લાલ સુનહરી લહેંગામાં સોનમ લગ્નની સ્થળે આવી પહોંચી – શીખ રીતરિવાજ થી થશે લગ્ન, વધુ ફોટોસ જુવો કોણ કોણ આવ્યું લગ્નમાં…..

0

તમને તો જાણ જ હશે કે આજે બોલીવુડના ‘નાયક’ અનીલ કપૂરની સુંદર દીકરીનાં લગ્ન છે. ત્યારે જ તો આજે સવારથી જ ગુલાબો બનીને, સિતારાઓના ઇન્તજારમાં બેઠા છીએ કેમ કે લગ્ન તો મારા વગર ન થઇ શકે. અરે!હું મારું ઇનટ્રોડક્શન તો આપવાનું જ ભૂલી ગયો. હું મંડપ છું. સેલીબ્રીટી હોય કે સામાન્ય માણસ દરેક હિંદુઓના લગ્ન મારી પાસે જ થતા હોય છે. જો કે મેં તો કરોડો લગ્ન કરાવ્યા છે પણ આવા લગ્ન તો કોઈક વાર જ જોવા મળતા હોય છે, માટે આજે હું ખુબ જ એક્સાઈટેડ છુ.સિતારાઓ મારી પાસે આવવા માટે તૈયાર થઇ ગયા છે, જેની જાણકારી મને ઇનસ્ટાગ્રામ દ્વારા મળી છે. તો તમે પણ તેની તસ્વીરો જોઈ લો. અને જણાવો કે કોઈ મારા કરતા વધુ બ્યુટીફૂલ કે હેન્ડસમ તો નથી લાગી રહ્યું ને..

અનીલ કપૂરની લાડલી દીકરી સોનમ કપૂર આજે આનંદ આહુજા સાથે લગ્ન કરવા જઈ રહી છે. બંને આજે સીખ રીત રીવાજોથી લગ્ન કરશે. લગ્નની પહેલી તસ્વીરો પણ આવવાની શરુ થવા લાગી છે. બેજ રંગની શેરવાની માં આનંદ આહુજા હેન્ડસમ લાગી રહ્યા છે. સાથે જ લાલ રંગના જોડામાં સોનમ ખુબ જ સુંદર લાગી રહી છે. તેના પિતા અનીલ કપૂરે ઘરની બહાર નીકળીને મીડીયાને ધન્યવાદ પાઠવ્યા હતા.
ઘરના લોકો પણ સોનમના લગ્ન માટે એક એક કરીને પહોંચી ચુક્યા છે. લગ્ન સોનમના આંટીના ઘરે થવાના છે જ્યાં મહેમાનો આવવાના શરુ થઇ ચુક્યા છે. અર્જુન કપૂર નીલા રંગના કુર્તામાં નજરમાં આવ્યા છે, જ્યારે તેની બહેન ગુલાબી રંગના લહેંગા પહેરીને નજરમાં આવી છે. સોનમની બેસ્ટ ફ્રેન્ડ જૈક્લીન ફર્નાડીસ પણ ગુલાબી રંગના લિબાસમાં નજરમાં આવી છે.

Image Courtesy: IndianExpress.com Image Courtesy: IndianExpress.com Image Courtesy: IndianExpress.com

લેખન સંકલન : જાનવી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!