લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માંગો છો તો તમારી રાશિ અનુસાર કરો આ કામ.

0

ઘરમાં સ્થાયી લક્ષ્મી કોણ નથી ઇચ્છતું. આજે બધા જ લોકો પૈસાની પાછળ ભાગતા હોય છે પછી ભલે એ વધુ મહેનત કરવાની વાત હોય કે વધુ સમય આપવાની વાત હોય. દરેક મનુષ્ય આજે માતા લક્ષ્મીને ખુશ કરીને પોતાના ઘરમાં કાયમ નિવાસ કરે તેવું ઈચ્છે છે. લક્ષ્મી માતાને ખુશ કરવા માટે તમને આજ સુધી ઘણાં બધા લોકોએ અનેક સલાહ આપી હશે અને તમે એ સલાહને માની પણ હશે. જો તમને હજી સુધી એમાંથી ફાયદો નથી થયો તો તમે આજ સુધી ખોટી દિશામાં જઈ રહ્યા હતા.

માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે તેમની કૃપા પ્રાપ્ત કરનાર વ્યક્તિના ઘરે કોઈ દિવસ નાણાંકીય તકલીફ થતી નથી. આપણે સારું એવું કમાઈ લેતા હોઈએ છીએ પણ આપણે ગમે તેટલી મહેનત કરવા છતાં પણ પૈસા ભેગા નથી કરી શકતા. પૈસા ભેગા કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં દરેક રાશિ અનુસાર અલગ અલગ ઉપાય કરવાનું જણાવ્યું છે. તો આવો આજે તમને જણાવી દઈએ કે તમારી રાશિ પ્રમાણે તમારે કેવો ઉપાય કરવાનો છે.

૧. મેષ

મેષ રાશિના મિત્રોએ લાલ ચંદન અને કેસરથી રંગેલા સફેદ કપડાને પોતાના ઘર કે દુકાનના ગલ્લામાં પાથરવાનું રહેશે આમ કરવાથી તિજોરીમાંથી ક્યારેય પૈસા ખૂટશે નહિ. દરરોજ સાંજે ઘરના દરવાજે તેલનો દિવો કરવાથી કોઈને ઉધાર આપેલા પૈસા વહેલા પરત આવી જશે તેલના દિવામાં બે દાણા કાળી ચણોઠીના નાખવા. જો તમે અમીર બનવા માંગો છો તો તમારે સ્ફટિક અથવા કમળકાકડીની માળાના ઉપયોગથી આ મંત્રની માળા કરવાની રહેશે. “ॐ ऐं क्लीं सौ:”

૨. વૃષભ

વૃષભ રાશિના મિત્રો હંમેશા કમાણી તો સારી એવી કરી લે છે પણ તેઓ બચત નથી કરી શકતા. વૃષભ રાશિના મિત્રો આ ઉપાય કરો તો જરૂર લાભ મળશે. તમે જયારે પણ લક્ષ્મી માતાની પૂજા કરો ત્યારે તમારે કમળના ફૂલની પણ પૂજા કરવાની છે પૂજા પૂર્ણ થયા પછી તે કમળના ફૂલને લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં અથવા તો જ્યાં તમે પૈસા રાખતા હોવ એવા સ્થાને મુકવાનું છે. એક રાત્રે તમારે ગાયના ઘીથી દિવો કરીને એકાંતવાળી જગ્યાએ મુકીને તમારી મનોકામના તે દિવાની સમક્ષ બોલવી આમ કરવાથી તમારી એ ઈચ્છા જલ્દી થી જલ્દી પૂર્ણ થશે. સ્ફટિક અથવા કમળકાકડીની માળાના ઉપયોગથી આ મંત્રની માળા કરવાની રહેશે. “ॐ ऐं क्लीं श्रीं”

