આ છે શ્રીદેવીની અંતિમ તસવીરો – જયારે દુબઈમાં લગ્નમાં ગયા હતા ત્યારના Photos ક્લિક કરી જુવો

0

બોલિવૂ઼ની અભિનેત્રી શ્રીદેવીનું શનિવારે રાતે દુબઈમાં નિધન થઈ ગયું છે. તે 54 વર્ષની હતી. તે બોલિવૂ઼ડ એક્ટર મોહિત મારવાહના લગ્ન પ્રસંગે પોતાના પરિવાર સાથે ગઈ હતી. જ્યાં તેમને હાર્ટ એટેક આવવાને કારણે તેમનું નિધન થઈ ગયું છે.

મળતી જાણકારી પ્રમાણે શ્રીદેવીનો પાર્થિવ દેહ આજે બપોરે 2 વાગ્યાની આસપાસ એર કાર્ગોથી મુંબઈમાં લાવવામાં આવશે.

શ્રીદેવીના પરિવારમાં પતિ બોની કપૂર ઉપરાંત તેમની બે દિકરીઓ ખુશી અને જાહ્નવી છે. તેમના પતિ બોની કપૂર અને નાની દીકરી ખુશી લગ્નમાં તેમની સાથે હતાં. તેમની મોટી દિકરી ખુશી શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે દુબઈ ન હતી જઈ શકી.

શ્રીદેવીની ચાંદની, ખુદાગવાહ, મિસ્ટર ઈન્ડિયા જેવી સુપરહિટ ફિલ્મો લોકોમાં આજે પણ એટલી જ પોપ્યુલર છે. તેમજ તેમણે હિંમતવાલા, તોહફા, નગીના, ઔલાદ, હીર રાંઝા, રુપ કી રાની ચોરો કા રાજા, લાડલા, જુદાઈ જેવી યાદગાર ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

શ્રીદેવીના નિધન બાદ બોલિવુડમા ઘેરો શોક પ્રસરી ગયો છે.

નિધનના સમાચાર આવ્યા બાદ મોટી સંખ્યામાં લોકો તેમના અંધેરી સ્થિત ઘરની બહાર એકઠા થવા લાગ્યા છે. તેમજ તેમના ફેન્સના ટોળા પણ ધીમેધીમે વધી રહ્યા છે.

શ્રીદેવી સાથે તેમના પતિ બૉની કપૂર અને નાની દીકરી ખુશી કપૂર પણ હતા. જ્યારે તેમની મોટી દીકરી જ્હાન્વી કપૂર પોતાની પહેલી ફિલ્મ ધડકના શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે મુંબઈમાં જ હતી.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.