લેટેક્ષ અને નોન-લેટેક્ષ કોન્ડોમમાં શું ફર્ક છે, જાણો છો તમે?… વાંચો આર્ટીકલ

કપલ્સની Personal લાઈફમાં કોન્ડોમ ખુબ જરૂરી વસ્તુ છે. તે અણધારી પ્રેગનેન્સીની સાથે સાથે જાતીય રોગોથી પણ બચાવામાં મદદ કરે છે. આજ તો માર્કેટમાં ઘણી એવી વેરાઈટી અને ફ્લેવરનાં કોન્ડોમ મળે છે. આજ કારણ છે કે લોકો પોતાની પસંદ અને સુવિધા અનુસાર કોન્ડોમનો ઉપીયોગ કરે છે.લેટેક્ષ અને નોન લેટેક્ષ કોન્ડોમ:

કોન્ડોમ મોટાભાગે બે ચીજો લેટેક્ષ અને નોન લેટેક્ષ મટીરીયલ જેવા કે-પોલીયુરેથીન, ભેડની ચામડી અને અન્ય સિન્થેટીક મટીરીયલ જેવા કે એંટી-10 રેસીન અને પોલીસોપ્રીનથી બને છે. ફેમસ બ્રાંડના કોન્ડોમમાં અન્ય ઘણી એવી ચીજો હોય છે. જો કે આજે અમે અહી લેટેક્ષ અને નોન લેટેક્ષ કોન્ડોમ વિશે તમને જણાવીશું.

ટાઈપ્સ ઓફ કોન્ડોમ્સ:

1. લેટેક્ષ કોન્ડોમ:
આ પુરુષ કોન્ડોમ છે જે લચીલું, પાતળું અને લેટેક્ષ થી બને છે. લેટેક્ષ એક પ્રકારનું રબ્બર હોય છે. તે બાકી કોન્ડોમ કરતા સસ્તું અને આસાનીથી મળી જાય છે. 90 પ્રતિશત લોકો કોન્ડોમ લેટેક્ષ થી જ બનતા હોય છે. આ કોન્ડોમ પ્રેગનેન્સી અને સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડીસીજને રોકવામાં કારગર છે. આ કોન્ડોમ ઘણા રંગ, શેપ, ટેક્સચર, ફ્લેવર અને સાઈજ્માં ઉપલબ્ધ છે. માટે લોકોમાં તે સૌથી વધુ લોકપ્રિય છે. લેટેક્ષ કોન્ડોમ 82 થી 98 પ્રતિશત સુધી પ્રભાવશાળી હોય છે.

લેટેક્ષ કોન્ડોમની સૌથી મોટી ઉણપ એ છે કે તેને લ્યુંબ્રીકેન્ટસ જેવા કે પેટ્રોલીયમ જેલી, બટર અને વેજીટેબલ ઓઈલની સાથે ઉપીયોગ ન કરી શકાય. સાથે જ જે લોકોને લેટેક્ષની એલર્જી હોય તેઓ માટે પણ તેનો ઉપીયોગ કરવો યોગ્ય નથી.

2. નોન લેટેક્ષ કોન્ડોમ:

આ કોન્ડોમ પોલીયુરેથીન કે સિન્થેટીક કોન્ડોમનાં નામથી જાણવામાં આવે છે. આવા કોન્ડોમ મોટાભાગે પોલીયુરેથીન જે એક પ્રકારનું પ્લાસ્ટિક છે અને પોલીસોપ્રીન થી બનતા હોય છે. આ કોન્ડોમ લેટેક્ષ કરતા વધુ સારા હોય છે અને તેના માટે પણ ઉપયુક્ત છે જેઓને લેટેક્ષની એલર્જી હોય. પણ તેમાં લેટેક્ષ કોન્ડોમ કરતા ઓછી સુગંધ આવે છે. સાથે જ લ્યુંબ્રીકેંટસ અને લોશનની સાથે પણ ઉપીયોગ કરી શકાય છે. બાકી કોન્ડોમનાં મુકાબલે તે ઘણું પાતળું હોય છે, અમુક ફીમેલ કોન્ડોમ પણ પોલીયુરેથીનથી બનતા હોય છે.

તેની સૌથી મોટી કમી એ છે કે તે લેટેક્ષ કોન્ડોમ કરતા ઓછા લચીલા જોય છે. તે લેટેક્ષની જેમ સ્ટ્રેચેબલ નથી હોતા, માટે તેના નીકળવા અને ફાટવાની સંભાવના વધુ હોય છે. સાથે જ તે મોંઘા પણ હોય છે.

નોન લેટેક્ષ કોન્ડોમનો ઉપીયોગ:આ કોન્ડોમ માત્ર લેટેક્ષની એલર્જી વાળા લોકો માટે જ નહી, પણ હર કોઈ માટે સારું માનવામાં આવે છે. બસ તેને ઉપીયોગ કરવાના સમયે ધ્યાન રાખાનું કે તમે યોગ્ય સાઈજનું કોન્ડોમ પસંદ કર્યું છે, કોન્ડોમ ખુબ જ વધારે ટાઈટ હોવું ન જોઈએ.

કોન્ડોમ ખરીદતા પહેલા પણ અમુક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે, સૌથી પહેલા તો તેની એક્સપાયરી ડેટ ચેક કરી લો. નોન લેટેક્ષ કોન્ડોમ બીજી વાર ઉપીયોગમાં ન લો, માટે એક વાર યુઝ કર્યા બાદ તેને ફેંકી દો. જો તમે કોઈપણ પ્રકારની એલર્જી થઇ ગઈ છે તો કોન્ડોમનો ઉપીયોગ તરત જ બંધ કરી દો. કોન્ડોમને ઠંડા અને  સુકાયેલા સ્થાન પર રાખો અને યુઝ કર્યા બાદ લેટેક્ષ કોન્ડોમને ટોઇલેટમાં ફ્લશ કરવાનું ન ભૂલો.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!