છોડો શિમલા-મનાલી ને, હવે આ જગ્યાની મુલાકાત લઈ આવો…ઇટાલિયન શહેર જેવુ જ છે લવાસા હિલ સ્ટેશન

ઘણી વખત, તમે હોલીવુડ મૂવી જ હશો ત્યારે તમારું મન તે સુંદર સ્થળો પર જવા માટે લલચાય છે. સાચુને ? નીલે સમુદ્ર કિનારા પર રોમાંસ જોઈને જ મન કેટલું ખુશ થઈ જતું હોય છે. બૉલીવુડની ફિલ્મોમાં, પણ આવા ઘણાં દ્રશ્યો વિદેશમાંથી જ શૂટ કરવામાં આવે છે, અને તેમના સુંદર અને મનમોહક સ્થાનો જોતા જ તમારું મન પણ ત્યાં ફરવા જવાનું જ કહેશે.જો કે, ભારતમાં ઘણા સ્થળો પણ છે, જ્યાં તમને લાગે છે કે તમે વિદેશમાં જ ફરવા આવ્યા છો. મુંબઈથી 187 કિ.મી. જેટલે દૂર આવેલું લવાસા પણ આવું જ છે. ભારતનું પ્રથમ આયોજિત શહેર લવાસા પૂણેથી 60 કિમી દૂર છે. આ શહેર ઇટાલીના પોર્ટોફિનો જેવું જ છે. કોલકાતાના 12 સૌથી ડરામના સ્થળો, જ્યાં ભૂતનો આજે પણ વાસ છે! રસ્તાઓ અને તેની ડિઝાઇનથી લઈને પોર્ટોફિનો જેવા સુંદર સરોવર અને ઊંચી ઊંચી ઇમારતો પણ જોવા મળશે. આ શહેર એટલું સુંદર છે કે તમને પ્રેમ થઈ જશે એની સુંદરતા સાથે.

લવાસા 2000 ફુટની ઊંચાઇએ આવેલું હોવાથી એની સુંદરતા અને ત્યાની મોસમ એકદમ સુહાની છે. લાવાસામાં ચોમાસું અને શિયાળાની મોસમ દરમિયાન જવું સૌથી બેસ્ટ છે, કારણ કે આ સમય દરમિયાન અહીની મોસમ એકદમ ઠંડી અને સુંદર હોય છે. ચોમાસામાં જુલાઇથી સપ્ટેમ્બર અને શિયાળો ઓક્ટોબરથી માર્ચ સુધી ખૂબ પબલિક હોય છે.

મુંબઇથી લવાસનો રુટ: પ્રથમ રુટ : છેદદા નગર – બેંગલોર-મુંબઇ હાઇવે – એનએચ 48 – હિંજેવડી ફેઝ 2 રોડ – હિંજેવડી -પીરન્ન્ગુટ રોડ – ટેમધર -લવાસા રોડ – દાસ્વે રોડ – લવાસા (188 કિમી – 4 કલાક)

બીજો રુટ : છેદદા નગર – બેંગલોર-મુંબઇ હાઇવે – એસએચ 92 – એસએચ 93 – તમહીની ઘાટ રોડ – મુલ્સી રોડ ટેમધર – લવાસા રોડ પિરૂંગુટમાં – દાસ્વે રોડ – લવાસા (230 કિમી – 5 કલાક 20 મિનિટ) લવાસા જવાના રોડ પરથી તમે આ સ્થળોએ પણ ફરી શકો છો. નવી મુંબઇ : મુંબઈથી 22 કિ.મી. દૂર આવેલું નવી મેટ્રોપોલિટન શહેર છે. પામ બીચ પર ડ્રાઇવિંગ કરતી વખતે તમને રસ્તાની બંને બાજુ ઘણાં સુંદર દૃશ્યો મળશે. ખારગઢમાં પંડાવકડાના ઝરણાં અને મહાપેમાં પારસીકપર્વત પર ટ્રેકિંગ પણ કરી શકો છો. વંડર્સ પાર્કમાં ફરવાની મજા પણ લઈ શકો છો. . નવી મુંબઈમાં વન્ડર પાર્ક, સેન્ટ્રલ પાર્ક, પારિક હિલ અને પાંડવકડાના ઝરણાં જોઇ શકાય છે.

