લગ્નની દહલીજ સુધી ન પહોંચી શક્યો આ 10 ક્રિકેટરોનું અફેર, રહી ગઈ અધુરી પ્રેમ કહાની, જાણો કોણ-કોણ આવે છે લીસ્ટમાં….

0

મળો સ્ટાર ક્રિકેટર્સની એક્સ ગર્લફ્રેન્ડને.

“अगर किसी किस्से को अंजाम तक ले जाना मुमकिन न हो तो,

उसे एक खूबसूरत मोड़ देकर छोड़ देना चाहिए।”

સાહિર લુધિયાનવીની આ શાયરી ન જાણે કેટલા રિશ્તાઓની હકીકત જણાવે છે. પ્રેમ જ્યારે દિલ પર દસ્તક આપે છે ત્યારે આપણે પાસ્ટ અને ફ્યુચરની પરવાહ કરવાનું છોડી દેતા હોઈએ છીએ. આપણે આપણા હમસફરની સાથે આજે પણ જીવીએ છીએ. ધીમે-ધીમે જેમ સમય વીતતો જાય છે તેમ-તેમ તો આ દુનિયા, કે પછી હાલાત કે પછી આપણે ખુદ જ આપણા જ પ્રેમના દુશ્મન બની જાતા હોઈએ છીએ. અને આ રિશ્તો લગ્ન પેહલા જ તૂટી જતો હોય છે.

આજે અમે ક્રિકેટર્સના એવા જ અમુક રીશ્તાઓ લઈને આવ્યા છીએ જેઓ લગ્નના મુકામ સુધી નથી પહોંચી શક્યા. આવો તો જાણીએ આ સિતારાઓની અધુરી પ્રેમ કહાની.

1. રોહિત શર્મા-સોફિયા હયાત:

વર્ષ 2012માં બ્રિટીશ ઇન્ડિયન મોડલ સોફિયા હયાતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ટીમ ઇન્ડીયામાં ધાકડ બલ્લેબાજ રોહિત શર્મા અને તે એક બીજાને ડેટ કરી ચુક્યા છે. પણ કોઈ કારણોસર તેમનો આ રિશ્તો વધુ સમય સુધી ચાલી શક્યો ન હતો.

2. વસીમ અકરમ-સુષ્મિતા સેન:

અમુક વર્ષો પહેલા પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન અને પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન વસીમ અકરમના અફેઈરના ચર્ચા જોરોમાં ચાલતા હતા. ખબરો તો એ પણ આવતી હતી કે બંને લગ્ન કરવા માંગતા હતા પણ આ રિશ્તો લગ્ન સુધી પહોંચી શક્યો ન હતો.

3. યુવરાજ સિંહ-દીપિકા પાદુકોણ:

હૈજલ કીચની સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચુકેલા યુવરાજ સિંહનું નામ પણ બોલીવુડની ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું હતું. તેમાનું એક નામ દીપિકા પદુકોણનું પણ હતું. બંનેને ઘણા મૌકા પર એકસાથે જોવામાં આવ્યા હતા.

4. મહેન્દ્ર સિંહ ધોની-દીપિકા પાદુકોણ:

વર્ષ 2007-2008 માં જ્યારે ભારતીય ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની પોતાના કેરિયરના ઉફાન હતા, ત્યારે તેમનું નામ દીપિકાની સાથે જોડાયું હતું. પણ તેમનો આ રિશ્તો પણ લગ્નની દહલીજ સુધી પહોંચી શક્યા ન હતા.

5. મહેન્દ્ર સિંહ ધોની-લક્ષ્મી રાય:

હાલ માં જ ફિલ્મ ‘જુલી-2’ માં નજરમાં આવેલી લક્ષ્મી રાય અને મહેન્દ્ર સિંહ ધોનીના અફેઈરની ચર્ચા પણ જોરોમાં હતી. એક ઇન્ટરવ્યુમાં તેમણે આ વાત કબુલીને કહ્યું હતું કે,’હું તે ટીમની બ્રાંડ એમ્બેસેડર હતી જેમાં ધોની રમી રહ્યો હતો અને એક સાલથી ખુબ ઓછા સમય સુધી અમે રીલેશનશીપમાં હતા. અમે ન તો એકબીજા પ્રત્યે ક્યારેય કમિટેડ થયા અને ન તો ક્યારેય એકબીજા સાથે લગ્ન કરવાનો વિચાર કર્યો. પછી છતાં પણ કેમ લોકો અમારા વિશે વાત કરી રહ્યા હતા. જ્યારે અમને લાગ્યું કે અમારું આ રીલેશન આગળ નહી ચાલી શકે તો અમે અલગ થઇ ગયા.

6. રવિ શાસ્ત્રી-અમૃતા સિંહ:

સૈફ અલી ખાનની એક્સ વાઈફ અમૃતા સિંહ ક્યારેય ટીમ ઇન્ડીયાના પૂર્વ કપ્તાન રવિ શાસ્ત્રી પર લટ્ટુ હતી. અમુક મૌકા પર અમૃતા તેના સ્ટેડીયમમાં ચીયર કરતી પણ નજરમાં આવી હતી.

7. જહીર ખાન-ઇશા શરવાની:

ટીમ ઇન્ડીયાના સ્ટાર બોલર જહીર અને ઇશા શરવાની લાંબા સમય સુધી એક-બીજાની સાથે રીલેશનશીપમાં રહ્યા. બન્ને ઘણા મૌકા પર સાથે નજરમાં આવ્યા હતા અને 2011 વર્લ્ડકપના સમયે આવી ખબર પણ હતી બન્ને જલ્દી જ લગ્ન કરી ચૂકવાના છે.

8. યુવરાજ સિંહ-કીમ શર્મા:

શાહરૂખ ખાનની ફિલ્મ ‘મોહબ્બતે’ માં નજરમાં આવેલી કીમ શર્મા અને યુવરાજ સિંહનો રિશ્તો મીડિયામાં છુપાયેલો ન હતો. જાણકારી તો એ પણ મળી હતી કે બંને લગ્ન કરવાના છે પણ અનજાન કારણોને લીધે આ બધું મુમકીન ન થઇ શક્યું.

9. વિરાટ કોહલી-તમન્ના ભાટિયા:

ટીમ ઇન્ડીયાના કપ્તાન વિરાટ કોહલી ‘બાહુબલી’ ફેમ તમન્ના ભાટિયાની સુંદરતા પર ફિદા થઇ ગયા હતા. જાણકારી અનુસાર વિરાટના જીવનમાં ઈજાબેલની એન્ટ્રીની બાદ બંનેના રિશ્તામાં ખટાસ આવી ગઈ હતી અને તેમનું બ્રેકઅપ થઇ ગયું હતું.

10. ઇમરાન ખાન-જીનત અમાન:

70-80 ના દશકમાં પાકિસ્તાનના ભારત દૌરેના સમયે પાકિસ્તાનના ક્પ્તામ ઇમરાન ખાન અને બોલીવુડ અભિનેત્રી જીનત અમાનને ઘણા મૌકા પર સાથ જોવામાં આવ્યા હતા. જેને લીધે તેમના અફેઈરની ચર્ચા ખુબ થતી હતી.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!