લંડનની આ કરોડપતિ છોકરી શોધી રહી છે બોયફ્રેન્ડ, આ 1 શરત ની કરી ડિમાન્ડ, તમે પણ કરી શકો અરજી

0

રાતો રાત કરોડપતિ બનવું એ ફક્ત કોન બનેગા કરોડપતિમાં જઈએ તો જ શક્ય છે એવું નથી. હા આજે અમે તમને જણાવી રહ્યા છીએ એક યુવતીની કહાની જે બની ગઈ રાતો રાત કરોડપતિ, આટલું ઓછું હોય એમ આટલા પૈસા તેની પાસે આવ્યા પછી તેણે કર્યું એવું કામ કે એ યુવતી થઇ ગઈ છે ફેમસ સોશિયલ મીડિયામાં અને ન્યુઝમાં છવાઈ ગઈ છે.

બ્રિટનમાં રહેવાવાળી આ યુવતી એક લોટરીમાંથી કરોડો રૂપિયા જીતી ગઈ છે. લોટરીમાં જીતેલા પૈસાથી તે આજકાલ અનેક દેશ વિદેશમાં ફરી રહી છે અને પ્લાસ્ટીક સર્જરી પણ કરાવી છે. પણ આટલા પૈસા હોવા છતાં પણ પણ તેને સાચો પ્રેમ મળ્યો નહિ. અત્યારે તેને પોતાના સાચા પ્રેમની શોધ છે. પોતાના સાચા પ્રેમને શોધવા માટે આ યુવતીએ એક અનોખું કામ કર્યું છે જેમાં જો તમે પણ તેને ઈમ્પ્રેસ કરવા માંગો છો તો તમે પણ ટ્રાય કરી શકો છો.

વાત એમ હતી કે આ યુવતી કે જેનું નામ એ જેન પાર્ક છે અત્યારે તે ૨૩ વર્ષની છે પણ જયારે તે યુવતી ૧૭ વર્ષની હતી ત્યારે તેને એક લોટરી જીતી હતી. લોટરીમાં તેણે ૧૦ લાખ પાઉન્ડ જેટલી રકમ જીતી હતી. લોટરીના પૈસાથી તે આજકાલ બહુ વૈભવી જીવન જીવી રહી છે, પણ આટલા પૈસા હોવા છતાં તેને પ્રેમમાં દગો મળ્યો હતો એટલા માટે આજે તે સાચા પ્રેમની શોધમાં છે.

આ યુવતીએ પોતાના પ્રેમને શોધવા માટે એક વેબસાઈટ લોન્ચ કરી છે. એના દ્વારા તે પોતાની માટે પરફેક્ટ મેચ શોધી રહી છે. અને તેના માટે જે શરત તેણે મૂકી છે એ બહુ અદ્ભુત અને રસપ્રદ છે. તેને કહ્યું છે કે જે પણ યુવક તેને સાચો પ્રેમ કરશે અને જે યુવક તેને પસંદ આવશે એ યુવકને આ યુવતી દરવર્ષે ૬૦ હાજર પાઉન્ડ આપશે. છે ને જોરદાર ઓફર આટલું જ નહિ એ યુવકને આ રકમ એ દર વર્ષે મળશે. આટલું નથી તમને જે આ રકમ મળી રહી છે તે ફક્ત તમારા માટે નથી, ના એ પૈસાથી તમારે જેનને ખુશ રાખવાની છે. તેને પાર્ટી કરવા લઇ જવી વગેરે જેવા ખર્ચ તમે તેની પર કરી શકશો.

જેન એ હંમેશા એવું જ વિચારતી હોય છે કે તેને એક એવો સાથી મળે જે તેને પ્રેમ કરે તેના પૈસાને નહિ. લોટરી દ્વારા તે બહુ પૈસા કમાઈ શકી છે અને અત્યારે તે લકઝરી ગાડીઓની માલિક પણ છે પણ હવે તે પોતાની જાતને બહુ એકલી માની રહી છે. તમને એક ખાસ વાત જણાવી દઈએ કે જો તમે પણ પોતાની જાતને તેના બોયફ્રેન્ડ બનાવવા માટે યોગ્ય માનો છો તો તમે પણ એપ્લાય કરી શકો છો. જેન જે પણ યુવકને પસંદ કરવાની છે તેના પરની એક ડોકયુમેન્ટરી આવતા વર્ષે ટીવી પર બતાવવામાં આવશે.

જેન એ એક્સ ફેક્ટરના ફાયનલ ખિલાડી સેમ કોલ્હન સાથે ૨૦૧૬માં રીલેશનમાં હતી, પણ થોડા સમય પછી જેન પર તેનો પ્રેમી એ દગો કરવાના આરોપ મુકીને તેને છોડીને ચાલ્યો જાય છે. થોડા સમય પછી ફરીથી તેને કોઈ બીજા સાથે રીલેશન થાય છે અને તેમાં તેને ફરીથી દગો મળે છે. ત્યાર પછી જેન વિચારે છે કે તેના સાચા પ્રેમની તલાશ એ ક્યારેય પૂરી નહિ થાય. ત્યારે તેને વિચાર આવે છે કે તે પોતાના પ્રેમને શોધવા માટે એક અનોખું કામ કરે અને એટલા માટે તે પોતાના બોયફ્રેન્ડ શોધવા માટે એક વેબસાઈટ લોન્ચ કરે છે. આ વેબસાઈટ દ્વારા તે પોતાના માટે એક વફાદાર સાથી શોધી રહી છે. તે સાચા સંબંધને સૌથી મોખરે રાખે છે તેના માટે પૈસા એ બહુ મહત્વના નથી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here