લે બોલો હવે ભારતની 11 જગ્યાઓ, જ્યાં પરમિટ વિના ભારતીયોને પણ નથી એન્ટ્રી! જાણો કઈ કઈ જગ્યા છે..

મોટાભાગના લોકો એવું માને છે કે ભારત લોકશાહી દેશ હોવાથી લોકો ગમે ત્યારે ગમે ત્યાં ફરવા જઈ શકે છે. જો કે અહીં એવાં ઘણા સ્થળો છે જ્યાં જવા પર પ્રતિબંધ છે. તમને નવાઈ લાગશે પણ આ સત્ય છે, સ્થાનિક લોકોને બાકાત કરીએ તો એમના સિવાય અહીં જનારા લોકોએ ખાસ ઇનર લાઈન પરમિટ લેવું પડે છે. મહત્વની વાત તો એ છે કે કાયદો ભારતીય લોકો હોય કે વિદેશી દરેકને સમાન રીતે લાગુ પડે છે.

12 વર્ષથી બંધ હતો ઘરનો આ એક દરવાજો, ખુલતાં જ સામે આવ્યું સત્યવર્ષે એકવાર માથું ધુએ છે આ ટીચર, દુર્ગઘ છતાં યોગ શીખવા જામે છે ગર્લ્સની ભીડઆ 7 દેશોમાં ભારતીય બની જાય છે કરોડપતિ, કરોડોમાં છે 1 લાખ રૂ.ની વેલ્યૂ!


આમ કરવા માટેનું મુખ્ય કારણ એ કહેવાય છે કે આ શહેરો બીજા દેશોની સીમાથી નજીક હોવાથી સુરક્ષાના કારણોસર આવા નિયમ બનાવાયા છે. જેના કારણે પરમિશન મેળવ્યાં વિના અહીં કોઈને પણ પ્રવેશ મળતો નથી. પરમિશન મેળવ્યાં પછી તમે એક ચોક્કસ સીમા સુધી ફરી શકો છો. જો કે ફાળવેલા સમય પછી ટૂરિસ્ટે ત્યાંથી નીકળી જવું પડે છે. આજે અમે તમને ભારતના આવા 5 સ્થળો વિશે જણાવી રહ્યાં છીએ.

ઇનર લાઈન પરમિટ એટલે શું?
ઇનર લાઈન પરમિટ ભારતનો અધિકૃત યાત્રા દસ્તાવેજ છે. જે દેશ-વિદેશના ટૂરિસ્ટને પ્રોટેક્ટેડ એરિયામાં જવાનું પરમિટ આપે છે. આ પરમિટ ચોક્કસ સીમા અને કેટલાક લોકો માટે જ માન્ય હોય છે. મુખ્યત: આ પરમિટ હાલ ભારતમાં માત્ર ત્રણ રાજ્યો મિજોરમ, નાગાલેન્ડ અને અરુણઆચલ પ્રદેશમાં લાગુ છે. જો કે આ રાજ્યો સિવાય બીજા દેશોના બોર્ડર લાઈન પર પણ આવા પરમિટની જરૂર હોય છે.

1. તવાંગ, અરુણાચલ પ્રદેશ
અહીં આશકે 400 વર્ષ જૂની તવાંગ મોનેસ્ટ્રી છે. જેને ભારતની સૌથી જૂની મોનેસ્ટ્રી કહેવામાં આવે છે.આને જોવા માટે ઘણાં લોકો આવે છે

લોકતલ લેક, મણિપુર

ભારતના ઉત્તર-પૂર્વમાં સૌથી મોટા સ્વચ્છ પાણીના લેક તરીકે ઓળખાતા લોકતલ લેકમાં ઘણી જગ્યાએ ભૂખંડના તુકડા તરતા દેખાય છે. આ ટુકડાઓમાં
પણ પાણી ભરાયેલું હોય છે. પાણી ભરેલા આ ટુકડાઓેને ફુમદી કહેવામાં આવે છે, જે માટી, ફૂલ-છોડ અને જૈવિક પદાર્થો મળીને કંઠોર સંરચનામાં બનેલા
હોય છે. પોતાના આ વિશિષ્ટતાને કારણે આ તળાવ લોકોને બહુ આકર્ષે છે. જો કે આ તળાવ જોવા માટે પણ દરેક પ્રવાસીએ ખાસ પરમિટ લેવું પડે છે.

આઈજોલ, મિજોરમ


મિજોરમની રાજધાની આઈજોલમાં ઘણાં સુંદર સ્થળો આવેલા છે. જેને જોવા માટે દેશ દુનિયાથી લોકો આવે છે. જેમાં મ્યુઝિયમ, હિલ સ્ટેશન, સ્થાનિક લોકો અને તેમની કળાનો સમાવેશ થાય છે. જો કે મિજોરમમાં પણ ઇનર લાઈન પરમિટ લાગુ હોવાથી લિમિટેડ ટાઈમ માટે ટૂરિસ્ટ અહીં પરમિશન લઈને ફરવા જઇ શકે છે.

જીરો, અરુણાચલ પ્રદેશ

અરુણાચલ પ્રદેશમાં પણ ઇનર લાઈન પરમિટ લાગુ છે. તેથી જ અહીં જવા માટે પણ પરમિશન લેવી પડે છે. અહીં ઘણાં જોવાલાયક સ્થળો છે પણ એ બધામાં સૌથી પોપ્યુલર જીરો વેલી છે. આ વેલીને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય વાત છે કે આ વેલી પાસે જ આપાતાની ટ્રાઈબ સાથે જોડાયેલા લોકો રહે છે.

ચાંગુ લેક, સિક્કિમ

પૈરન, નાગાલેન્ડ

બોમદિયા, અરુણાચલ પ્રદેશ

દીમાપુર, નાગાલેન્ડ

ભલુકપોંગ, અરુણાચલ પ્રદેશ

માકોકચુંગ, નાગાલેન્ડ

કોહિમા – ભારતનું સ્વીટઝરલેન્ડ

Source: DivyaBhaskar

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!