૩. મિથુન

મિથુન રાશિના મિત્રોને જો પૈસાને કારણે તકલીફ પડી રહી હોય તો તેવા મિત્રોએ આ ઉપાય કરવા જોઈએ. તમે જયારે અન લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા કરો ત્યારે દક્ષિણાવર્તી શંખની પણ પૂજા કરો અને ત્યાર બાદ તે શંખને તમે જ્યાં પૈસા રાખતા હોવ ત્યાં સ્થાપિત કરો. જે મિત્રો દેવાના બોજ નીચે દબાયેલા છે તે મિત્રોએ દેવું બને એટલું વહેલા ઓછું કરવા માટે પૂજા કાર્ય પછી ગણેશજીને હળદરની માળા પહેરાવવાની રહેશે. સ્ફટિક અથવા કમળકાકડીની માળાના ઉપયોગથી આ મંત્રની માળા કરવાની રહેશે. “ॐ ऐं क्लीं श्रीं”

૪. કર્ક

કર્ક રાશિના જાતકોને ધન પ્રાપ્તિ માટે સૌથી સારો અને સરળ ઉપાય પીપળો છે. સાંજના સમયે પીપળાના ઝાડની નીચે પાંચ વાટનો દિવો કરવાનો રહેશે. ત્રિકોણ આકારની ધજા વાળો ઝંડો વિષ્ણુ ભગવાનના મંદિરે ઉચાઇ પર લગાવો. ઝંડો એવી રીતે લગાવવાનો રહેશે જેનાથી ધજા લહેરાતી રહે. આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે અને ધનલાભ થશે. સ્ફટિક અથવા કમળકાકડીની માળાના ઉપયોગથી આ મંત્રની માળા કરવાની રહેશે. “ॐ क्ली ऐं श्रीं”

૫. સિંહ

સિંહ રાશિના વ્યક્તિઓને આમતો ભાગ્ય સારું સાથ આપે છે તેમને લગભગ કોઈ તકલીફ હોતી નથી છતાં પણ જો કોઈ મિત્ર ધનની પરેશાની ભોગવી રહ્યો હોય તો તેમની માટે પણ આ ઉપાય બતાવવામાં આવ્યો છે. ઘરના મુખ્ય દરવાજા પાસે ગાયના ઘીનો દિવો કરવો એ દિવો સવાર સુધી ચાલુ રહેવો જોઈએ. આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને લોકો વચ્ચે તમને માન અને સન્માન મળશે. સ્ફટિક અથવા કમળકાકડીની માળાના ઉપયોગથી આ મંત્રની માળા કરવાની રહેશે. “ॐ ह्रीं श्रीं सौं:”

૬. કન્યા

કન્યા રાશિના જાતકોએ વધુ કશું જ કરવાનું નથી આ એક નાનકડો ઉપાય કરવાથી તેમની દરેક તકલીફો દુર થઇ જશે. એક શ્રીફળને લાલ રૂમાલમાં બાંધીને તિજોરીમાં મૂકી દેવું આમ કરવાથી તમારા અટકેલા નાણા તમને પરત મળશે અને કમાણી પણ સારી થશે. જે મિત્રોને નોકરી અને ધંધામાં તકલીફ આવી રહી છે તેમણે રોજ કાગડાને ગળ્યો ભાત ખવડાવાનો રહેશે. સ્ફટિક અથવા કમળકાકડીની માળાના ઉપયોગથી આ મંત્રની માળા કરવાની રહેશે. “ॐ श्रीं ऐं सौं”

૭. તુલા

તુલા રાશિના જાતકોને જો ધંધામાં નુકશાન થયું હોય તેમણે આ ઉપાય ખાસ અપનાવવાનો છે. વડના પાન પર ઘી અને સિંદૂરથી “ॐ श्रीं श्रियै नम:” આ મંત્ર લખીને વહેતા પાણીમાં પધરાવી દેવાનું છે. જો આવ લક્ષ્મી માતાની વિશેષ કૃપા મેળવવા માંગો છો તો તમારે સવારે સ્નાન કરીને કોઈપણ લક્ષ્મી માતાના મંદિરમાં ૧૧ નારિયલ ચઢાવો. સ્ફટિક અથવા કમળકાકડીની માળાના ઉપયોગથી આ મંત્રની માળા કરવાની રહેશે. “ॐ ह्रीं क्लीं श्रीं”

