ઊંઘતા પહેલા બે લવિંગ ખાવ, અને પછી જુઓ તેના ફાયદા….એકવાર લવિંગ ખાવાના અદભૂત ફાયદા જાણ્યા પછી તમે પણ કાલથી જ લવિંગ ખાવાનું શરૂ કરી દેશો !!

0

આપણાં રસોડામાં ઘણા મસાલા હોય છે, જે સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ આપણને મદદ કરી શકે છે. હળદર આનું ઉતમ ઉદાહરણ છે. જે તેના એન્ટિસેપ્ટિક ગુણધર્મોના કારણે રૂઝ લાવવામાં, સુંદરતા વધારવામાં વગેરેમાં તેનો પ્રયોગ કરવામાં આવે છે. , પરંતુ હળદર સિવાય ઘણા મારી મસાલા છે જે દવાઓ તરીકે ઉપયોગમાં લેવાતા હોય છે. લવિંગ તેમાંનું એક છે.
લવિંગમાં યુજેનોલ હોય છે જે આરોગ્ય સંબંધિત રોગો જેવા કે સાઈનસ અને દાંતના દુખાવાનો ઉપચાર કરવામાં મદદ કરે છે. લવિંગ ગરમ હોય છે, તેથી તે શિયાળામાં ખૂબ ફાયદાકારક છે. આજે, અમે તમને લવિંગના પ્રયોગ વિશે જણાવીશું જે કુલ 5 શારીરિક સમસ્યાઓનો અંત લાવવામાં મદદ કરે છે.
પ્રયોગ મુજબ તમારે રાત્રે સૂતા પહેલાં માત્ર 2 લવિંગ લેવાની જરૂર છે. પરંતુ લવિંગ ને સીધા જ ખાવાના છે અથવા તેના તેલનો ઉપયોગ પણ કરી શકો છો. જાણો તેની પ્રયોગાત્મક રોગ મુજબની રીતને.
જો કોઈને રોજ પેટમાં દુખાવો રહેતો હોય , પાચન શક્તિ નબળી હોય, તો પછી ઊંઘતા પહેલા ગરમ પાણી સાથે બે લવિંગ ને ગળી જાવ અથવા તો જમ્યા પછી લવિંગને ચાવી જાવ આમ કરવાથી થોડા દિવસોમાં પેટમાં દુખાવાણી સમસ્યા મોટા પ્રમાણમાં ઘટાડો થશે.
પેટમાં દુખાવો ઉપરાંત, આ લવિંગ પણ માથાનો દુખાવો મટાડવા માટે મદદરૂપ થાય છે. જ્યારે પણ માથાનો દુખાવો હોય, ત્યારે પેન કિલરની જગ્યાએ એક અથવા બે લવિંગ ગરમ પાણી સાથે લો, તમે થોડા સમય માં તમને આરામ મળશે. શ્રેષ્ઠ વાત એ છે કે આ લવિંગમાં અન્ય કોઈ પેન કિલર જેવી કોઈ આડઅસરો પણ થતી નથી.
હવામાન ના બદલાવ પછી કે કોઈ ગલત વસ્તુ ખાવાથી જો ગાળામાં દુખાવો થતો હોય તો, લવિંગને જીભ પર રાખવું અને ચૂસવું . તેનાથી ગળાના દુખવામાં રાહત થયા છે.
જો તમને શરદી થઈ હોય તો મધ અને લવિંગ લો. 3-4 દિવસ આ પ્રયોગ કરવાથી શરદી મટી જશે.
લવિંગના પ્રયોગથી ખીલ, બ્લેકહેડ્સ, વ્હાઇટહેડ્સ થી પણ છૂટકારો મેળવી શાકે છે. આના માટે તમે મોટાભાગે સ્કીન પર ફેસપેક નો જ ઉપયોગ કરતાં હોય છો. એમાં થોડું લવિંગનું તેલ મિક્સ કરો અને અઠવાડિયામાં બે વાર ફેસ પર લગાવો. આમ કરવાથી થોડા દિવસોમાં ચહેરો ચમકતો બનશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here