બે નહી પણ એક માતાએ આપ્યો હતો સીતા માતાને જન્મ, જાણો લવ કુશ કાંડની પૂરી કહાની !!

0

લવ કુશ કાંડ : રામ ચરીત માનસમાં કુલ 7 કાંડ વર્ણવવામાં આવે છે. જેમાં સુંદર કાંડ, હનુમાન કાંડ, લંકા કાંડ, આયોધ્યા કાંડ, બાલ કાંડ, આ બધા જ કાંડમાં ભગવાન રામના જન્મથી લઈને વનવાસ સુધીના તમામ ભાગોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ બધા જ કાંડની બધા જ લોકોને પૂરી માહિતી હશે જ. પરંતુ આજે અમે જે માહિતી જણાવવા જઈ રહ્યા છીએ એ છે લવ કુશ કાંડ. જી હા લવ કુશ કાંડનો રામાયણમાં ઉલ્લેખ નથી. પરંતુ બાકી કાંડની જેમ જ લવ કુશ કાંડ પણ એટલો જ મહત્વનો છે. આજે આ આર્ટિકલમાં અમે એમની જ વાત કરવાના છીએ કે કુશ કોણ હતા અને તેમના જન્મની શું કહાની હતી.

માતા સીતાનું વાલ્મિકી આશ્રમમાં રહેવું – લવ કુશ કાંડ –
બધાને એ વાતનો ખ્યાલ છે કે ભગવાન રામને બે પુત્રો હતા. એક લવ અને કુશ. વનવાસમાંથી પાછા ફર્યા પછી સીતા માતા પહેલાની જેમ જ આયોધ્યામાં રહેલા લાગ્યા. એ સમયમાં જો કોઈ સ્ત્રી એક દિવસ પણ પોતાના ઘરમાંથી કે પતિથી અલગ રહેતી તો પતિ તેને તેના ઘરમાં રાખતો ન હતો. પરંતુ પછી બધી સ્ત્રીઓ માતા સીતાનું ઉદાહરણ આપવા લાગી ને આ વાત ભગવાન રામને પણ ખબર પડે છે ને ભગવાન રામ ચિંતામાં રહેવા લાગે છે. આ જોઈને સીતા માતાએ કોઈને કહ્યા વગર ચૂપચાપ આયોધ્યા છોડી વનમાં આવી જાય છે. પછી તે વાલ્મિકી આશ્રમમાં એકદમ સાધારણ જીવન જીવવા લાગે છે.

લવ કુશના જન્મની કહાણી :
રમાયણની કથાના ઘણા સંસ્કરણો ઉપલભ્ધ છે. પરંતુ તે કાળનું સાચું વર્ણન મહર્ષિ વાલ્મિકી રચીત રામાયણમાં આપવામાં આવ્યું છે. વાલ્મિકી રામાયણ પછી રામાયણ લખવાનું વિચાર્યું હતું.

જેના ફળ સ્વરૂપ ઘણા બધા ગ્રંથો ને ઉપગ્રંથોની રચના થઈ. આમાં અસલ વાલ્મિકી રચીત રામાયણના તથ્ય જણાવ્યા છે. પરંતુ અમુક કહાણીનું રૂપ આપવા જતાં બદલાઈ જાય છે. આમ જોવા જઈએ તો એક ઓર કથા પ્રચલિત છે જેમાં માનવામાં આવે છે કે ભગવાન રામને એક જ પુત્ર હતો. જેના વિષે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

એ સમય એકદમ નજીક આવી ગયો જ્યારે સીતા માતા પોતાના સંતાનને જન્મ આપવાની હતી. આ સમયે માતા સીતાએ આયોધ્યા સાથે કોઈ સંપર્ક ના સાધ્યો કે ના આયોધ્યાથી તેમના કોઈ સમાચાર લેવામાં આવ્યા. સીતા માતાએ એક સુંદર બાળકને જન્મ આપ્યો. જેનું નામ લવ રાખવામા આવ્યું. એએમ જોવા જઈએ તો એવી ઘણી કથાઓ પ્રચલિત છે જેમાં એવું કહેવામા આવ્યું છે કે માતા સીતાએ બે બાળકોને જન્મ આપ્યો હતો.

માતા સીતાનું સ્નાન કરવા જવું – લવ કુશ કાંડ
લવના જન્મ પછી સીતા માતા તેની દેખભાળમાં જ સમય પસાર કરવા લાગ્યા. એક દિવસ સીતા માતાને સ્નાન કરવા જવું હતું ને એ એ જ ચિંતામાં હતા કે લવનું ધ્યાન કોણ રાખશે ? ને એ એ જ ચિંતામાં હતા ને તેમણે નક્કી કર્યું કે વાલ્મિકી રૂષિ પાસે લવને મૂકીને સ્નાન કરવા જવું. અને તે લવને વાલ્મિકી રૂષ પાસે મૂકીને સ્નાન કરવા જાય છે.

પરંતુ તે પાછા ફરીને જૂએ છે તો વાલ્મિકી ઋષિ તેમના કામમાં વ્યસ્ત હતા ને ત લવ તરફ ધ્યાન આપી શકતા ના હતા. તેથી સીતામાતા ચૂપચાપ લવને તેમની સાથે જ લઈને સ્ણાંકરવા જતાં રહે છે. તો આ બાજુ વાલ્મિકી ઋષિએ નજર કરી તો લવને જોયો નહી. આજુ બાજુ ઘણો ગોટયો પણ કોઈ જગ્યાએ લવ નજર આવ્યો નહી. આખરે એ ચિંતામાં મૂકાઈ ગયા. તેમને થયું કે નક્કી કોઈ જંગલી જાનવર આવીને લવને ઉઠાવી ચાલ્યું ગયું.
હવે એ સીતાને શું આપશે ? એ જ ચિંતામાં ને ચિંતામાં તેમણે ફટાફટ ઘાસનું એક પૂતળું બનાવ્યું એકદમ લવ જેવુ જ ને તેમાં પ્રાણ પૂર્યા. જ્યારે સીતામાતા લવને લઈને આવી છે ને જૂએ છે તો લવ જેવા જ બીજા બાળકને જુએચે ને નવાઈ પામે છે. પછી વાલ્મિકી ઋષીએ બધી હકીકત જણાવી ને સીતા માતા શા માટે લવને સાથે લઈ ગયા હતા એ પણ કહ્યું ને બીજા લવને જોઈને સીતા માતા ખુશ થઈ જાય છે ને ઘાસમાંથી જન્મ થયો હોવાથી તેનું નામ કુશ રાખે છે ને સીતા માતા એકસાથે બંને સંતાનને ઉછેરવા લાગ્યા.

જે સમય જતાં સીતા માતાના બીજા સંતાનના રૂપે ઓળખાવા લાગ્યો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here