લગ્ન ને લઈને સવાલ ઉઠાવા પર ભડકી કરીના કપૂર ખાન, બોલી ‘ પોતાના થી મોટી ઉંમરના વ્યક્તિ…’

0

કરીના કપૂર ખાન જ્યારથી રેડિયો એનાઉન્સર બની છે તેનો વ્યવહાર થોડો બદલાયેલો રહેવા લાગ્યો છે. તે દરેક મુદ્દાઓ પર પોતાનું મંતવ્ય આપી રહી છે અને તેના નિશાના પર તે દરેક લોકો છે જેઓ તેને લઈને અફવાઓ ફેલાવતા રહે છે. પોતાના કાર્યક્રમ માં તે લગાતાર આવા લોકો પર પણ નિશાનો તાકી રહે છે જેઓએ કોઈના કોઈ બહાને તેના કેરિયર ને ખલેલ પહોંચાડી છે.કરીના કપૂર ની પાસે હાલના દિવસોમાં કરન જોહર ના પ્રોડક્શન હાઉસ માં બની રહેલી ‘ગુડ ન્યુઝ’ છે. કરીના નું માનવું છે કે તે ફિલ્મો ખુબજ સાવધાની પૂર્વક પસંદ કરી રહી છે. પોતાના રેડિયો શો ‘વ્હોટ વિમેન વોન્ટ’ ના નવા એપિસોડ માં કરીના એ તે દરેક લોકોને ખુબ સંભળાવ્યું હતું જેમણે તેના ગર્ભવતી હોવાના દિવસો માં તેના ફિલ્મો થી દૂર થઇ જવાની વાત કરી હતી.
કરીના નું કહેવું છે કે,”મારાથી મોટી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કરવા વિશે તો મેં સાંભળી લીધું છે, એ પણ સાંભળ્યું હતું કે લગ્ન પછી મારું કેરિયર ચાલી શકશે નહીં.એવામાં એક બાળકની માં બન્યા પછી તો એકપણ કામ નહિ મળે. હું માત્ર એ જ કહેવા માગું છું કે શું કોઈ અભિનેત્રી ને મૈંટરનિટી રજા લેવી ગુનો છે? અરે હું એક લાંબી રજા પર હતી કોઈ રિટાયરમેન્ટ પર નહિ”.
જણાવી દઈએ કે કરીના કપૂરે પતિ સૈફ સાથે મળીને અમુક દિવસો પહેલા જ દીકરા તૈમુર નો જન્મ દિવસ ઉજવ્યો હતો. જન્મદિવસ ની ઉજવણી કરવા માટે તેઓ સાઉથ આફ્રિકા ગયા હતા. સૈફ અલી ખાન આ વચ્ચે નેટફ્લિક્સ ની સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’ ના બીજા સીઝન ની શૂટિંગ ની શરૂઆત કરી ચુક્યા છે.
કરીના એ જણાવ્યું કે,”તૈમુર ને લઈને અમે મોટો નિર્ણય લીધો છે કે એક સમય માં બે માંથી કોઈ એક જ શૂટિંગ કરશે. મારી ફિલ્મ ની શૂટિંગ ચાલશે તો સૈફ ઘરે રહીને તૈમુર નું ધ્યાન રાખશે અને સૈફ ની શૂટિંગ હશે તો તૈમુર ની જવાબદારી હું સાંભળીશ. આજ વાતને ધ્યાનમાં રાખીને અમે બંને કામ કરી રહ્યા છીએ.તૈમુર ની સાથે અમારા બંને માંથી કોઈ એક નું સાથે રેહવું ખુબ જ જરૂરી છે અને આ નિર્ણય અમારા બંને નો છે”.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here