લગ્ન પહેલા દુલ્હને રાખી આવી માંગ, સાંભળીને હેરાન જ રહી ગયા લોકો…વાંચો પુરી ઘટના

0

મધ્ય પ્રદેશની પ્રિયંકા એ લગ્ન પહેલા જ એક એવી ડિમાન્ડ રાખી કે સાંભળી ને બધા ના કાન ઉભા થઇ ગયા.
પ્રિયંકા એ પોતાના પતિના પરિવારના લોકોને સ્પષ્ટ કહી દીધું કે જ્યાં સુધી તેઓ 10 હજાર છોડ નહીં વાવે, ત્યાં સુધી તે લગ્ન નહીં કરે. પરિવારોને આ સાંભળવું થોડું અજીબ જરૂર લાગ્યું પણ તેમણે પ્રિયંકા ની આ માંગ માની લીધી અને ગત શુક્રવારે ધૂમધામ થી તેઓએ પ્રિયંકા સાથે પોતાના દીકરાના લગ્ન કરાવી દીધા.પ્રિયંકા ભીંડ ના કીશીપુરા ગામની રહેનારી છે. જ્યાં લગ્ન પહેલા દુલ્હનને પૂછવામાં આવે છે કે તેન શું જોઈએ છે. મોટાભાગે યુવતીઓ કપડા, ઘરેણા, મોંઘી ચીજો વગેરે માગતી હોય છે. પણ પ્રિયંકા એ છોડ વાવવાની માંગ કરી હતી.
પ્રિયંકા 10 વર્ષ ની ઉંમરથી છોડ વાવતી આવી છે, અને તેના લગ્ન પણ તેના જન્મદિન ના દિવસે જ થયા હતા.

પ્રિયંકા ના પતિ રવિ ચૌહાન પણ પોતાની પત્નીના આવા વિચારથી ખુબ જ ખુશ છે કે તેની પત્ની પર્યાવરણ ના પ્રતિ આટલી સજાગ છે. પ્રિયંકા ઈચ્છે છે કે 10 હજાર છોડ ની શર્ત માં 5 હજાર છોડ તેના પિયરમાં લગાવામાં આવે અને પાંચ હજાર તેના સાસરે. પ્રિયંકા ની આવી પહેલથી લોકોને પ્રેરણા જરૂર મળી શકે તેમ છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here