લવિંગના આ 9 આશ્ચર્ય પમાડતા ફાયદાઓ ….એક વાર વાંચશો તો કઈંક નવું જાણવા મળશે

લવિંગ માત્ર રસોઈ માં સ્વાદ અને સુગંધ જ નથી વધારતા પરંતુ તે તંદુરસ્તી માટે પણ ખૂબ જ ગુણકારી છે, તેમાં રહેલ એન્ટિ-ઓક્સિડેંટ અને એન્ટિ-બેકટિરિયલ તત્વ તમને તંદુરસ્ત રાખવા માં ખૂબ જ ફાયદો આપે છે.
લવિંગ નો ઉપયોગ ખાસ કરી ને ભારતીય રસોઈ માં ભરપૂર માત્રા માં કરવા માં આવે છે, લવિંગ હાડકાં ને મજબૂત બનાવવા ની સાથે સાથે તમારા માથા માં રહેલ ડેંડ્રફ ને વાળ માથી કાઢી વાળ ને કંડિશનિંગ કરે છે. અહી અમે તમને લવિંગ ના આવા 9 ચમત્કારી ફાયદાઓ વિશે જણાવીશું અને સાથે એ વાત ની પણ જાણકારી આપીશું કે લવિંગ ને જો ડાઈટ માં સમાવિષ્ટ કરવું જોઈએ.

1. સાઈનસ

નાક ની બળતરા માં રાહત આપવા માં લવિંગ ખૂબ જ ફાયદાકારક છે. જો લવિંગ ને પોતાની ડાઈટ માં લાંબા સમય સુધી સમાવિષ્ટ કરવા માં આવે તો તે સાઈનસ થી ઘણા પ્રમાણ માં છૂટકારો આપી શકે છે. તમે શેકેલા લવિંગ ને સૂંઘી ને પણ તેનો ફાયદો લઈ શકો છો. ગરમ પાણી માં દરરોજ ત્રણ-ચાર ચમચી લવિંગ નું તેલ ભેળવી ને પીવા થી ઇન્ફેકશન થતું નથી અને શ્વાસ લેવી પણ સરળ થઈ જાય છે.

2. મોર્નિગ સિકનેસ લવિંગ એન્ટિ-સેપ્ટિક છે. તે અપચા ને બરાબર કરવા ની સાથે તમને ઉલ્ટી અને ઊબકા થી પણ રાહત આપે છે. લવિંગ ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ ગુણકારી છે. પ્રેગ્નેન્સી ની શરૂઆત ના મહિના માં મહિલાઓ ને સવાર ના સમય માં ઉલ્ટી ની ફરિયાદ રહેતી હોય છે. આવા સમયે તેને લવિંગ સૂંઘવા ની સલાહ આપવા માં આવે છે.

3. ખીલને દૂર કરે

લવિંગ ના તેલ માં એન્ટિ-માઈક્રોબિયલ પ્રોપર્ટીજ હોય છે. આ કારણ થી તે ખીલ અને ચહેરા પર ના દાગ ને દૂર કરવા માં ખૂબ જ અસરકારક છે. આ ઉપરાંત લવિંગ ચહેરા ને દાગ ને ફેલાતા રોકવા માં પણ મદદ કરે છે. લવિંગ માં શરીર ની સફાઈ કરવા માટે ના તત્વ પણ પ્રાપ્ત થાય છે, જે દાગ અને ખીલ ની બળતરા માં રાહત આપવા માં મદદ કરે છે. આ માટે તમે ઈચ્છો તો લવિંગ નું ફેસ પેક પણ બનાવી શકો છો. અથવા પોતાની ક્રીમ માં ભેળવી ને પણ લવિંગ નો ઉપયોગ કરી શકો છો.

4. ઇમ્યુનિટીમાં વધારો

લવિંગ તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારી ઇન્ફેકશન અને શરદી- તાવ થી તમારી રક્ષા કરે છે. તે એન્ટિ-ઓક્સિડેંટ ના ગુણો થીભરપૂર છે, જે તમારી સ્કીન અને મજબૂત ઇમ્યુનિટી સિસ્ટમ માટે ખૂબ જ જરૂરી છે.

5. ડાઇજેશનમાં સુધારો

લવિંગ ગૈસ્ટ્રીક રસ માં સુધારો લાવી ને પાચન પ્રક્રિયા માં સુધારો લાવે છે. આ ઉપરાંત લવિંગ પેટ ની ઘણી તકલીફો માં પણ ફાયદો કરે છે જેવી કે ગેસ, બળતરા, અપચો અને ઉલ્ટી.

6. દાંતના દર્દમાં રાહત

વધારે પડતું જોવા મળે છે કે ટૂથપેસ્ટ માં લવિંગ એક પ્રમુખ ઈગ્રીડેંટ હોય છે. એવું એટલા માટે હોય છે કારણ કે દાંત ના દુખાવા માં તે રાહત આપે છે. લવિંગ ની અંદર થોડા સમય માટે દર્દ ને દબાવવા ની શક્તિ હોય છે. જો તમારા દાંત માં દુખાવો થતો હોય તો રૂ માં થોડું લવિંગ નું તેલ લગાવો અને જે જ્ગ્યા પર દુખાવો થતો હોય ત્યાં મૂકો. જેના થી તરત જ રાહત મળશે.

7. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે

આયુર્વેદ માં ડાયાબિટીસ ના ઈલાજ માટે લવિંગ ના ઉપયોગ વિશે કહેવામા આવ્યું છે. લવિંગ બ્લડ શુગર ના લેવલ ને કંટ્રોલ કરી ડાયાબિટીસ ના રોગી ને તંદુરસ્ત રાખવા માં ઘણી મદદ કરે છે.

8. સાંધાનો દુખાવો ઓછો કરે

લવિંગ માં એન્ટિ-ઇફ્લેમેટરી અને એનાલ્જેસિક ગુણ હોવા ને કારણે લવિંગ નું તેલ સોજા ને ઓછું કરે છે, આ ઉપરાંત તે સાંધા નો દુખાવો, માસપેશીઓ નો દુખાવો, ઢીચણ નો દુખાવો ઓછો કરવા માં ખૂબ જ પ્રભાવી છે.

9. માથાનો દુખાવો ઓછો કરે

તમને કોઈ પણ પ્રકાર નો માથાનો દુખાવો હોય જેમ કે તમને ભલે ને માઈગ્રેન હોય, શરદી ના લીધે માથું દુખતું હોય, કે તનાવ ને કારણે દુખાવો હોય ત્યારે લવિંગ નું તેલ તેના થી છૂટકારો મેળવવા માટે ખૂબ મદદ કરે છે. કારણ કે લવિંગ માં દર્દ થી રાહત મેળવવા માટે તેમાં એન્ટિ-ઇફ્લેમેટરી ગુણ રહેલો છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!