લગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક સાથે જોવા મળી કઈક આવા અંદાજમાં, જુઓ 4 તસ્વીરો…

0

પ્રિયંકા ચોપરા લાંબા સમયથી ચર્ચામાં રહેલી છે અને એવામાં નિક ની સાથે લગ્ન કર્યા પછી ઇન્ટરનેશનલ લેવલ પર પણ પ્રિયંકા ને લઈને ખબરો આવતી રહે છે. સોશિયલ મીડિયા પર લગાતાર બંને ના લગ્ન ના તસ્વીરો વાઇરલ થઇ રહી છે. આ વચ્ચે પ્રિયાંકા ની લેટેસ્ટ તસ્વીરો મુંબઈ થી આવેલી છે. શુક્રવાર ના રોજ પ્રિયંકા પતિ નિક સાથે એક ઇવેન્ટ માં પહોંચી હતી. સ્વાભાવીક છે કે લગ્ન પછી પ્રિયંકા પોતાના પ્રોફેશનલ કામ પુરા કરવામાં લાગેલી છે. આ દરમિયાન નિક ની સાથે પ્રિયંકા કઈક આવા અંદાજ માં કેમેરા માં કૈદ થઇ છે. તમે જોઈ શકો છો કે પ્રિયંકા મોર્ડન લુક માં ખુબ જ આકર્ષક દેખાઈ રહી છે.

જણાવી દઈએ કે 2 અને 3 ડિસેમ્બર ના રોજ નિક-પ્રિયંકા એ જોધપુરના ઉમ્મેદ ભવન પૈલેસ માં લગ્ન કર્યા છે. આ લગ્ન માં મુકેશ અંબાણી પણ પોતાના પરિવાર ની સાથે પહોંચ્યા હતા. તેના પછી પ્રિયંકા એ દેશની રાજધાની દિલ્લી માં એક રીશેપ્શન નું પણ આયોજન કર્યું હતું. જેમાં દેશના પ્રધાનમંત્રી પણ આ નવી જોડી ને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા.જ્યારે આ ઇવેન્ટ માં પ્રિયંકા અને નિક એકસાથે પહોંચ્યા તો ત્યાં રહેલા દરેક લોકોમાં આ નવવિવાહિત જોડી માટે ખુબ જ ક્રેઝ જોવા મળ્યો હતો. બને એ ત્યાં રહેલા ફોટોગ્રાફર ને પણ એકથી એક શાનદાર પોઝ આપ્યા હતા. આ તસ્વીરો માં બંનેની કેમેસ્ટ્રી અને બોન્ડિંગ ને જોઈ શકાય છે.
પ્રિયંકા-નિક જેવી રીતે એકબીજાની આંખોમાં જોઈ રહ્યા છે, તેનાથી એ સ્પષ્ટ છે કે બંને એકબીજાને ખુબ પ્રેમ કરે છે. આ ઇવેન્ટ માં પ્રિયંકા ને એક ગ્લોબલ આઇકોન ના રૂપ માં આમંત્રિત કરવામાં આવી હતી. પ્રિયંકા આજે પણ એક ગ્લોબલ સ્ટાર છે અને તે ઇન્ડિયા અને બૉલીવુડ નું નામ પુરી દુનિયામાં રોશન કરી રહી છે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here