લાખોની કમાણી કરી રોડ પર પડેલા સિગારેટના ઠૂંઠિયા વીણી વીણીને – જાણો કઈ રીતે? સફળતાની સ્ટોરી વાંચો

0

ભારતમાં સિગરેટે પીનારા લોકોની સંખ્યા ખુબ જ વધુ છે. સરકારી આંકડાઓના આધારે આગળના વર્ષોમાં 9300 કરોડ સિગરેટનો વપરાશ રહ્યો હતો. દુનિયાભરમાં લગભગ 110 કરોડ લોકો સિગરેટ પીવે છે. તેમાંના 80 કરોડ પુરુષ છે, જેઓ સ્મોકર છે. હવે આ આંકડા પરથી અંદાજો લગાવી શકાય છે કે આટલી જ માત્રા ફેંકવામાં આવેલા સિગરેટના ટુકડાઓની પણ હોય છે, જેને બટ પણ કહેવામાં આવે છે. એક રિસર્ચ અનુસાર, દુનિયાભરમાં દરેક વર્ષ ફેંકવામાં આવેલા સિગરેટ-બટોનું વજન લગભગ 1.69 બિલિયન પૌંડ હોય છે.

કચરા થી થઇ રહી છે કમાણી:જો કે દરેક લોકો કચરા પર ધ્યાન નથી આપતા. પણ શું તમને ખબર છે કે આ કચરા દ્વારા પણ અમુક લોકો બિઝનેસ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ બિઝનેસ આઈડીયો પણ એવો છે જેનાથી લોકોને રોજગાર તો મળી જ રહ્યો છે, પણ પર્યાવરણને પણ ફાયદો થઇ રહ્યો છે. આ ખાસ બિઝનેસ કરવાનો આઈડીયો આવ્યો દિલ્લી યુનિવર્સીટી થી ગ્રેજ્યુએટ 23 વર્ષનો નમન ગુપ્તા અને તેના મિત્ર વિશાલ ને. નમને ઇન્ટરવ્યૂ દરમિયાન વાતચીત કરતા આ યુનિક આઈડિયા અને તેની સફળતા ની કહાની જણાવી હતી.

200 થી વધુ લોકોને મળી રહ્યો છે રોજગાર:નમનના આધારે તેને પીજી માં લોકોની સિગરેટ પીવાની હેબિટ અને તેના બચેલા ટુકડાઓએ જોઈને આ આઈડીયો આવ્યો હતો. નમન અને તેના મિત્ર કેમિકલ સાઇન્સ ભણેલા વિશાલે યુનિક આઈડિયા દ્વારા 2000 થી વધુ લોકોને રોજગાર આપ્યો છે. નમને જણાવ્યું કે તેની સાથે લગાતાર જોડાયેલા રહ્યા અને અમુક જ વર્ષોમાં તેનો બિઝનેસ લોકો માટે મિસાલ બની ગયો.

આ છે બિઝનેસ:કોડ ઇન્ટરપ્રાઈજેજ એલએલપી ના નામના આ સ્ટાર્ટઅપનું કામ સિગરેટ-વેસ્ટ એટલે કે ફેંકી ગયેલી સિગરેટ(બટ) ને રીસાઇકલ કરવાનું છે. નમન અને વિશાલે જુલાઈ 2016 માં તેને લોન્ચ કર્યું હતું. તે દરેક પ્રકારના રિસાયક્લિંગ નું વન-સ્ટોપ સોલ્યુશન ઉપલબ્ધ કરાવે છે.

આવી રીતે થાય છે કમાણી:સૌથી મજેદાર વાત એ છે કે આ બિઝનેસ દ્વારા કસ્ટમરની બચેલી સિગરેટ આપવાના બદલે પૈસા આપવામાં આવે છે, એટલે કે આ બચેલી સિગરેટની પણ કિંમત છે. કંપની દરેક 100 ગ્રામ સિગરેટ-બટ માટે 80 રૂપિયા અને એક કિલોગ્રામ બટ માટે 700 રૂપિયાનું ભુગતાન કરે છે. એટલે કે સિગરેટનો ગ્રાહક અને વેન્ડર બંનેને બચેલી સિગરેટ વહેંચીને કમાવાનો અવસર મળે છે.

આવી રીતે થાય છે કામ:સિગરેટ બટ ને ટ્રીટમેન્ટ પછી ફિલ્ટર કરવામાં આવે છે. આ 99% સુધી ઉપીયોગ કરવા માટે સુરક્ષિત છે. તેને એક કેમિકલથી ટ્રીટ કરવામાં આવે છે. તેનાથી બનેલા આ બાયપ્રોડક્ટ ની જાંચ કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે સિગરેટ-બટ નો કચરો ઉઠાવા માટે એક ટિમ રાખવામાં આવેલી છે. ‘કોડ’ માટે કચરો એકઠો કરનારા દરેક 15 દિવસમાં એક વાર ગ્રાહકની પાસેથી સિગરેટ-બટ ને એકઠો કરે છે.

આ છે તેનો વિચાર:નમને જણાવ્યું કે હાલ તે દિલ્લી-એનસીઆર માં કારોબાર કરી રહ્યો છે પણ આવનારા વર્ષોમાં તેનો વિચાર દેશના અન્ય રાજ્યો સુધી પહોંચવાનો છે. તેમણે સાથે એ પણ કહ્યું છે કે તેનો ફોકસ દક્ષિણ રાજ્યોમાં ખાસ હશે. નામનના આધારે તે મોદી સરકારના ‘સ્વચ્છ ભારત મિશન’ સાથે જોડાઈને આ બિઝનેસને આગળ વધારશે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here