ઈમેજિકા થીમ પાર્ક : નવી મુંબઇથી 46 કિ.મી દૂર આવેલું છે, જે એડલેબ્સ એમેજિકા થીમ પાર્ક છે જ્યાં તમે તમારા આખા કુટુંબ સાથે મજા કરી શકો છો. અહીં તમામ ઉંમરના લોકો માટે રાઇડર્સ છે જેવાકે નાઈટ્રો અને સ્ક્રીમ મશીન પણ. આ પાર્કમાં એક રીજોર્ડ રેસ્ટોરન્ટ પણ છે અને આ થીમ પાર્કની મુંબઈની પેકેટ ટ્રિપ જેવી ઘણી બીજી સુવિધાઓ છે. આ સવારે સવારે 11.30 થી સાંજે 6.30 સુધી ખુલ્લું રહે છે.

લોનાવાલા : લોનાવાલા હિલ સ્ટેશન ભારતમાં આવેલું છે. જેને ગરમીના અસહ્ય પારામાંથી બચવા માટે બ્રિટિશ લોર્ડ એલ્ફિંસ્ટોન ને શોધ્યું હતું. આ જગ્યાને અને એની સૂનહરી મોસમને ચિક્કી ખાવા માટે ફેમસ બનાવી દીધું છે. અહીની ચીકકી પણ ખૂબ ટેસ્ટી હોય છે. જે ગોળ અને મગફળીમાંથી બનાવવામાં આવે છે. લોનાવાલામાં 2100 ફૂટ ઊંચી ટેગિનિગર્સ લીપ પર ટ્રેકિંગનો આનંદ માણી શકાય છે. અહીંથી તમે સુંદર હિલ સ્ટેશનનાં સુંદર દૃશ્યને જોઈ શકો છો. તુંગરલી ઝીલ, પવના ડેમ, રાજમાચી કિલ્લા અને ભૂંશી ડેમ જેવી અદભૂત જગ્યાઓ તમે લોનાવાલા જોઈ શકો છો.

કામશેત : કામશેત પશ્ચિમ ઘાટમાં આવેલું એક સુંદર હિલ સ્ટેશન છે. ભારતમાં પેરાગ્લડિંગ માટે ઓછા સ્થળો છે અને અહીં તમે પેરાગ્લડિંગ કરી શકો છો. જો તમને એડવેંચર ગમતું હોય તો જીવનમાં એકવાર કામશેત જવું જ જોઈએ. અહિયાં પેરાગ્લડિંગ તો છે જ એની સાથે સાથે બેડા ગુફાઓ અને પાવના ઝીલ માટે પણ કામશેત પ્રસિદ્ધ છે. પાવના ડેમ પર આર્ટિફિશિયલ ઝીલ પણ છે.ટેમધર ડેમ લાવાસા સુધી જતાં પહેલાં વચ્ચે જ આવે છે. તે થોડાક કિલોમીટર પહેલાં જ આવે છે, મુલ્શી ગામ નજીક આવેલું ટેમધર ડેમ. આ ડેમનો વિશિષ્ટ મુદ્દો એ છે કે પાણીના પ્રવાહ ઉપરથી ધીમો પડી જાય છે. આ ડેમ મુઠા નદી પર બનેલો છે.

લવાસા : લવાસા જેવા અન્ય કોઈ શહેર નથી. તેના ઘણા રસ્તાઓ ઇટાલિયન શહેર પોર્ટોફિનોથી પ્રેરિત છે દાસવે ગામને લવાસા નામ આપવામાં આવ્યું હતું અને હવે તેને ડાસ્વે બુલવર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં રસ્તાઓ કેલાસિયો અને થાકિટ જેવા સુશોભન પ્લાન્ટોના નામ પરથી રાખવામાં આવ્યા છે. લવાસામાં પણ પ્રવાસીઓની ભીડ ખુબ રહે છે. પ્રવાસન વિભાગની પરવાનગી લીધા પછી પ્રોફેશનલી શૂટ પણ કરી શકાય છે.
લવાસા શહેરમાં પ્રવાસીઓ માટે લાવાસાનું મુખ્ય આકર્ષણ ઘણું છે. અહીં તમે આરામથી વોટર સ્પોર્ટ્સ જેવા કે જેટ સ્કાયકિંગ, કેયકિંગ કરી શકો છો. અથવા તો લવાસા ઝીલ પર આરામથી ફરી શકો છોલવાસામાં કન્ટ્રી ક્લબથી તમે આ શહેરને પૂરેપુરૂ માણી શકો છો.લવાસામાં લવાસા કેમ્પિંગમાં કેમ્પીંગનો એક નવો અનુભવ લઈ શકો છે. જંગલોમાં કેમ્પિંગ અને ટ્રેકિંગ સ્થળોથી લવાસા ઘણું અલગ છે. તમે અહીં રેપલિંગ, રાફ્ટ બિલ્ડીંગ, તીરંદાજી અને યોગ પણ પણ કરી શકો છો. લવાસામા પર્યટક વિભાગ દ્વારા પેકેજ પણ મળી શકે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!