠેસ ન પહોચાડી દઈએ…..
દોસ્તો તમારો બહુમૂલ્ય સમય આપવા માટે ધન્યવાદ .
જો તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નઈ અને તમારા મિત્રો અને પરિવાર ના સભ્યો ને આર્ટીકલ શેર કરવાનું ભૂલતા નહિ.
ધન્યવાદ

લેખન સંકલન : વિજય પટેલ
તમે આ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.