૮. વૃષિક

વૃષિક રાશિના જાતકોએ લક્ષ્મી માતાની કૃપા મેળવવા માટે પોતાના ઘરના આંગણામાં કે બગીચામાં કેળાના બે ઝાડ વાવના છે પણ એ ઝાડ પર જે ફળ લાગે તેને ઉપયોગમાં લેવાના નથી. ઘરમાં જો દરરોજ નાની નાની વાતે ઝઘડા થતા હોય તો તમારે ઘરમાં નાગકેસરના ફૂલને એવી જગ્યાએ મુકો કે કોઈને મળે નહિ આમ કરવાથી ઘરમાં શાંતિ થશે અને સુખની પ્રાપ્તિ થશે. સ્ફટિક અથવા કમળકાકડીની માળાના ઉપયોગથી આ મંત્રની માળા કરવાની રહેશે. “ॐ ऐं क्लीं सौ:”

૯. ધન

ધન રાશિના જાતકોએ કોઈપણ ઝાડના ચોખ્ખા પાન પર કંકુ અથવા સિંદુરથી શ્રી લખવાનું છે. ઘરમાં જ્યાં રોજ દિવો અને પૂજા થતી હોય ત્યાં રાખીને દરરોજ તેની પૂજા કરવાની રહેશે. જો તમે કોઈ મોટી બીમારી’થી લડી રહ્યા છો તો તમારે ચંદ્ર દેવના દર્શન કરીને તેમને તમારી બીમારી દુર કરવા માટે પ્રાર્થના કરવાની છે. સ્ફટિક અથવા કમળકાકડીની માળાના ઉપયોગથી આ મંત્રની માળા કરવાની રહેશે. “ॐ ह्रीं क्लीं सौ:”

૧૦. મકર

મકર રાશિના જાતકોએ તેમને કોઈને ઉધાર આપેલા પૈસા જો પરત નથી આવી રહ્યા તો તેની માટે આંકડાના રૂ માંથી દીવો કરીને ઘરના ઇશાન ખૂણામાં રાખવાનો છે. જે મિત્રોને લગ્ન આડે મુશ્કેલી આવી રહી છે તેમણે વિષ્ણુ ભગવાનને પીળા વસ્ત્રો અને પીળી મીઠાઈ ધરાવવાની રહેશે. સ્ફટિક અથવા કમળકાકડીની માળાના ઉપયોગથી આ મંત્રની માળા કરવાની રહેશે. “ॐ ऐं क्लीं सौ:”

૧૧. કુંભ

કુંભ રાશિના મિત્રોએ પતિ અને પત્નીના અણબનાવને દુર કરવા માટે ખીર બનાવીને દેવી લક્ષ્મીને ધરાવવાની રહેશે અને પછી એ પ્રસાદ પતિ અને પત્ની બંનેને આરોગવાની રહેશે. ધન પ્રાપ્તિ માટે તમારે નારિયલનો કડક ભાગ ઘીમાં ડુબાડીને માતા લક્ષ્મી સામે તેનો દીવો કરવાનો રહેશે. સ્ફટિક અથવા કમળકાકડીની માળાના ઉપયોગથી આ મંત્રની માળા કરવાની રહેશે. “ॐ ह्रीं क्लीं श्रीं”

૧૨. મીન

મીન રાશિના જાતકોએ ધનની પ્રાપ્તિ માટે માતા લક્ષ્મીના મંદિરે કમળનું ફૂલ, શ્રીફળ અને સફેદ મીઠાઈ લક્ષ્મી માતાને ધરાવવાની રહેશે. જો તમને શત્રુઓ શત્રુઓ પરેશાન કરી રહ્યા હોય તો તમારે કપૂરની મેશ બનાવીને તેનાથી તમારા શત્રુનું નામ લખવાનું અને પછી તે નામને પગથી ભૂસી નાખવાનું. સ્ફટિક અથવા કમળકાકડીની માળાના ઉપયોગથી આ મંત્રની માળા કરવાની રહેશે. “ॐ ऐं क्लीं सौ:”

માતા લક્ષ્મીની કૃપા આપની પર સતત વરસ્યા કરે. તમારું જીવન સુખ અને શાંતિથી પસાર થાય.

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here