જુઓ, લક્ષ્મીજીને સમર્પિત આવું સ્વર્ણ મંદિર, જે પુરા 1500 કિલો સોનાથી બનીને થયું છે તૈયાર…જુવો PHOTOS ક્લિક કરીને

દેશભરમાં અત્યાર સુધી લગભગ અમૃતસરનું ગોલ્ડન ટેમ્પલ જ પ્રસિદ્ધ હતું. ત્યાં જનારો દરેક વ્યક્તિ ત્યાની શાંતિ અને સુંદરતા જોઇને મંત્રમુગ્ધ થઇ જાતા હતા. પણ આપણા દેશમાં આ પ્રકારના અદ્દભુત સ્થળોની કમી નથી. તમિલનાડુનાં વેલ્લોર સ્થિત શ્રીપુરમ સ્વર્ણ મંદિર પણ પોતાની જાતે જ દુનિયામાં સૌથી બેજોડ આશ્ચર્ય છે.આજે અમે તમને આ મંદિર સાથે જોડાયેલી અમુક ખાસ બાબતો વિશે જણાવીશું.

1. 41500 કિલો શુદ્ધ સોનાની પરત ચઢેલી છે:આ મહાલક્ષ્મી શ્રીપુરમ સ્વર્ણ પ્રસિદ્ધ મંદિર તમીલનાડુ રાજ્યનાં વેલ્લોર નગરમાં સ્થિત છે. શહેરનાં દક્ષીણી ભાગમાં બનેલા આ મહાલક્ષ્મી મંદિરનાં નિર્માણમાં લગભગ 1500 કિલો શુદ્ધ સોનાનો ઉપીયોગ કરવામાં આવેલો છે. આ ભવ્ય મંદિરનું નિર્માણ 2007 માં પૂરું થયું હતું. જેમાં લગભગ 300 કરોડ રુપિયા થી વધુ ખર્ચ થયો હતો. મંદિરની અંદર તેમજ બહારની સજાવટમાં સોનાનો એ પ્રકારે ઉપીયોગ કરવામાં આવ્યો છે કે રાતના સમયે જ્યારે આ મંદિર પર રોશની પડે છે તો, અહી નો નજારો ખુબ જ સુંદર નજરમાં આવે છે. વિશ્વમાં કોઈંપણ મંદિરમાં આટલા સોનાનો ઉપીયોગ નથી કરવામાં આવ્યો.

2. મંદિરનું પ્રાંગણ પૂરી હરિયાળીથી ભરેલું છે:આ મંદિર 100 એકડથી વધુ ક્ષેત્રફળ માં ફેલાયેલું છે, જેમાં હર તરફ હરિયાળીથી ભરેલો નજારો જોવામાં આવે છે. ખાસ વાત એ છે ક મંદિરની સંરચના વૃતાકાર છે. જેને લીધે તમને ચારે બાજુ સુંદર ભવ્ય નિર્માણ કલાનાં બેજોડ નમુના જોવા મળશે. અહી પુરા વર્ષ ભક્તોનો આવવાનો સિલસિલો રહે છે, જેના ચાલતા ઘણી વાર દિવસમાં એક લાખ કરતા પણ વધુ લોકો દર્શન માટે પહોંચે છે. સાથે જ મંદિરમાં દેશની દરેક પ્રમુખ નદીઓનું પાણી લાવીને એક ખાસ સરોવર પણ બાનાવામાં આવ્યું છે. જેટલું જ આ મંદિર ભવ્ય છે, તેટલી જ અહીની સુરક્ષા છે, અહી 24 કલાક સિક્યોરિટી રહે છે.

3. આવી રીતે અહી પહોંચી શકાય છે:વેલ્લોરમાં આવવા માટે ત્રણ મુખ્ય રેલ્વે સ્ટેશન છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ કટ્ટપડી જંક્શન છે. બીજું મોટું સ્ટેશન વેલ્લોર છાવની છે, જે સૂર્યફૂલમમાં છે અને કટ્ટપડી જંક્શન થી 8 કિમી દુર છે. ત્રીજું અને સૌથી નાનું સ્ટેશન વેલ્લોર ટાઉન સ્ટેશન છે. તે કોનાવટ્ટમ વિલ્લીકપુરમ જંક્શન થી કટ્ટપડી જંક્શન ને જોડે છે. જો તમે હવાઈ માર્ગથી વેલ્લોરની યાત્રા કરો છો તો, 100 કિમી ની દુરી પર 130 કિમી દુર છે અને બેંગ્લોર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અહી થી 200 કિમી ની દુરી પર સ્થિત છે. જો કે આ શહેરોથી વેલ્લોર સુધી નિયમિત બસ પણ ચાલે છે. તેના સિવાય વેલ્લોરની આસ-પાસ માટે ટેક્સી પણ તમને હવાઈ મથક સુધી મળી જાશે.

4. આ વાતોનું રાખો ધ્યાન:શ્રીપુરમ, સ્વર્ણ મંદિરની અંદર પ્રવેશ કરવાના સમયે તમારા પહેરેલા કપડા એકદમ સિમ્પલ હોવા જોઈએ. અહી દરેક માટે શોર્ટ ડ્રેસ પહેરીને જવાની મનાઈ છે, સાથે જ અન્ય દર્શનીય મંદિરોની ભાંતિ અહી પણ મોબાઈલ ફોન, કેમેરો અને અન્ય ઇલેક્ટ્રોનીક સામાન, તમાકુ, શરાબ જેવી વસ્તુ પણ તમે અંદર લઇ જઈ ન શકો. તેની સાથે જ હર દિવસ સવારે 8 થી રાતના 8ની વચ્ચે આ મંદિર દર્શન માટે ખુલ્લું રહે છે. દેવી મહાલક્ષ્મી દેવોની પ્રાત:કાલીન પૂજા અર્ચના અહી સવારે 4 વાગે શરુ થઈને રાતે 8 સુધી ચાલે છે. સાંજની આરતી 6 થી 7 ની વચ્ચે કરવામાં આવે છે, જેમાં શામિલ થવું સૌભાગ્યની વાત છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!