લગ્ન પહેલા તમારી દીકરી બની જશે કરોડપતિ, પોસ્ટ ઓફિસમાં કરો આ કામ….

0

તમારી દીકરી લગ્ન પહેલા જ કરોડપતિ બની શકે છે. તે વાત ની ગેરંટી ભારત સરકાર લે છે. તેના માટે તમારે તમારી દીકરી ના નામ થી સુકન્યા સમૃદ્ધિ એકાઉંટ ખોલાવાનું રહેશે. તમે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ તમારા નજીકના પોસ્ટ ઓફિસ કે પછી બેન્ક માં ખોલાવી શકો છો. આ સ્કીમ માં નિવેશ કરવા પર તમને ટેક્સ ની છુંટ પણ મળશે.કેટલો કરવાનો રહેશે નિવેશ:

તમે તમારી દીકરી ના નામ થી સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ માં 14 લાખ સુધી નિવેશ કરી શકો છો. દીકરી ની ઉમર 21 વર્ષ થવા પર આ એકાઉન્ટ મેચ્યોર થાય છે. જો કે આ એકાઉન્ટ માં જમા રકમ પર દીકરી ના લગ્ન થવા સુધી વ્યાજ મળતું રહે છે. ઉદાહરણ માટે જો તમે તમારી 1 વર્ષ ની દીકરી ના નામથી સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલાવો છો અને 14 વર્ષ સુધી દરેક મહિને 12,500 રૂપિયા નિવેશ કરો છો તો વ્યાજ દર ના હિસાબથી તમારી દીકરી જયારે 21 વર્ષ ની થાય છે તો તેના એકાઉન્ટ માં કુલ 77,99,280 રૂપિયા થઇ જાશે.

દીકરી 25 વર્ષ ની ઉમર માં થઇ જાશે કરોડપતિ:

જો દીકરી ના લગ્ન 25 વર્ષ ની ઉમર સુધી નથી થયા તો આ રકમ પર વ્યાજ મળતું રહેશે અને 25 વર્ષ ની ઉંમર માં તેના એકાઉન્ટ માં 1 કરોડ રૂપિયાથી વધુ રાશિ થઇ જાશે. તમે 15 વર્ષો માં સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ માં કુલ 21 લાખ રૂપિયા નિવેશ કરશો અને તમારી દીકરી ને 1 કરોડ રૂપિયાથી વધુ રકમ મળશે.

હાલના સમયમાં મળી રહ્યા છે વર્ષ ના 8.5 ટકા વ્યાજ:

હાલના સમય માં સુકન્યા સમૃદ્ધિ સ્કીમ માં વર્ષ ના 8.5 ટકા વ્યાજ મળી રહ્યું છે. કેન્દ્ર સરકારે દરેક ત્રણ મહિના પર આ સ્કીમ પર મળનારા વ્યાજ ની સમીક્ષા કરી છે. કોઈપણ વ્યક્તિ સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ માં એક વર્ષ માં વધુંમાવધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકે છે. 1 વર્ષ થી 10 સુધી ની ઉમર ની દીકરી ના નામ પર જ સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલાવી શકાય છે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here