લગ્નના 7 દિવસ પછી પત્નીએ બનાવ્યો ખૌફનાક પ્લાન, હનીમૂન પર પત્નીએ કર્યું આ ખતરનાક કામ…..

મહારાષ્ટ્રનાં પુણેમાં એક સનસની મામલો આમે આવ્યો છે. જ્યાં એક પત્નીએ લગ્નનાં 7 દિવસ પછી પોતાના પતિની ખુબ ઘાતક રીતે હત્યા કરાવી નાખી. દીક્ષા-આનંદનાં લગ્ન ગત 26 મેં નાં રોજ પુણેમાં થયા હતા. લગ્નના દિવસે દીક્ષાએ ખુબ ડાંસ કર્યો હતો અને સંગીતનાં દિવસે ગીત પણ ગાયું હતું. કોઈને પણ ખબર ન હતી કે આટલી સુંદર દેખાતી દુલ્હન આવું ખૌફનાક પગલું પણ ઉઠાવશે. તેમણે આ ક્રૂર કામ ત્યારે કર્યું જ્યારે બંને હનીમુન માટે જઈ રહ્યા હતા.

હનીમુનનાં રસ્તામાં કરાવ્યું પતિનું ખૂન:

દીક્ષા અને આનંદ બંને લગ્નના સાત દિવસ પછી હનીમુન માટે મહાબળેશ્વર જઈ રહ્યા હતા. પતિને ખબર ન હતી કે હનીમુનનો તેનો દિવસ તેના જીવનનો છેલ્લો દિવસ હશે. દીક્ષાએ પોતાના પ્રેમી સાથે મળીને આનંદને મારવા માટેનો પ્લાન પહેલાથી જ બનાવી રાખ્યો હતો.

દિક્ષા અને તેનો પતિ: પ્રેમી સાથે કરવા માગતી હતી લગ્ન:

દીક્ષાએ પોલીસને જણાવ્યું કે તે આનંદને બિલકુલ પણ પસંદ કરતી ન હતી. તે કોઈ બીજાને પ્રેમ કરતી હતી.દીક્ષા નું પુણેનાં રહેવાસી નીતિન મલેકર સાથે અફેઈર ચાલી રહ્યું હતું અને તેની સાથે જ લગ્ન કરવા માગતી હતી. તેના ઘરના લોકોના દબાવને લીધે તેને આનંદ સાથે લગ્ન કરવા પડ્યા હતા કેમ કે તેના પરિવારને નીતિન અને દીક્ષાનો આ રિશ્તો મંજુર ન હતો. માટે આ કારણને લીધે તેના ઘરના લોકોએ તેના લગ્ન આનંદ સાથે કરાવી નાખ્યા પણ કોઈને એ જાણ ન હતી કે તે આટલો મોટો ખતરનાક કદમ પણ ઉઠાવશે.

તબિયતનું બહાનું કરીને કરાવી નાખ્યો હુમલો:

મહાબળેશ્વર પર જઈ રહેલા દીક્ષાએ આનંદને કહ્યું કે તેની તબિયત થોડી ખરાબ છે. દીક્ષાએ ઉલ્ટીનું બહાનું પણ બનાવ્યું હતું,તેના ચાલતા આનંદે રસ્તા વચ્ચે ગાડી રોકી. જેવી જ તેમણે ગાડી રોકી અને તે જ સમયે પાછળથી આવી રહેલા બાઈક પરના અમુક બદમાશોએ તેના પર હુમલો કરી નાખ્યો.

આ મામલામાં સતારા ક્રાઈમ બ્રાંચે આરોપી પત્ની દીક્ષા અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!