લક્ષ્મી પૂજનમાં ભૂલથી પણ ન કરો આ 5 વસ્તુઓનો ઉપયોગ, નહિં તો થઈ જશો પરેશાન – ખાસ માહિતી વાંચો

0

દોસ્તો, માત્ર થોડાજ દિવસોમાં જ દિવાળી આવી રહી છે. આ તહેવાર આપળા દેશ માં ખુબ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

આ તહેવારની લોકો આતુરતાથી વાટ જોતા હોય છે કે ક્યારે દિવાળી આવે અને એની ઉજવણી કરવાનો મૌકો મળે. લોકો આ તહેવાર આનંદ, ઉત્સાહ અને પુરા ઉમંગ ની સાથે ઉજવે છે. સાથે જ એ તહેવાર પરિવારજનોને એકબીજાને નજીક લાવે છે જેને લીધે પરિવારમાં નિકટતા વધે છે તેમજ મન-દુઃખ દુર થાય છે.

દિવાળી ની કથા અનુસાર ભગવાન રામ પુરા 14 વર્ષનો વનવાસ કાપીને પોતાના રાજ્યમાં પરત આવ્યા હતા. અને તે દિવસે અમાસની રાત હતી. માટે આ ખુશી અને ભગવાન રામની યાદમાં અમાસની રાતે આ તહેવાર ઉજવાય છે.

સાથે જ ઘરોમાં માં લક્ષ્મી ની પણ પૂજા કરવામાં આવે છે. જે ઘરમાં ધન સંબંધી સમસ્યાઓને દુર કરી દે છે. સાથે જ ભગવાન શ્રી ગણેશની આરાધ્યા પણ કરવામાં આવે છે. લોકો પોતાના આવનારા નવા વર્ષના શુભ આગમન તેમજ આવનારું વર્ષ એક ભાવી સાબિત થાય તે માટે લોકો માં લક્ષ્મી થતા ગણેશ ની પૂજા કરતા હોય છે.

પણ અમે તમને જણાવી દઈએ કે આ પૂજા કરવા માટેના અમુક નિયમો પણ છે જેને અનુસરવા તમારા માટે ખુબ લાભદાઈ સાબિત થશે.જો  કે દરેક લોકોને ભગવાનને પ્રસન્ન કરવાની રીત અલગ અલગ હોય છે. પણ અહી આપેલી વાતની જાણ થતા તમે ચોક્કસ આ રીત જ અપનાવશો.

1. ભગવાન ગણેશે તુલસીને શ્રાપ આપેલો છે જેથી પૂજામાં તુલસીનો ઉપીયોગ ક્યારેય પણ ન કરવો જોઈએ. કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને તુલસીથી પ્રેમ છે પણ દેવી લક્ષ્મી અને ગણપતિ બંનેને તુલસીથી વેર છે. કારણ કે તુલસી ભગવાન વિષ્ણુના બીજા સ્વરૂપ શાલીગ્રામની પત્ની છે. તેથી લક્ષ્મીને તુલસી પ્રિય નથી.

2. માં લક્ષ્મી ને દીવો કરતી વખતે દીવાની જ્યોત હંમેશા જમણી બાજુ એ રાખવી જોઈએ તો જ તમે દેવીને પ્રસન્ન કરી શકશો. આ કથા પાછળની હકીકત એ છે કે, ભગવાન વિષ્ણુ અગ્નિ અને પ્રકાશ સ્વરૂપ છે. ભગવાન વિષ્ણુની ડાબી બાજુ દેવીનું સ્થાન છે. સાથે જ માં લક્ષ્મીને આડી વાટનો દીવો કરવો તમારા જીવનમાં પણ રોશની ભરી દેશે.

3. કથા અનુસાર માં લક્ષ્મી હંમેશા સુહાગન રહેલા છે માટે તેમને સફેદ ફૂલ ચડાવવાને બદલે લાલ રંગના ફૂલ જેવા કે ગુલાબ,લાલ કમળ વગેરે જેવા ફૂલ અર્પણ કરી શકો છો.

4. સાથે જ માં લક્ષ્મી તથા ભગવાન શ્રી ગણેશની સાથે સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા આરાધ્યા કરવી જરૂરી છે. કેમ કે વિષ્ણુની પૂજા વગર માં લક્ષ્મીની પૂજા પણ અધુરી છે.

5. માં લક્ષ્મીને ફૂલ અર્પણ હમેશા તેની સામેજ કરો અને અને પ્રસાદ અર્પણ હંમેશા દક્ષિણ દીશામા જ કરો, સાથે જ શંખનો ઉપીયોગ પણ કરો.

પૂજાની આ પદ્ધતિથી તમારા જીવનમાં પણ દિવાળી ની સાથે સાથે અનેરી રોશનીનું આગમન થાશે.

Story Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!